Last Update : 14-July-2012,Saturday

 

જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ

કુરિયર અને એસએમએસથી બોમ્બ વડે ફૂંકી મારવાની ધમકી આપી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૩
જાણીતી વિકો લેબોરેટરીનાં માલિક અને સંચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપીને પંદર કરોડ રૃપિયાની ખંડણી માંગનારા ૩૦ વર્ષીય યુવકની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી અગાઉ આ લેબોરેટરીમાં કામ કરતો હતો. બાદમાં પોતાનો અલગ વ્યવસાય શરૃ કર્યો હતો. જેમાં મોટું નુકસાન જતા તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે, એમ પોલીસે કહ્યું હતું.
વિકો લેબોરેટરીનાં માલિક અને સંચાલક સંજીવ ગજાનન પેંઢારકરને આપનારા અને ડોંબિવલીનાં માનપાડામાં રહેતા સંતોષ બાળારામ ભાણેની ક્રાઈમ બ્રાંચ યુનિટ-૪નાં અધિકારીઓએ ધરપકડ કરી હતી.
૧૮-૬-૧૨ના રોજ પેંઢરકરને કુરિયર મારફતે ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આમાં લખાયું હતું કે 'માય ડીયર સંજીવ પેંઢણેકર, અગલે ધમાકે કી પુરી તૈયારી હો ચુકી હૈ, બસ તેરે જવાબ કા ઈન્તજાર હૈ. ધમાકા કરૃ યા ન કરૃ. ઈસબાર કોઈ ચુક નહી હોગી. વાયર લગાને મેં યા રિમોટ કા બટન દબાને મે તો સોચ ઈસ બાર તેરે ઘરકી પર્સન કી મૌત પક્કી હૈ'
ત્યારબાદ પેંઢરકરને ૪ જુલાઈનાં રોજ એસએમએસ મારફતે આ પ્રકારની ધમકી મળી હતી. આથી તેમણે ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ ક્રાઈમ બ્રાંચ યુનિટ ચારનાં અધિકારીઓએ પણ તપાસ આદરીને ડોંબિવલીનાં માનપાડાથી સંતોષ ભાણેની ધરપકડ કરી હતી.
સંતોષનાં પિતા અંદાજે ૧૮ વર્ષ અગાઉ વિકો લેબોરેટરીમાં કામ કરતા હતા. તેમનું અકસ્માતમાં મૃત્યુ નિપજતા તેમના કુટુંબીજનોને કંપનીએ એક લાખ રૃપિયાનું વળતર ચુકવ્યું હતું. ઉપરાંત સંતોષને નોકરી પર રાખ્યો હતો. થોડા વર્ષ સંતોષે અહીં કામ કર્યા બાદ નોકરી છોડી દીધી હતી.
બીજી તરફ સંતોષે તેના ગામની જમીન વેચીને પ્રિન્ટિંગ પ્રેસ શરૃ કર્યું હતું. જેમાં તેને મોટી ખોટ ગઈ હતી. આથી તેણે પૈસાની જરૃર પડતાં આ કૃત્ય કર્યું હતું, એમ પોલીસે કહ્યું હતું.
ધમકી આપવા માટે તેણે જે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો કે તેણે બીજાના નામે ખરીદયો હતો, એમ પોલીસે કહ્યું હતું.
આ કાર્યવાહી જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) હિમાંશુ રોય અને ડીસીપી અંબાદાસ પોર્ટનાં માર્ગદર્શન હેઠળ યુનિટ-૪નાં સિનિયર પી.આઈ. શિરીષ સાવંત, એ.પી.આઈ. મહેશ તાવડે, સંજય નિકમ વગેરેએ બજાવી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved