Last Update : 14-July-2012,Saturday

 
બોમ્બે હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે

મહિને રૃા. ૩૦૦૦નું ભરણપોષણ મેળવતી શાલિનીની અરજી અદાલતે ફગાવી

મુંબઇ, તા.૧૩
સસરાની આવકના આધારે કોઇ સ્ત્રી પોતાના છોડી દીધેલા પતિ પાસેથી ભરણપોષણમાં વધારો માગી ન શકે એમ બોમ્બે હાઇ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે. પૂણેની રહેવાસી શાલિની ચવ્હાણે મારો પતિ પૂણેના પોશ કોરેગાંવ પાર્ક વિસ્તારમાં એના પિતાના ઘરે વૈભવી જીવનશૈલી માણે છે એવું કારણ આગળ કરીને ભરણપોષણમાં વધારો માગતી નોંધાવેલી અરજી કાઢી નાખતા ન્યાયમૂર્તિઓ એ.એન. ખાનવિલકર અને એ.આર. જોશીએ જણાવ્યું હતું કે અરજદાર મહિને માત્ર રૃા. ૩૦૦૦નું ભરણપોષણ મેળવવાને જ હકદાર છે, જે તેના પતિ પંકજ ચવ્હાણનો પગાર ધ્યાનમાં લીધા બાદ નક્કી કરાયું હતું.
'પિતાની આવક ભરણપોષણના દાવાનો આધાર ન બની શકે. પત્ની માત્ર પોતાના પતિની આવકના આધારે જ ભરણપોષણનો દાવો કરી શકે. પ્રસ્તુત કેસમાં પતિની આવક મહિને રૃા. ૧૪,૭૦૫ દર્શાવાઇ છે,' એમ હાઇ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું. હિન્દુ મેરેજ એકટની કલમ ૨૪ હેઠળ, છુટાછેડાની અરજી પેન્ડિંગ હોય ત્યારે પતિ કે પત્નીનું કોઇ સ્વતંત્ર આવકનું સાધન ન હોય તો એ ભરણપોષણ માટે અરજી કરી શકે છે. છુટાછેડા અપાય અને પત્ની આર્થિક રીતે પોતાનું ગુજરાન ન ચલાવી શકે એમ હોય તો એ કાયમી ભરણપોષણ મેળવવા દાવો કરી શકે છે. ભરણપોષણની રકમ સામાન્યપણે કોર્ટની મુનસફી પર છોડી દેવાય છે. અદાલત પતિની આવક, અસ્કયામતો અને જવાબદારીઓનો વિચાર કર્યા બાદ ભરણપોષણની રકમ નક્કી કરે છે. કોર્ટ એ પણ ચકાસે છે કે ભરણપોષણનો દાવો કરનારી વ્યક્તિ પોતે કમાઇ શકે છે કે, નહિ.
પ્રસ્તુત કેસમાં, ફેમિલી કોર્ટે શાલિની અને પંકજને એપ્રિલ ૨૦૧૧માં છુટાછેડા આપ્યા હતા. શાલિનીએ ત્યાર બાદ બોમ્બે હાઇ કોર્ટમાં છુટાછેડાના ચુકાદાને પડકારી વચગાળાના ભરણપોષણની માગણી કરી હતી. છુટાછેડાની અરજી પેન્ડિંગ હોવાથી ગયા વરસે પંકજને શાલિનીને દર મહિને ભરણપોષણ રૃપે રૃા. ૩,૦૦૦ આપવા જણાવ્યું હતું. શાલિનીએ ભરણપોષણમાં વધારો માગવા ફરીથી હાઇ કોર્ટમાં અરજી નોંધાવી હતી.
એક બેંકની સિક્યોરિટી કંપનીમાં નોકરી કરતા પંકજે કોર્ટમાં પોતાનું સેલેરી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેમાં એની માસિક આવક રૃા. ૧૪,૭૦૫ હોવાનું દર્શાવાયું હતું. શાલિનીએ એવો આક્ષેપ કર્યો હતો કે મારા પતિને એની કંપની તરફથી રોકડામાં બીજા ભથ્થાં મળે છે અને એ પોતાના પિતા સાથે વૈભવી જીવન જીવી રહ્યો છે. કોર્ટે આ તમામ દાવા ફગાવી દીધા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved