Last Update : 14-July-2012,Saturday

 

ટ્રીપલ બ્લાસ્ટની પહેલી વરસી ઃ સ્વજનોની આંખો વરશી
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

દેખાવ પૂરતો પોલીસ બંદોબસ્ત ઃ સતત ભયના ઓથાર નીચે જીવતા વેપારીઓ ઃ કેસની સુનાવણી ક્યારે થશે એ કોઇ નથી જાણતું

(પી.ટી.આઇ.) મુંબઇ, તા.૧૩
મુંબઇને હચમચાવી નાખનારા ટ્રીપલ બોમ્બબ્લાસ્ટની આજે પહેલી વરસી પ્રસંગે મુંબઇગરાએ ધડાકામાં માર્યા ગયેલા લોકોને મૂક-અંજલી આપી હતી. ત્રણ બ્લાસ્ટમાં ૨૭ નિર્દોષ શહેરીઓ માર્યા ગયા હતા અને ૧૦૦ ઘાયલ થયાં હતાં.
સિરિયલ બ્લાસ્ટની પહેલી વરસી નિમિત્તે ક્યાંય મોટા પોસ્ટરો નહોતા લગાડાયા કે કટઆઉટ્સ નહોતા ગોઠવાયા. સામુહિક રીતે શોક વ્યક્ત કરવા માટે કોઇ આયોજન પણ નહોતું થયું. કારણ કે મુંબઇગરાઓની હિફાઝત કરવામાં સરકારની નિષ્ફળતાને લીધે આ મહાનગર અવારનવાર બોમ્બબ્લાસ્ટ અને આતંકવાદી હુમલાનો ભોગ બનતું રહ્યું છે, પરંતુ આ બ્લાસ્ટમાં જેમણે સ્વજનો ગુમાવ્યા હોય તેમને માટે આજનો ગોઝારો દિવસ ભારે વસમો વિત્યો હશે.
ગયા વર્ષે ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરમાં આતંકવાદીઓએ ત્રણ બોમ્બબ્લાસ્ટ કર્યા હતા. ઝવેરી બજારની 'ખાઉગલી'માં સાંજના સમયે નાસ્તો-પાણી કરવા નીકળેલા કેટલાય બ્લાસ્ટના સપાટામાં આવી ગયાં હતાં. રસ્તાની બંને તરફ ખાણીપીણીના સ્ટોલ ઉપર રોજ જામતી ગ્રાહકોની ભીડ અને જાત જાતની વાનગીઓની ચારે તરફ ફેલાતી સોડમ અને દરેક ખૂમચાં ઉપર ચાલતી ધમાધમથી ધમધમતી પાઉગલીની અસલની રોનક અદ્રશ્ય થઇ ગઇ છે. ધડાકાને એક વર્ષ વિત્યા છતાં પહેલાની રોનક પછી નથી આવી.
કાઉગલી એરિયાના જ એક વેપારી રમેશ પંડિતે જણાવ્યું હતું કે બોમ્બ ધડાકાની એ ઘટના અમે ક્યારેય નહી ભૂલી શકીએ. ધડાકો એટલો પ્રચંડ હતો કે જાણે અમારા શરીરમાંથી ચેતન જ હરાઇ ગયું હતું. ચારે તરફ લોહીના ફુવારા ઉડયા હતાં, ઘાયલો મદદ માટે કણસતા અવાજે વિનવણી કરતા હતા મોતને ભેટેલાના મૃતદેહ લોહીલુહાણ દશામાં પડયાં હતા અને લોકો બેબાકળા બની જીવ બચાવવા આમતેમ નાસ-ભાગ કરતા હતા. એ ઘટના ક્યારેય નહી ભૂલાય.
બીજા એક ડાયમન્ડના વેપારીએ કહ્યું હતું કે મેં તો ખાઉગલીમાં જવાનું જ માંડી વાળ્યું છે. કારણ જેવો એ ગલીમાં પગ મૂકું કે તરત ખોફનાક મંજર નજર સામે તરવરે છે અને કંપારી છૂટી જાય છે.
ઝવેરી બજારના વેપારીઓએ ફરિયાદ કરી હતી કે દરરોજ લાખો લોકોની અવરજવરથી ધમધમતા આ વિસ્તારમાં પોલીસ પહેરો ગોઠવવાની વારંવાર વિનંતી કર્યા છતાં સરકારે દાદ નથી આપી. એટલે પછી અમારે સતત ભયના ઓથાર નીચે જ જીવવું પડે છે.
ઝવેરી બજારના ગીચ વિસ્તારને અગાઉ ૨૫મી ઓગસ્ટ ૨૦૦૩માં ટેરરિસ્ટોએ નિશાન બનાવ્યો હતો. એ વખતે એક બ્લાસ્ટ ઝવેરી બજારમાં અને બીજો ગેટ-વે ઓફ ઇન્ડિયા પર કરવામાં આવ્યો હતો. આ ટ્વીન બ્લાસ્ટે ૫૪ જણનો ભોગ લીધો હતો, અને ૨૪૪ ઘાયલ થયા હતાં.
ગુજરાતના કોમી રમખાણોનું વેર વાળવા માટે ૨૦૦૩માં બ્લાસ્ટ કરવામાં આવ્યા હોવાનું મનાતું હતું.
પરેશ ઠાકુર નામના દુકાનદારે કહ્યું હતું કે અમે આ વિસ્તારમાં ધંધો કરીએ છીએ. પણ કઇ ઘડીએ શું થાય એવો ભય સતત સતાવતો રહે છે.
ઝવેરી બજાર અને ઓપેરા હાઉસ તેમ જ વિખ્યાત મુંબાદેવી મંદિર વિસ્તારની સલામતી વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઇ છે એવો દાવો કરવામાં આવે છે. આ વિસ્તારમાં મહત્ત્વની જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં છે.
ટ્રીપલ બ્લાસ્ટની વરસીના પખવાડિયા પહેલાં ઓપેરા હાઉસ અને ઝવેરી બજારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. એક પોલીસ વૅન ઉભી રાખવામાં આવે છે અને બીટ-માર્શલો ચક્કર મારતા રહે છે. આમ તો આ જાતની સલામતી વ્યવસ્થા એ માત્ર દેખાડો જ છે એમ વેપારીઓ નારાજીના સૂરમાં કહે છે.
ઝવેરી બજાર બ્લાસ્ટમાં માર્યા ગયેલા સુંદરસિંહ બિશ્તના ભાઇ બળવંતસિંહે ગળગળા સાદે કહ્યું હતું કે ભાઇના અકાળે મોતના આઘાતમાંથી બહાર નથી આવ્યા. સુંદરની પત્નીને સરકારે વળતરરૃપે થોડા પૈસા આપ્યાં હતાં. પણ એટલા પૈસા કેટલા દિવસ ચાલશે? સુંદરના નાના દીકરા રોહનના ઉછેરની મોટી જવાબદારી નિભાવવાની છે.
ઓપેરા હાઉસમાં બ્લાસ્ટ થયો એમાં ચેતના વણકરનો પતિ ભોગ બન્યો હતો. કમાઉ વ્યક્તિના ગયા પછી હવે પરિવારનું પૂરું કરવા માટેની જવાબદારી ચેતનાને માથે આવી પડી છે. એક વર્ષથી નાની-મોટી નોકરી મેળવવા માટે અહીંથી ત્યાં ધક્કા ખાય છે.
ટ્રીપલ બ્લાસ્ટને એક વર્ષ વિત્યા છતાં હજી કેસની ટ્રાયલ શરૃ નથી થઇ. પોલીસે બ્લાસ્ટ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે જેમાં નકીસ અહેમદ, નદીમ શેખ, કંવર પથરીજા, હારૃન નાઇક અને મોહમ્મદ કાફીલનો સમાવેશ થાય છે. આ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ રિયાઝ ભટકલ અને યાસીન ભટકલ સહિત છ આરોપી નાસતા ફરે છે.
ટ્રીપલ બ્લાસ્ટ કેસ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે ઉજ્જવલ નિકમની નિમણૂંક થઇ છે. આ કેસની સુનાવણી ક્યારે શરૃ થશે એ કહી ન શકાય એમ નિકમે જણાવ્યું હતું.
મુંબઇમાં ત્રણ બ્લાસ્ટને અંજામ આપી નાસી છૂટેલા છ આરોપીઓએ પાડોશી પાકિસ્તાન, બાંગ્લાદેશ કે નેપાલમાં આશરો લીધો હોય એવું પોલીસનું માનવું છે. મુખ્ય આરોપીમાં રિયાઝ અને યાસીન ભટકલ, વક્સ ઇબ્રાહિમ સાદ, દાનીશ ઉર્ફે તબરેજ અને દુબઇમાં રહેતા મુઝફ્ફર કોલાનો સમાવેશ થાય છે. ખતરનાક આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના રિયાઝ ભટકલ અને યાસીન ભટકલ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ ગણાય છે.
એન્ટી-ટેરરિઝમ સ્કવૉડે ૧૯૯૩ના સિરિયલ બોમ્બબ્લાસ્ટના આરોપી મુસ્તફા ડોસાના સાગરીત મુઝફ્ફર કોલોની ટ્રીપલ બ્લાસ્ટમાં સંડોવણીની શંકા દર્શાવી છે. આ જોતા ભારતમાં જ ઉભા કરવામાં આવેલા ખતરનાક આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનનો અંડરવર્લ્ડ સાથે સંબંધ છતો થઇ ગયો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved