Last Update : 14-July-2012,Saturday

 

કોમનવેલ્થ કૌભાંડના આરોપી
કલમાડીને લંડન ઓલિમ્પિક્સમાં હાજર રહેવા કોર્ટની અનુમતિ

કલમાડીને આ રમતોત્સવમાં હાજર રહેવા અધિકાર નથી ઃ ખેલમંત્રી માકેન

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૩
કોમન વેલ્થ ગેમ્સની આયોજન સમિતિના બરતરફ કરાયેલા પ્રમુખ સુરેશ કલમાડીને ૨૬મી જુલાઈથી ૩૧ ઓગસ્ટ સુધી યોજાનારા લંડન ઓલિમ્પિક્સમાં હાજરી આપવાની મંજૂરી મળી ગઈ છે. જો કે રમતગમત પ્રધાન અજય માકેને આ નિર્ણયની ટીકા કરતા જણાવ્યું હતું કે, કલમાડીને ઓલિમ્પિક્સમાં હાજરી આપવાનો કોઈ અધિકાર નથી.
ગઈકાલે કલમાડીએ રમતોના મહાકુંભમાં હાજરી આપવા અંગે દિલ્હી વડી અદાલતની પરવાનગી માગી હતી અને સીબીઆઇની કોર્ટે તેમને રૃા. ૫૦ લાખના બોન્ડ આપવા કહ્યું હતું. કલમાડીના વકીલે ખાતરી આપી હતી કે કલમાડીની ગેરહાજરીમાં તેઓ દરેક સુનાવણીમાં હાજર આપશે અને સુનાવણી મોકૂફ રાખવાની માગણી કરશે નહી. સીબીઆઇના વિશેષ ન્યાયાધીશ તલવંતસિંહને કરેલી અરજીમાં કલમાડીએ જણાવ્યું હતું કે તેઓ એથલેટિક્સ ફેડરેશન પરિષદના આંતરરાષ્ટ્રીય સંગઠન (આઇએએએફ)ના સભ્ય છે અને તેઓ યુ.કે.માં યોજાનારા રમતોના મહાકુંભમાં હાજરી આપવા માગે છે.
સીડબલ્યુજીને લગતા કૌભાંડોના આરોપી કલમાડીએ જણાવ્યું હતું કે, આઇએએએફના સભ્ય અને એશિયન એથલેટિક્સ એસોશીએશન (એએએ)ના પ્રમુખ તરીકે તેમને કેટલીક બેઠકો, સંમેલનો અને લંડન ૨૦૧૨ ઓલિમ્પિક્સમાં હાજરી આપવી જરૃરી છે. કલમાડીએ આઇએએએફ તરફથી મળેલું આમંત્રણ અને સંગઠનના મહામંત્રીએ મોકલેલ પ્રવાસ ટિકિટની વિગતો પણ રજૂ કરી હતી.
કલમાડીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપો અંગેની દલીલ પૂરી થઈ ગઈ છે અને કોર્ટે લાદેલી શરતોનું પાલન કરવા તેઓ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આવી જ બેઠક માટે તેને કઝાકિસ્તાન જવાની મંજૂરી પણ અપાઈ જ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved