Last Update : 14-July-2012,Saturday

 

મીડિયાએ ઘટનાને વધુ પડતી ચગાવી ઃ આસામના પોલીસ અધિકારી
ગૌહતીમાં ૨૦ પુરુષોએ યુવતીની જાહેરમાં કેમેરા સામે છેડતી કરી ઃ કપડાં ફાડયાં

માત્ર ચારની ધરપકડ ઃ ૧૨ આરોપી ઓળખાયા દોષિતોને જન્મટીપ દો ઃ મહિલા પંચ

ગૌહાતી, તા. ૧૩
આસામના ગૌહતી ખાતે એક છોકરીની ૨૦ વ્યક્તિઓએ જાહેરમાં કરેલી છેડતીની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી છે. ત્યારે પોલીસ આરોપીમાં માત્ર ચારની જ ધરપકડ કરી છે અને ૧૧ વ્યક્તિની ઓળખ થઈ છે. ઉલ્લેખનીય છે કે એક ચેલના પત્રકારે આ સમગ્ર ઘટનાનુ શુટિંગ કરીને તેનો વિડિયો જાહેર કરતા આ દુર્ભાગ્યપૂર્ણ પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.
આસામના ડીજીપીએ જણાવ્યું હતું કે, ૧૧ આરોપીઓની ઓળખ થઈ છે. ત્રણને ગઈકાલે પકડી લેવાયા હતા જ્યારે એકની ધરપકડ આજે કરાઈ હતી. જેમાં આસામ ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ કોર્પો. લિ.ના કર્મચારી અમરજ્યોતિ કાલિતા, ધનંજય બાસ્ફોર અને બબલુદાસનો સમાવેશ થાય છે. ચોથી વ્યક્તિની ઓળખ હજુ થઈ શકી નથી. આ ઘટના ૧૦મી જુલાઈના રોજ બની હતી અને તેનો વિડિયો ઇન્ટરનેટ ઉપર મુકાતા હોબાળો મચી ગયો હતો.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે પીડિત યુવતિ તેના મિત્રો સાથે બારમાં જન્મદિનની પાર્ટી માટે ગઈ હતી. જો કે મિત્રો સાથે બોલાચાલી થતા તે એકલી પડી ગઈ હતી અને તેવા સમયે આ પુરુષોએ તકનો લાભ લઈને તેની છેડતી કરી હતી તેના કપડા ફાડી નાખ્યા હતા. ડીજીપીએ કહ્યું હતું કે ઘટનાને બહાર લાવનાર મિડીયા કવરેજના તેઓ આભારી છે વિડિયોના આધારે ૧૨ આરોપીઓની ઓળખ કરવામાં સફળતા મળી છે અને દોષિતો સામે કડક પગલા ભરવામાં આવશે.
વિડિયો રેકોર્ડિંગ કરનારા પત્રકારે દાવો કર્યો હતો કે, ટોળું તેને મારશે તેવા ભયથી તેણે તાત્કાલીક પોલીસને જાણ કરવા છતાં પોલીસ ૨૦ મિનિટ બાદ આવી હતી.
આસામના મુખ્યપ્રધાન તરુણ ગોગોઈએ પણ આ ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, આ ઘટના બનવી જોઈતી નહોતી છોકરીની માતાએ કરેલી ફરિયાદના પગલે આઇપીસીની વિવિધ કલમો અંતર્ગત આરોપો પણ ઘડવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રીય મહિલા પંચે છેડતી કરનારાઓને આજીવન કારાવાસ તો વળી અન્ય કેટલાકે ફાંસીની સજાની માંગણી કરી છે.
દરમિયાન ગૌહતીની આ શરમજનક ઘટનાને ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે પણ વખોડી કાઢી છે ત્યારે આસામના ડીજીપી જયંત નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ 'એટીએમ' જેવી નથી. કાર્ડ સ્વેપ કરો કે તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જાય તેવું શક્ય નથી.
આસામના અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના અંગે દિલ્હીના માધ્યમોએ ખોટો ઉહાપોહ મચાવ્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં આવી અનેક ઘટનાઓ બને છે અને દિલ્હી તો 'બળાત્કારની રાજધાની' છે. આ ટિપ્પણી અંગે પ્રધાને જણાવ્યું હતું કે બળાત્કારની રાજધાની જેવું કંઈ જ નથી. છેડતીની દરેક ઘટના નિંદનીય છે અને અધિકારીની ટીપ્પણી અયોગ્ય છે. પોલીસ કાર્યવાહીમાં થયેલા વિલંબ અને 'એટીએમ'ની ટીપ્પણી સામે મહિલા પંચના પ્રમુખ મમતા શર્માએ પણ વાંધો ઉઠાવ્યો હતો.

ગૌહતીની ઘટનાએ જન્માવેલા સવાલો
* ગૌહતીમાં જાહેર રસ્તા પર છોકરીની છેડતી કરનારાઓને ખબર હતી કે ઘટનાનું શૂટિંગ થઈ રહ્યું છે. ત્યારે શું તેમને કાયદાનો ડર લાગ્યો નહોતો?
* રસ્તા પરની અન્ય કોઈ વ્યક્તિએ આ કૃરતા સામે અવાજ ઉઠાવ્યો નહીં. તે પ્રેક્ષકોમાંથી જ કોઈનું સ્વજન છોકરીની જગ્યાએ હોત તો?
* શું મહિલા એકલી પાર્ટીમાં જઈ ન શકે? શું તેઓ સ્વતંત્ર ભારતમાં પુરુષોને સમાન નાગરિકનો દરજ્જો ધરાવતી નથી?

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved