Last Update : 14-July-2012,Saturday

 

ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!

 

આમ સૌને એ વાત તો યાદ હશે કે આજથી પાંચ વર્ષ પહેલા ૨૦૦૭માં બ્રિટનના અતિ ચર્ચાસ્પદ રિઆલીટી-શો ‘બિગ બ્રધર’માં શો દરમ્યાન ભારતીય અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સાથે જાતિય ટિપ્પણી કરીને ખૂબ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આજે બરાબર પાંચ વર્ષ પછી બરાબર એવો જ દુરવ્યવહાર ભારતીય મૂળની બ્રિટીશ સુંદરી ડિયાના ઉપ્પલ સાથે કરાઈ રહ્યો છે. આ શો દરમ્યાન ત્રેવીસ વર્ષની સુંદરી ડિયાના ઉપ્પલની વિરૂદ્ધ, શોના એક પ્રતિસ્પર્ધીએ જાતિય ટિપ્પણી કરી છે. આના અનુસંધાનમાં બ્રિટીશ કોમ્યુનિકેશન રેગ્યલેટર ઓફકોમને લગભગ બાસ સો ફરીયાદો મળી છે! ઓફકોમે બનાવની તપાસ શરૂ કરી દીધી છે. બીજી બાજુ પોલીસે આ સુંદરીની વિરૂદ્ધ ઓનલાઈન જાતિય ટિપ્પણી કરવાને લઈને એક કિશોરને પૂછપરછ પણ કરી છે. ભારતમાં પણ ‘બિગબ્રધર’ જેવો જ એક શો છે ‘બિગબોસ’. બર્મંિગમમાં રહેનારી આ સુંદરી ડિયાના ઉપ્પલએ ‘મિસ ઈન્ડિયા યુકે’ ખિતાબ હાંસલ કરેલો છે. અત્યારે ડિયાના ભારત અને બ્રિટનમાં મોડલંિગ પણ કરે છે.
મૂળ વાત એમ બની હતી કે ગઈ પાંચમી જૂનના રોજ ‘બિગબ્રધર’ શોમાં ભાગ લઈ રહેલો કોનોર મેકેનટાયરને ડિયાના ઉપ્પલ ઉપર જોર જોરથી રાડો પાડતો દર્શાવામાં આવ્યો હતો. ચોવીસ વર્ષનો કોનોર, ધંધાર્થે તો પર્સનલ ટ્રેનર અને મસાજ થેરાપિસ્ટ છે. આ શોમાં નિર્માતાઓએ કોનોરને ડિયાના ઉપ્પલ ઉપર રાડો પાડવા ચેતવ્યો હતો તેમ છતાંય ૨૫ જૂનના એપિસોડમાં કોનોરને રડતા રડતા ડિયાના ઉપ્પલની ચીજ વસ્તુઓ ફેંકતી અને તેને ગાળો ભાંજતી બતાવામાં આવી છે. આ જોયા પછી નારાજ થયેલા ઘણા મહિલા સંગઠનોએ કોનોરને આ શોમાંથી બહાર જ કાઢવાની માંગણી કરી છે. ૨૦૦૭માં જેડ ગુડીનો આવો જબરદસ્ત વિરોધ થયો હતો અને તેનાથી ઘણી બબાલ પણ થઈ હતી. વાત તો ત્યાં વણસી ગઈ હતી કે બન્ને દેશોની સરકારોએ તે મામલામાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. તે દિવસોમાં ઓફકોમે આ શો પ્રસારિત કરનારી ‘ચેનલ ૪’ને આચારસંહિતાની દોષિત ગણાવી હતી. હવે ‘બિગબ્રધર’ શો ‘ચેનલ ૫’ ઉપર આવી રહી છે. તમને એ પણ જણાવી દઉં કે શિલ્પા શેટ્ટી ‘બિગ-બ્રધર ૨૦૦૭’ શોની વિજેતા પણ બની હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved