Last Update : 14-July-2012,Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૪-૦૭-૨૦૧૨, શનિવાર
અષાઢ વદઅગિયારસ - છત્રભંગયોગ
પારસી શહેનશાહી સ્પેર્દાંમંદ માસ શરૂ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૨ મિ., (સૂ) ૬ ક. ૫૪ મિ., (મું) ૬ ક. ૫૮ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ કૃતિકા રાત્રે ૨ ક. ૦૭ મિ. સુધી પછી રોહિણી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુન, મંગળ - કન્યા, બુધ - કર્ક, ગુરૂ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન વર્ષા ૠતુ, અષાઢ વદ અગિયારસ ને શનિવાર. રા.દિ. આ. ૨૩.
માસ-તિથિ-વાર ઃ અષાઢ વદ અગિયારસ ને શનિવાર.
- આજે છત્રભંયોગ. નગર, ગ્રામભંગ, ચોરોનો ઉપદ્રવ. રાજકીય અશાંતિ, કલહ, છત્રભંગ.
- અમૃત સિદ્ધિયોગ રાત્રે ૨ ક. ૦૭ મિ.થી.
- પારસી શહેનશાહી સ્પેર્દામંદ માસ શરૂ.
- આજે વરસાદ થાય તો ચાર મહિના વરસાદ સારો અને ખેતીવાડી સારી થાય ?
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ શાબાન માસનો ૨૩ રોજ.
પારસી શહેનશાહી વર્ષ૧૩૮૧ સ્પેંદાર્મંદ માસનો પ્રથમ રોજ હોરમજદ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ એકાદશીના આજના દિવસે ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય, સીઝનલ ધંધો થાય.

 

વૃષભ ઃ આજે આપને માનસિક પરિતાપ રહે પરંતુ નોકરી-ધંધામાં ફાયદો-લાભ થાય. કાપડ, તૈયાર વસ્ત્રોના ધંધામાં ધંધો મળી રહે.

 

મિથુન ઃ એકાદશીના આજના દિવસે ખર્ચ થાય, ચંિતા રહે. કૌટુંબીક, વ્યવહારિક, સામાજિક કામ અંગે બહાર જવાનું થાય. શાંતિ, ધીરજ રાખવી.

 

કર્ક ઃ આપના નોકરી-ધંધાના કામ સિવાય અન્ય કામમાં ઘ્યાન આપવું પડે. બેંકના કામમાં ગાફેલ રહેવું નહીં. ચંિતા-ખર્ચ રહે.

 

સંિહ ઃ નોકરી-ધંધાના કામમાં ચંિતા-ઉચાટ રહે. ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત પરિવારના કામકાજમાં ધીરજ, શાંતિ રાખવી.

 

કન્યા ઃ આપના નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી-ધંધાનું કામ થાય. કૌટુંબીક ચંિતાથી ઉચાટ રહે.

 

તુલા ઃ પોતાના હૃદય-મનની વ્યગ્રતા, અકળામણના કારણે કંઈ ગમે નહીં. નોકરી-ધંધામાં, સગાસંબંધી-મિત્રવર્ગમાં તમે તકલીફ અનુભવો.

 

વૃશ્વિક ઃ ચિત્તભ્રમ, બુદ્ધિભ્રમ, ઉશ્કેરાટ, નકારાત્મક વિચારોમાં તમે શું બોલો છો ? શું કરો છો ? તેનો ખ્યાલ રહે નહીં.

 

ધન ઃ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. વધારાના કામના ઉકેલ માટે વધારાનો ખર્ચ થાય. ઢીંચણ,પગમાં, પાનીમાં દર્દપીડા રહે.

 

મકર ઃ આપના રોજીંદા કામ, વ્યવહારમાં વ્યસ્ત રહો. પરંતુ બપોર પછી હળવાશ, રાહત અનુભવો. કોઈને મળવાનું થાય.

 

કુંભ ઃ છાતીમાં દર્દપીડા, ઉચાટ, ઉદ્વેગ જણાય. પોતાના જ મિત્ર, સ્વજનથી કડવો અનુભવ થાય. નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી.

 

મીન ઃ મહત્વની મુલાકાત, ચર્ચા વિચારણા, નિર્ણયમાં વાણીની મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. વિવાદથી દૂર રહેવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૪-૦૭-૨૦૧૨, શનિવાર

 

આજથી શરૂ થતા જન્મવર્ષમાં માનસિક પરિતાપ રહે પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારી શારીરિક, માનસિક સ્વસ્થતામાં સુધારો થાય. તેમજ તમારા નોકરી, ધંધાના ક્ષેત્રમાં સ્વસ્થતાપૂર્વક ઘ્યાન આપી શકો.

 

- નોકરી-ધંધાના કામકાજમાં ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગ, નોકરચાકર, કારીગરવર્ગની તકલીફ દૂર થાય. નવા આયોજનમાં,ફેરફારીમાં તમને સાનુકૂળતા રહે. ફાયદો-લાભ થાય. હરિફવર્ગની હરિફાઈ છતાં તમે ટકી શકો. અવારનવાર આકસ્મિક કામની સફળથા, ફાયદો, લાભ, અન્યના સહકારથી થાય.

 

- વર્ષારંભે સાંસારિક પ્રશ્ને ચંિતા રહે. અવિવાહિતને વિવાહ-લગ્નની વાતચીત આવે પરંતુ રૂકાવટ રહે. પ્રશ્નનો ઉકેલ વર્ષના ઉત્તરાર્ધ તબક્કામાં આવતા આનંદ રહે. પત્નીના આરોગ્ય કે સ્વભાવના કારણે વર્ષારંભે સાંસારીક પ્રશ્નમાં, રોજીંદા કામમાં મુશ્કેલી અનુભવાય.

 

- ધર્મકાર્યમાં, આઘ્યાત્મિકતામાં, દાનપુણ્યમાં વધારો થાય. અન્યને મદદરૂપ થઈ શકો.

- સ્ત્રીવર્ગને જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ માનસિક વ્યથા-ચંિતા દૂર થતી જાય. ઘર, પરિવાર, સગાસંબંધી- મિત્રવર્ગ- પિયરપક્ષથી આનંદ રહે. ધર્મકાર્ય થાય.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં પ્રગતિ-સફળતાથી હતાશા, નિરાશા દૂર થાય. આત્મવિશ્વાસ વધતો જાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ડો. છગનને ફોન કરીને લલ્લુ બોલ્યો, ‘‘સાહેબ, મારી પત્ની છેલ્લા દસ કલાકથી મૂંગી છે.’’
‘‘તો મારું એમાં કંઇ કામ નથી,’’ ડો. છગને કહ્યું, ‘‘તે વર્લ્ડરેકર્ડ નોંધનાર કંપની પાસે જાઓ...’’

[Top]
 

આજ ની રેસીપી

લંચ બોક્સમાં ભરવા યોગ્ય વાનગીઓ

પનીર નાન

 

સામગ્રી ઃ મેંદો ૨૫૦ ગ્રામ, દહીં ૧/૨ ગ્રામ, પનીર ૧૦૦ ગ્રામ, ડુંગળી ૧ નંગ, એકાદ-બે લીલા મરચાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું.

 

રીત ઃ મેંદાને ચાળીને તેમાં અર્ધી ચમચી મીઠું ભેળવો. દહીં નાખીને બાંધો. ચાર-પાંચ કલાક પડી રહેવા દો.

 

પનીરને સારી રીતે મસળીને રાખો. ડુંગળી અને લીલા મરચાં બારીક કાપીને પનીરમાં ભેળવી દો. સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને લાલ મરચું બરાબર ભેળવો. મેંદાના નાના નાના લૂઆ બનાવી તેની અંદર પનીરનું મિશ્રણ ભરો. થોડું વણીને તંદૂરમાં અથવા ઓવનમાં શેકી લો.

 

આ નાન પુદીનાની ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે પૌષ્ટિક પણ છે. અલબત્ત, આ નાના બનાવવા માટે સારો એવો સમય જાય છે, એટલે સમય હોય ત્યારેઆ નાન બનાવી શકાય છે.

[Top]
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved