Last Update : 13-July-2012, Friday

 

મહારાષ્ટ્ર વિધિમંડળમાં
કર્ણાટક સાથેના વિવાદાસ્પદ વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાવવા ઠરાવ

સર્વાનુમતે પસાર કરાયેલા ઠરાવમાં ભાજપ પણ સામેલ ઃ વડા પ્રધાન સમક્ષ રજૂઆત કરાશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૨
સર્વોચ્ચ અદાલતનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચેના બેલગામ સહિતના વિવાદાસ્પદ વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાનો ઠરાવ મહારાષ્ટ્ર વિધિમંડળે સર્વસંમતિથી મંજૂર કર્યો હતો. દરમ્યાન કર્ણાટકના નવા મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટારે બેલગામને કર્ણાટકનો અખંડ ભાગ ગણાવ્યો હતો.
કોર્ટના મનાઈહુકમ છતાં કર્ણાટક સરકારે બેલગામને મહાનગર પાલિકાને બરખાસ્ત કરવાના નિર્ણયને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે વખોડી કાઢતાં ગેરબંધારણીય નિર્ણયની વિરુદ્ધમાં વિધાનસભામાં રજૂ કરેલાં ઠરાવને તમામ પક્ષોએ ટેકો આપ્યો હતો.
બરતરફ કરાયેલી બેલગામ મહાનગર પાલિકાને ફરીથી પ્રસ્થાપિત કરવા મુખ્યપ્રધાનની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ વડા પ્રધાનને મળશે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
છેલ્લાં પાંચ દાયકાથી કર્ણાટક રાજ્ય સાથે બેલગામ સહિત અન્ય ગામો માટે મહારાષ્ટ્રનો વિખવાદ ચાલી રહ્યો છે.
ગત ૧૦ જુલાઈએ સર્વોચ્ચ અદાલતે કર્ણાટક સરકારને જવાબ નોંધાવવા આઠ અઠવાડિયાનો સમય આપ્યો ે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ પમ વિવાદાસ્પદ વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાની માગણી કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો.
મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે કર્ણાટકના બેલગામમાં લઘુમતી ભાષા તરીકે મરાઠીને દરજ્જો અપાયો છે. તેથી ભાષાકીય લઘુમતી પંચ સમક્ષ અપીલ કરવાની પણ વિચારણા કરાઈ રહી છે.
મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે રજૂ કરેલાં પ્રસ્તાવને એનસીપીના મધુકરરાવ પિચડ, ભાજપના સુધીર મુંગટીવાર, શિવસેનાના સુભાષ દેસાઈ, શે.કા.પ.ના ગણપત દેશમુખ, મનસેના બાળા નાંદગાંવકર અને સમાજવાદી પાર્ટીના અબુ આઝમીએ ટેકો આપ્યો હતો.
કર્ણાટકમાં ભાજપની સરકાર હોવા છતાં મહારાષ્ટ્ર ભાજપે કર્ણાટક સરકારે બેલગામ મહાનગર પાલિકાને બરખાસ્ત કરવાના લીધેલાં નિર્ણયને ટીકા કરી હતી.
વિધાનપરિષદમાં વરિષ્ઠ પ્રધાન છગન ભુજબળે રજૂ કરેલાં પ્રસ્તાવને તમામ પક્ષોએ ટેકો આપ્યો હતો.
ભાજપના વિપક્ષી નેતા વિનોદ તાવડેએ બેલગામ મહાનગરપાલિકા બરખાસ્ત કરવાનો કર્ણાટક સરકારે લીધેલો નિર્ણય ગેરબંધારણીય હોવાથી તે પાછો ખેંચવામાં આવે એવી માગણી કરી હતી.
કોંગ્રેસ-એનસીપીના સભ્યોએ કર્ણાટકમાં ભાજપની સરકાર વિવાદાસ્પદ વિસ્તારમાં રહેતાં મરાઠીઓને અત્યંત પરેશાન કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
બેલગામમાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિએ સ્થાનિક મહાનગર પાલિકામાં જીત મેળવી હતી. પરંતુ સરકારે મહાનગર પાલિકાને બરખાસ્ત કરી હતી.
દરમ્યાન કર્ણાટકના નવા મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટારે સત્તા ગ્રહણ કર્યા બાદની પ્રથમ પત્રકાર પરિષદમાં બેલગામને કર્ણાટકનો હિસ્સો ગણાવતાં આ મુદ્દો પૂરો થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.
કર્ણાટકમાં રહેતાં મરાઠીઓ અત્યંત ખુશ છે અને સુરક્ષિત પણ છે પરંતુ મહારાષ્ટ્રના નેતાઓ રાજકારણ કરતાં હોવાનો દાવો કર્ણાટકના નવા મુખ્યપ્રધાને કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ

ગામની ૪૦ વર્ષ સુધીની સ્ત્રીઓને બજારમાં જવા પર પ્રતિબંધ

જગદીશ શેટ્ટારે કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા
પૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાની ઈડીએ સઘન પૂછપરછ કરી
કિમ ડેવીના પ્રત્યર્પણનો ઈનકાર કરતા ભારતે ડેન્માર્ક સાથે સંબંધ ઘટાડયા

પાક.માં ટોચના નેતાઓને કોર્ટના તિરસ્કારથી બચાવવા કાયદો

પાક.માં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ ઉ.ભારતમાં પણ ધુ્રજારી
અમેરિકી ખગોળશાસ્ત્રીઓએ પ્લુટોનો પાંચમો ઉપગ્રહ શોધ્યો
ઈન્ફોસીસના નબળા પરિણામ - ગાઈડન્સે સેન્સેક્ષ ૨૫૭ પોઈન્ટ તૂટયો ઃ આઈટી ઈન્ડેક્ષ ૨૯૦ પોઈન્ટ ગબડ્યો
સોના-ચાંદીમાં આગળ ધપતી મંદી ઃ વિશ્વ બજારમાં પડેલા નવા ગાબડાં
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ
એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ઈન્ફોસીસના ૬.૪૮ મીલીયન શેર વેચ્યા

રૃપિયો સતત નબળો પડવાને કારણે રફ હીરાની આયાતમાં મૂકાયેલો કાપ

દારા સિંહે વિશ્વસ્તરે ભારતની પરંપરાગત કુસ્તીને ગૌરવ અપાવ્યું

આઇપીએલની બેંગ્લોર ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓને હજુ પગાર ચુકવાયો નથી
 
 

Gujarat Samachar Plus

૩૫ વર્ષથી મારા મગજને ઉંઘનો આરામ મળ્યો નથી
સેન્ટ્રલ એ.સી સ્કૂલ એકાગ્રતા ખોરવે છે
વરસાદી પાણી પીવાનો ઈશ્વરીય આનંદ એક લ્હાવો
ઝેવિયર્સ કેમ્પસમાં આર્ટ એક્ઝિબિશન
૬૦ ટકા શહેરીજનોની ઈટંિગ હેબિટ ખામીયુક્ત
હવે ઘરમાં પણ વોલપેપર સજાવટનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

સિમી ગરેવાલ ૨૪ વર્ષ પછી ડાયરેક્શન કરશે
પ્રિયંકા ચોપરા ‘જંજીર’ની રિમેકમાં ગીત ગાશે
કાઈલીના શરીર પર છે કલરંિગ ટેટુ
પોલિયોની એડમાં દેખાઈ જેકીની ‘દાદગીરી’
વિરાટ કોહલી હવે પ્રભુદેવાના ઈશારા ઉપર નાચશે
બોલ બચ્ચન ૪ દિવસમાં ૫૦ કરોડ કમાણી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved