Last Update : 13-July-2012, Friday

 

કોંગ્રેસના યુવરાજને ૧૫ કરોડનું દહેજ આપવા પણ રાજી
રાહુલ ગાંધીને દીકરી પરણાવવા રાજસ્થાની મહિલાના ઉપવાસ

ગાંડપણની હદ ઃ એક શખ્સ પોતાને જીવતો સાબિત કરવા અનશન પર

નવી દિલ્હી, તા. ૧૨
નવી દિલ્હીનું જંતર મંતર અત્યાર સુધી કાળા નાણા સામે લડી રહેલા યોગગુરૃ બાબા રામદેવ અને ટીમ અણ્ણાના ઉપવાસોનું સાક્ષી રહ્યું છે. પરંતુ હવે એક મહિલાએ 'અનોખી' માગણી સાથે અહીં નવ જુલાઈથી અચોક્કસ મુદતના ઉપવાસ શરૃ કર્યા છે. મહિલા તેની પુત્રીને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી સાથે પરણાવવા માગે છે અને આ માટે તે રૃા. ૧૫ કરોડનું દહેજ આપવા પણ તૈયાર છે!
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલાનું નામ ઓમ શાંતિ શર્મા છે અને તેણે મૌન ઉપવાસ શરૃ કર્યા છે. પીળા રંગની સામાન્ય સાડી પહેરીને બેઠેલી આ મહિલા પહેલાં ગરમી અને હવે વરસાદમાં પણ અડીખમ છે. આટલું સહન કરવા પાછળનું કારણ માત્ર તેની પુત્રી માટે સારા મુરતીયા તરીકે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીને મનાવવાનું છે.
મૌન ધારણ કરીને બેઠેલી આ મહિલાએ તેની વાત રજૂ કરતું પ્લેકાર્ડ મુક્યું છે. જેમાં લખેલું છે ''રાહુલ ગાંધી સાથે મારી પુત્રીના લગ્નની માગ''. રાહુલ ગાંધી પ્રસ્તાવ સ્વીકારે તો દહેજ પેટે ૧૫ કરોડ આપવાની તૈયારી હોવાનું પણ રાજસ્થાનના જયપુરની આ મહિલાએ પ્લેકાર્ડમાં લખ્યું છે.
અન્ય એક વ્યક્તિ સંતોષ મુરતસિંહે પણ જંતરમંતર ખાતે ઉપવાસ આદર્યા છે. સિંહને તેના પરિવારે મૃત જાહેર કર્યો હોવાથી તે હવે પોતાના અસ્તિત્વને સાબિત કરવા માટે અહીં ઉપવાસ પર બેઠો છે.
ઓમ શાંતિ શર્માના ઉપવાસ અંગે પૂછાતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું જણાઈ આવે છે. તેણે દેખાવો યોજવા અંગે તંત્રની કોઈ મંજૂરી લીધી ન હોવાનો પોલીસે દાવો કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ

ગામની ૪૦ વર્ષ સુધીની સ્ત્રીઓને બજારમાં જવા પર પ્રતિબંધ

જગદીશ શેટ્ટારે કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા
પૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાની ઈડીએ સઘન પૂછપરછ કરી
કિમ ડેવીના પ્રત્યર્પણનો ઈનકાર કરતા ભારતે ડેન્માર્ક સાથે સંબંધ ઘટાડયા

પાક.માં ટોચના નેતાઓને કોર્ટના તિરસ્કારથી બચાવવા કાયદો

પાક.માં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ ઉ.ભારતમાં પણ ધુ્રજારી
અમેરિકી ખગોળશાસ્ત્રીઓએ પ્લુટોનો પાંચમો ઉપગ્રહ શોધ્યો
ઈન્ફોસીસના નબળા પરિણામ - ગાઈડન્સે સેન્સેક્ષ ૨૫૭ પોઈન્ટ તૂટયો ઃ આઈટી ઈન્ડેક્ષ ૨૯૦ પોઈન્ટ ગબડ્યો
સોના-ચાંદીમાં આગળ ધપતી મંદી ઃ વિશ્વ બજારમાં પડેલા નવા ગાબડાં
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ
એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ઈન્ફોસીસના ૬.૪૮ મીલીયન શેર વેચ્યા

રૃપિયો સતત નબળો પડવાને કારણે રફ હીરાની આયાતમાં મૂકાયેલો કાપ

દારા સિંહે વિશ્વસ્તરે ભારતની પરંપરાગત કુસ્તીને ગૌરવ અપાવ્યું

આઇપીએલની બેંગ્લોર ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓને હજુ પગાર ચુકવાયો નથી
 
 

Gujarat Samachar Plus

૩૫ વર્ષથી મારા મગજને ઉંઘનો આરામ મળ્યો નથી
સેન્ટ્રલ એ.સી સ્કૂલ એકાગ્રતા ખોરવે છે
વરસાદી પાણી પીવાનો ઈશ્વરીય આનંદ એક લ્હાવો
ઝેવિયર્સ કેમ્પસમાં આર્ટ એક્ઝિબિશન
૬૦ ટકા શહેરીજનોની ઈટંિગ હેબિટ ખામીયુક્ત
હવે ઘરમાં પણ વોલપેપર સજાવટનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

સિમી ગરેવાલ ૨૪ વર્ષ પછી ડાયરેક્શન કરશે
પ્રિયંકા ચોપરા ‘જંજીર’ની રિમેકમાં ગીત ગાશે
કાઈલીના શરીર પર છે કલરંિગ ટેટુ
પોલિયોની એડમાં દેખાઈ જેકીની ‘દાદગીરી’
વિરાટ કોહલી હવે પ્રભુદેવાના ઈશારા ઉપર નાચશે
બોલ બચ્ચન ૪ દિવસમાં ૫૦ કરોડ કમાણી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved