Last Update : 13-July-2012, Friday

 

આંધ્રમાં એસીબીનો સપાટો
જામીન માટે નોટના કેસમાં એક વધુ જજની ધરપકડ

રાજયની હાઇકોર્ટે આ જજને સસ્પેન્ડ કરી દીધા

હૈદરાબાદ,તા.૧૨
આંઘ્રપ્રદેશના ભ્રષ્ટાચારવિરોધી બ્યુરો (એસીબી)એ કર્ણાટકના પૂર્વ મંત્રી અને ગેરકાયદે ઉત્ખનનના આરોપી જી જનાર્દન રેડ્ડીને સંડોવતા જામીન સામે નોટના મામલામાં આજે એક વધુ ન્યાયાધીશને ગિરફતાર કર્યા હતા.
શહેરની સ્મોલ કોઝ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ લક્ષ્મીનરસિંહ રાવને કાલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના અધિકારીઓએ હૈદર ગુડાસ્થિત એમના ઘેર પૂછપરછ કરી હતી. અને એ પછી આજે એમની ધરપકડ કરી હતી. રાવે સર્વોચ્ચે અદાલતના રજિસ્ટ્રાર તરીકે પણ સેવા બજાવી છે.
સીબીઆઇ દ્વારા ગયા મહિને ૧૦ કરોડના તથા કથિત સૌદાને બહાર પડાયા પછી આ કિસ્સામાં ગિરફતાર થનારા લક્ષ્મી નરસિંહરાવ છઠ્ઠી વ્યક્તિ છે. જો કે આ કિસ્સામાં ગિરફતાર થયેલા તેઓ બીજા ફરજ પરના જજ છે. આ અગાઉ જી જનાર્દન રેડ્ડીને જામીન આપનાર જજ ટી.પટ્ટાભિરામ રાવને પકડવામાં આવ્યા હતા. આ કિસ્સામાં ગિરફતાર એક અન્ય આરોપીની પૂછપરછ દરમિયાન લક્ષ્મી નરસિંહરાવનું નામ ખુલ્યું હતુ. એસીબી અધિકારીઓએ એમના ઘરની તપાસ કરી હતી. આંધ્રપ્રદેશ હાઇકોર્ટે આ કિસ્સામાં લક્ષ્મી નરસિંહરાવનું નામ ખુલ્યા પછી એમને સસ્પેન્ડ કરી દીધા છે.
આ કિસ્સામાં સસ્પેન્ડ થનારા લક્ષ્મી નરસિંહરાવ ત્રીજા જજ છે. આ પહેલા શ્રી કાકુલમની ફેમિલી કોર્ટે અને સેશન કોર્ટમાં જજ પ્રભાકરરાવને પણ હાઇકોર્ટે સ્સપેન્ડ કરી દીધા છે.
પ્રસાદ રાવે જણાવ્યું કે પ્રભાકરરાવની ભૂમિકાની અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. એસીબીએ પટ્ટાભિ તથા અન્ય સાત જણ સામ ભારતીય દંડસંહિતાની કલમો અને ભ્રષ્ટાચાર વિરોધી કાનૂન હેઠળ તા.૯ જુને કેસ દાખલ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ

ગામની ૪૦ વર્ષ સુધીની સ્ત્રીઓને બજારમાં જવા પર પ્રતિબંધ

જગદીશ શેટ્ટારે કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા
પૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાની ઈડીએ સઘન પૂછપરછ કરી
કિમ ડેવીના પ્રત્યર્પણનો ઈનકાર કરતા ભારતે ડેન્માર્ક સાથે સંબંધ ઘટાડયા

પાક.માં ટોચના નેતાઓને કોર્ટના તિરસ્કારથી બચાવવા કાયદો

પાક.માં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ ઉ.ભારતમાં પણ ધુ્રજારી
અમેરિકી ખગોળશાસ્ત્રીઓએ પ્લુટોનો પાંચમો ઉપગ્રહ શોધ્યો
ઈન્ફોસીસના નબળા પરિણામ - ગાઈડન્સે સેન્સેક્ષ ૨૫૭ પોઈન્ટ તૂટયો ઃ આઈટી ઈન્ડેક્ષ ૨૯૦ પોઈન્ટ ગબડ્યો
સોના-ચાંદીમાં આગળ ધપતી મંદી ઃ વિશ્વ બજારમાં પડેલા નવા ગાબડાં
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ
એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ઈન્ફોસીસના ૬.૪૮ મીલીયન શેર વેચ્યા

રૃપિયો સતત નબળો પડવાને કારણે રફ હીરાની આયાતમાં મૂકાયેલો કાપ

દારા સિંહે વિશ્વસ્તરે ભારતની પરંપરાગત કુસ્તીને ગૌરવ અપાવ્યું

આઇપીએલની બેંગ્લોર ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓને હજુ પગાર ચુકવાયો નથી
 
 

Gujarat Samachar Plus

૩૫ વર્ષથી મારા મગજને ઉંઘનો આરામ મળ્યો નથી
સેન્ટ્રલ એ.સી સ્કૂલ એકાગ્રતા ખોરવે છે
વરસાદી પાણી પીવાનો ઈશ્વરીય આનંદ એક લ્હાવો
ઝેવિયર્સ કેમ્પસમાં આર્ટ એક્ઝિબિશન
૬૦ ટકા શહેરીજનોની ઈટંિગ હેબિટ ખામીયુક્ત
હવે ઘરમાં પણ વોલપેપર સજાવટનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

સિમી ગરેવાલ ૨૪ વર્ષ પછી ડાયરેક્શન કરશે
પ્રિયંકા ચોપરા ‘જંજીર’ની રિમેકમાં ગીત ગાશે
કાઈલીના શરીર પર છે કલરંિગ ટેટુ
પોલિયોની એડમાં દેખાઈ જેકીની ‘દાદગીરી’
વિરાટ કોહલી હવે પ્રભુદેવાના ઈશારા ઉપર નાચશે
બોલ બચ્ચન ૪ દિવસમાં ૫૦ કરોડ કમાણી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved