Last Update : 13-July-2012, Friday

 

ગુરૃવારે સવારે ૭.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા
રૃપેરી પડદાના હનુમાનજી દારા સિંહને કોઇ સંજીવની કામ ન આવી

ઉચ્ચ કોટીના આ ઝિંદાદિલ ઈન્સાનના મૃત્યુ પાછળ હું રડવા નથી માગતો, જશ્ન મનાવવા માગું છું ઃ પુત્ર વિંદુ

(પીટીઆઈ) મુંબઈ,તા.૧૨
કુશ્તીના મુકાબલામાં અનેક પહેલવાનોને હરાવીને તેમ જ ફિલ્મ-સિરિયલમાં અભિનયથી અગણિત ચાહકોના દિલ જીતીને વિદાય થયેલા જીવંત દંતકથારૃપ દારાસિંહને આજે બોલીવૂડે તેમ જ હજારો ચાહકોએ અશ્રુભીની આંખે અલવિદા કરી હતી.
છેલ્લા પાંચ દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આજે સવારે દારાસિંહે છેલ્લાં શ્વાસ લીધા હતા. ૮૪ વર્ષના દારાસિંહની અંતિમ ઈચ્છા હતી કે ઘરે જ પોતાના સ્વજનો વચ્ચે આંખ મિંચાય. આથી અંબાણી હોસ્પિટલના ડૉક્ટરોએ તેમની બચવાની આશા છોડી દેતા ગઈ મોડી રાત્રે જ દારાસિંહને જુહુના 'દારા-વિલા' માં લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે સાડા સાતે તેમનું અવસાન થયું હતું.
જુહુના 'દારા-વિલા'થી ફુલોથી શણગારેલી ટ્રકમાં દારાસિંહની સ્મશાનયાત્રા નીકળી ત્યારે બોલીવૂડના અનેક કલાકારો, કસબીઓ તેમ જ હજારો ચાહકો પોતાના પ્યારા દેશી સુપરમેનને અંતિમ વિદાય આપવા માટે સ્મશાનયાત્રામાં જોડાયા હતા. વિલે-પાર્લેની પવનહન્સ સ્મશાનભૂમિમાં દારાસિંહના અંતિમ સંસ્કાર થયા હતા.
ભરપૂર જીવન જીવી ગયેલા દારાસિંહના પુત્ર વિંદુએ કહ્યું હતું કે પિતાની વિદાય માટે હું આંસુ સારવા નથી માગતો, હું તો જશ્ન મનાવવા માગું છું. પિતાજી કેવું રૃડુ અને ધબકડું જીવન જીવી ગયા? એ તો ઝિંદાદિલ ઈન્સાન હતા. આજે દુનિયામાં કોઈ એવો માણસ ગોત્યો નહીં જડે જે પિતાજી વિશે કોઈ અણગમતી વાત કહે.
વિલેપાર્લે સ્મશાન-ભૂમિમાં વિંદુ અને બે ભાઈઓએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો, સ્મશાનમાં રિશિ કપૂર, ફરદિન ખાન, દિગ્દર્શક સાજિદ ખાન, અભિનેતા સિરિયલ સર્જક ધીરજકુમાર હાજર રહ્યા હતા.
આજે સવારે દારાસિંહના અવસાનના સમાચાર વાયુવેગે ફેલાતાની સાથે જ જુહુના નિવાસસ્થાનની બહાર ચાહકોના ટોળેટોળા જામવા માંડયા હતા. મનોજકુમાર, અભિષેક બચ્ચન, બોબી દેઉલ, તબુ, પૂજા ભટ્ટ સહિત અનેક અભિનેતા-અભિનેત્રીઓ અંતિમ દર્શન માટે પહોંચી ગયા હતા.
ગયા શનિવારે રાત્રે દારાસિંહને હાર્ટ-અટેક આવ્યા પછી તરત જ અંધેરીની અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં તેમને આઈસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ગઈ કાલે એમઆરઆઈ ટેસ્ટ કરવામાં આવતા ખબર પડી હતી કે તેમના મગજને ઓછો ઓક્સિજન મળવાને કારણે ખૂબ જ ઈજા પહોંચી છે. ડોક્ટરોએ સાજા થવાની આશા છોડી દેતા પરિવારજનોએ હોસ્પિટલમાંથી દારા સિંહને ઘરે લઈ જવાનો નિર્ણય લીધો હતો. આમ રામાયણ સિરિયલના હનુમાનની ભૂમિકામાં મૂર્છાવશ લક્ષ્મણજી માટે સંજીવની લઈ આવનારા દારાસિંહને સજીવન કરવા માટે કોઈ સંજીવની કામ નહોતી આવી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ

ગામની ૪૦ વર્ષ સુધીની સ્ત્રીઓને બજારમાં જવા પર પ્રતિબંધ

જગદીશ શેટ્ટારે કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા
પૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાની ઈડીએ સઘન પૂછપરછ કરી
કિમ ડેવીના પ્રત્યર્પણનો ઈનકાર કરતા ભારતે ડેન્માર્ક સાથે સંબંધ ઘટાડયા

પાક.માં ટોચના નેતાઓને કોર્ટના તિરસ્કારથી બચાવવા કાયદો

પાક.માં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ ઉ.ભારતમાં પણ ધુ્રજારી
અમેરિકી ખગોળશાસ્ત્રીઓએ પ્લુટોનો પાંચમો ઉપગ્રહ શોધ્યો
ઈન્ફોસીસના નબળા પરિણામ - ગાઈડન્સે સેન્સેક્ષ ૨૫૭ પોઈન્ટ તૂટયો ઃ આઈટી ઈન્ડેક્ષ ૨૯૦ પોઈન્ટ ગબડ્યો
સોના-ચાંદીમાં આગળ ધપતી મંદી ઃ વિશ્વ બજારમાં પડેલા નવા ગાબડાં
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ
એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ઈન્ફોસીસના ૬.૪૮ મીલીયન શેર વેચ્યા

રૃપિયો સતત નબળો પડવાને કારણે રફ હીરાની આયાતમાં મૂકાયેલો કાપ

દારા સિંહે વિશ્વસ્તરે ભારતની પરંપરાગત કુસ્તીને ગૌરવ અપાવ્યું

આઇપીએલની બેંગ્લોર ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓને હજુ પગાર ચુકવાયો નથી
 
 

Gujarat Samachar Plus

૩૫ વર્ષથી મારા મગજને ઉંઘનો આરામ મળ્યો નથી
સેન્ટ્રલ એ.સી સ્કૂલ એકાગ્રતા ખોરવે છે
વરસાદી પાણી પીવાનો ઈશ્વરીય આનંદ એક લ્હાવો
ઝેવિયર્સ કેમ્પસમાં આર્ટ એક્ઝિબિશન
૬૦ ટકા શહેરીજનોની ઈટંિગ હેબિટ ખામીયુક્ત
હવે ઘરમાં પણ વોલપેપર સજાવટનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

સિમી ગરેવાલ ૨૪ વર્ષ પછી ડાયરેક્શન કરશે
પ્રિયંકા ચોપરા ‘જંજીર’ની રિમેકમાં ગીત ગાશે
કાઈલીના શરીર પર છે કલરંિગ ટેટુ
પોલિયોની એડમાં દેખાઈ જેકીની ‘દાદગીરી’
વિરાટ કોહલી હવે પ્રભુદેવાના ઈશારા ઉપર નાચશે
બોલ બચ્ચન ૪ દિવસમાં ૫૦ કરોડ કમાણી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved