Last Update : 13-July-2012, Friday

 

ઉ.પ્રદેશના લખનઉની ઘટના
ઉ.પ્ર.ના પોલીસ સ્ટેશનમાં દલિત મહિલા પર PSIનો બળાત્કારનો પ્રયાસ

આરોપીની ધરપકડ ઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસ્યાનો ભાજપનો આક્ષેપ
(પી.ટી.આઈ.) લખનઉ, તા. ૧૨
ઉત્તર પ્રદશના લખનઉ ખાતેના એક પોલીસ સ્ટેશનમાં દલિત મહિલા પર બળાત્કારનો પ્રયાસ કરવાના આરોપસર પીએસઆઈને સસ્પેન્ડ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્યમાં પોલીસ કર્મીની સંડોવણીવાળા અપરાધો વધી રહ્યા હોવાનો આક્ષેપ મૂકીને ભાજપે દાવો કર્યો હતો કે ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી છે અને સમાજવાદી પક્ષની સરકારે પોલીસ તંત્ર પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે.
પોલીસ પ્રવકતાએ જણાવ્યું હતું કે દલિત મહિલાએ ગઈરાત્રે પોલીસ સ્ટેશનમાં તેની છેડતી થયાની કરેલી ફરિયાદના આધારે પીએસઆઈ કામતાપ્રસાદ અવસ્થિની ધરપકડ કરવામાં આવી છે. અવસ્થિએ મહિલાને માલ પોલીસ સ્ટેશનમાં તેના સત્તાવાર ક્વાટરખાતે બોલાવીને તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના સંદર્ભે અન્ય બે અધિકારીઓને પણ પદપરથી દૂર કરાયા છે.
આ મહિલાએ પાડોશી સાથેની તકરારના પગલે નવ મહિના અગાઉ ફરિયાદ નોંધાવી હતી. ગઈરાત્રે અવસ્થિએ બળાત્કારનો પ્રયાસ કરતાં આ મહિલા જીવ બચાવવીને ભાગી છૂટી હતી.
છેલ્લા ચાર મહિના દરમિયાન પોલીસ કર્મીની સંડોવણીવાળા અન્ય પણ કેટલાક કિસ્સા ઉત્તર પ્રદેશમાં સપાટી પર આવ્યા છે. ૨૬મી મેના રોજ બદૌન જીલ્લામાં એક છોકરી પર પોલીસ સ્ટેશનમાં જ બળાત્કાર થયો હતો. આવી જ અન્ય એક ઘટનામાં ૭મી જુનના રોજ ફિરોઝાબાદ જિલ્લામાં પોલીસકર્મી અને હોમગાર્ડે મહિલા પર ગેંગરેપ કર્યો હતો.
૨૭મી જુનનારોજ લખનઉ પોલીસે એક મંદબુદ્ધિના યુવકને ઢોર માર માર્યો હતો અને બીજી જુલાઈના રોજ બારાબંકિમાં એક તબીબ પોલીસકર્મીના હુમલાનો ભોગ બન્યો હતો.
ભાજપે ઉત્તરપ્રદેશની સપા સરકાર પોલીસ તંત્ર પર નિયંત્રણ ગુમાવી ચૂકી હોવાનો આરોપ મૂક્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાનું પણ ભાજપનું કહેવું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ

ગામની ૪૦ વર્ષ સુધીની સ્ત્રીઓને બજારમાં જવા પર પ્રતિબંધ

જગદીશ શેટ્ટારે કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા
પૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાની ઈડીએ સઘન પૂછપરછ કરી
કિમ ડેવીના પ્રત્યર્પણનો ઈનકાર કરતા ભારતે ડેન્માર્ક સાથે સંબંધ ઘટાડયા

પાક.માં ટોચના નેતાઓને કોર્ટના તિરસ્કારથી બચાવવા કાયદો

પાક.માં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ ઉ.ભારતમાં પણ ધુ્રજારી
અમેરિકી ખગોળશાસ્ત્રીઓએ પ્લુટોનો પાંચમો ઉપગ્રહ શોધ્યો
ઈન્ફોસીસના નબળા પરિણામ - ગાઈડન્સે સેન્સેક્ષ ૨૫૭ પોઈન્ટ તૂટયો ઃ આઈટી ઈન્ડેક્ષ ૨૯૦ પોઈન્ટ ગબડ્યો
સોના-ચાંદીમાં આગળ ધપતી મંદી ઃ વિશ્વ બજારમાં પડેલા નવા ગાબડાં
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ
એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ઈન્ફોસીસના ૬.૪૮ મીલીયન શેર વેચ્યા

રૃપિયો સતત નબળો પડવાને કારણે રફ હીરાની આયાતમાં મૂકાયેલો કાપ

દારા સિંહે વિશ્વસ્તરે ભારતની પરંપરાગત કુસ્તીને ગૌરવ અપાવ્યું

આઇપીએલની બેંગ્લોર ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓને હજુ પગાર ચુકવાયો નથી
 
 

Gujarat Samachar Plus

૩૫ વર્ષથી મારા મગજને ઉંઘનો આરામ મળ્યો નથી
સેન્ટ્રલ એ.સી સ્કૂલ એકાગ્રતા ખોરવે છે
વરસાદી પાણી પીવાનો ઈશ્વરીય આનંદ એક લ્હાવો
ઝેવિયર્સ કેમ્પસમાં આર્ટ એક્ઝિબિશન
૬૦ ટકા શહેરીજનોની ઈટંિગ હેબિટ ખામીયુક્ત
હવે ઘરમાં પણ વોલપેપર સજાવટનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

સિમી ગરેવાલ ૨૪ વર્ષ પછી ડાયરેક્શન કરશે
પ્રિયંકા ચોપરા ‘જંજીર’ની રિમેકમાં ગીત ગાશે
કાઈલીના શરીર પર છે કલરંિગ ટેટુ
પોલિયોની એડમાં દેખાઈ જેકીની ‘દાદગીરી’
વિરાટ કોહલી હવે પ્રભુદેવાના ઈશારા ઉપર નાચશે
બોલ બચ્ચન ૪ દિવસમાં ૫૦ કરોડ કમાણી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved