Last Update : 12-July-2012, Thursday

 

ભવિષ્યના થિન્કીંગ કોમ્પ્યુટરો!

- મન્નુ શેખચલ્લી

વૈજ્ઞાનિકો કહે છે કે આવનારાં દસેક વરસમાં કોમ્પ્યુટરો માણસની જેમ વિચારતાં થઇ જશે! ઓ.કે. એ તો સમજી ગયા. પણ કયો માણસ?... કારણ કે...
* * *
જો કોમ્પ્યુટરો સોનિયા ગાંધીની જેમ વિચારતાં હશે તો એમાંથી દર વખતે એક જ મેસેજ આવશે ''યૉર ફાઇલ નોટ ફાઉન્ડ!''
* * *
જો કોમ્પ્યુટરો મનમોહનસિંહની જેમ વિચારતાં હશે તો આપણે જેવો કોઇ કમાન્ડ આપીએ કે તરત બોલી ઉઠશે ઃ ''યસ મેડમ!!''
* * *
જો કોમ્પ્યુટરો રાહુલ ગાંધીની જેમ વિચારતાં હશે તો એના પર ડિસ્પ્લે બહુ રૃપાળો હશે પણ વરસે બે પાંચ દિવસ માટે જ ઓપન થશે! ... અને એ પણ કોઇ આદિવાસી વિસ્તારમાં જ!
* * *
જો કોમ્પ્યુટરો આપણા વયોવૃધ્ધ વડીલ વાજપેયીની જેમ વિચારતાં થઇ જાય તો એવું બને કે દસ સેકન્ડ માટે ચાલે અને વીસ સેકન્ડ માટે હેન્ગ થઇ જાય!
* * *
જો કોમ્પ્યુટરો આપણા મુખ્યંત્રીશ્રીની જેમ ચાલતાં થઇ જાય તો એવું થાય કે તેને કંઇ કમાન્ડ આપો એ પહેલાં અંદરથી જ એક જોરદાર અવાજ આવે ઃ ''એક મિનીટ! કમાન્ડ તો હું જ આપીશ...! તમારે માત્ર અમલ કરવાનો છે...''
* * *
જો કોમ્પ્યુટરો કેશુબાપાની જેમ વિચારતાં હોત તો થોડી થોડી વારે આપણને ચેતવણી જ આપ્યા કરતાં હોત ઃ ''સાચવજો! સંભાળજો! ચારે બાજુ વાયરસનો ભય છે! તમારા કોમ્પ્યુટર પર એક રાક્ષસે કબજો જમાવ્યો છે... પણ ચિંતા ના કરો એનું 'માઉસ' મારી પાસે છે...''
* * *
જો કોમ્પ્યુટરો દાઉદ ઈબ્રાહીમની જેમ વિચરવા લાગે તો દરરોજ સવારે તમને ઊંઘમાંથી ઊઠાડે ઃ ''એ શાણે! આજ જીન્દા રૈને કા હૈ કિ નંઇ? અગર રૈને કા હૈ તો ફટાફટ ક્રેડીટ કાર્ડ સે આજ કા હપ્તા ટ્રાન્સફર કર!''
* * *
અને જો કોમ્પ્યુટરો મારી તમારી જેમ, એટલે કે સામાન્ય માણસોની જેમ વિચારતાં હોત તો વારંવાર એમાંથી આપણને ફરિયાદો સંભળાતી હોત ઃ

''ભૈશાબ, વારેઘડીએ માઉસ વડે ગલગલિયાં ના કરો ને!''
Share |
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved