Last Update : 12-July-2012, Thursday

 

દિશાહીન વિવાદ

હોબાળો તો એવો થયો જાણે કાનૂનમંત્રી સલમાન ખુર્શીદે ભારતની પરમાણુશક્તિ વિશેની કોઇ ગુપ્ત માહિતી બહાર પાડી દીધી. બાકી, એમણે શું કહ્યું હતું? એટલું જ કે 'કોંગ્રેસની નવી પેઢીના નેતા રાહુલ ગાંધી તરફથી પક્ષને વૈચારિક દિશા નથી મળતી- એની ખોટ વરતાય છે, એ પક્ષની સમસ્યાઓનું મૂળ છે. અત્યાર સુધી રાહુલ ગાંધીના વિચારની ફક્ત ઝલક જોવા મળી છે. પરંતુ એમણે પોતાના બધા વિચારોને સાંકળીને કોઇ ભવ્ય જાહેરાત કરી નથી. આ સમય (કોંગ્રેસીઓ માટે) પ્રતીક્ષાનો છે.'
ખુર્શીદે એમ પણ કહ્યું હતું કે નવા પડકારોનો સામનો કરવા માટે પક્ષને નવી વિચારસરણીની જરૃર છે. ૧૯૯૦ના દાયકામાં પક્ષે જે રીતે નવા પડકાર ઝીલ્યા હતા, એવી જ રીતે પક્ષના યુવા નેતા રાહુલ ગાંધી અત્યારે પક્ષને આગળ લઇ જાય એની જરૃરિયાત છે. રાહુલ ગાંધીની ભૂમિકા વિશે તેમણે કહ્યું કે તે પક્ષનાં બેશક (વડાપ્રધાન પછી) બીજા નંબરના નેતા છે. પરંતુ હજુ સુધી તેમણે હોદ્દેદાર તરીકે એ સ્થાનની જવાબદારી સ્વીકારી નથી. એટલે રાહુલ પોતાનું સ્થાન સંભાળે ત્યાં સુધી  અમારે રાહ જોવાની રહે છે.
લોકશાહીના પક્ષીય રાજકારણમાં આ પ્રકારની ટીપ્પણીઓની  નવાઇ હોતી નથી. ખુર્શીદે આમ કહીને પક્ષદ્રોહ કે પક્ષવિરુદ્ધ રણશીંગું ફૂંક્યું હોય એવું પણ બિલકુલ નથી. ખુર્શીદે ફક્ત એટલું જ કહ્યું છે, જે રાજકારણમાં પ્રાથમિક રસ ધરાવતા સૌ કોઇ જાણે છે. શું એ વાત સૌ સ્વીકારતા નથી કે રાહુલ ગાંધી પર કોંગ્રેસને મોટી આશા છે? શું એ પણ કોંગ્રેસી સહિતના સૌ કોઇ સ્વીકારતા નથી કે પહેલાં બિહાર અને પછી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં રાહુલ ગાંધીને નિષ્ફળતા મળી છે? ત્યાર પછી રાહુલ ગાંધી જાહેર જીવનમાંથી અને દેશની જાહેર બાબતોમાંથી તેમ જ સમાચારોમાંથી પણ અદૃશ્ય થઇ ગયાની લાગણી ઊભી થઇ નથી? તો પછી ખુર્શીદે જે કહ્યું તેમાં ખોટું કે વધારાનું કે અપમાનજનક શું છે?
હા, પ્રસાર માધ્યમોએ તેમનાં વિધાનોનું સરળીકરણ ચોક્કસ કર્યું છે. પરંતુ એ મૂળ વિધાનો કરતાં સાવ ખોટું નથી. ખુર્શીદના રાહુલ ગાંધી વિશેના વિધાનોનો વિચારવિસ્તાર કરવામાં આવે તો તેનો અર્થ એ જ નીકળે જે પ્રસાર માધ્યમો ઉપરાંત વિરોધ પક્ષોએ પણ હોંશે હોંશે કાઢી બતાવ્યો છેઃ 'કોંગ્રેસ દિશાવિહીન છે.' ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે પોતાના બટકબોલાપણા માટે વગોવાઇ ચૂકેલા સલમાન ખુર્શીદ આવું બોલે તો એમાં નવાઇ ન લાગે. પરંતુ તેમનું મૂળ વિધાન શબ્દો બરાબર 'ગોઠવીને કરાયેલું હતું. 'મેરે કહનેકા મતલબ યે નહીં થા' માટે પણ એમાં પૂરતી જગ્યા હતી, જેનો સલમાન ખુર્શીદે બરાબર ઉપયોગ કર્યો.
અપેક્ષા પ્રમાણે વિપક્ષો સલમાન ખુર્શીદની આ 'નિખાલસતા' કે 'ભૂલથી ઉચ્ચારાઇ ગયેલા સત્ય' પર વારી વારી ગયા. યુપીએ સરકારના કાયદાપ્રધાન માનતા હોય કે કોંગ્રેસ દિશાવિહીન છે, તો પછી વિપક્ષો તેમાં સૂર પુરાવવામાં કસર છોડે? પછી જે શરૃ થયું તે છીછરું રાજકારણ હતું, જેને વાસ્તવિકતા સાથે કશી લેવાદેવા ન હતી. તે માત્ર ને માત્ર ચેનલોને સામગ્રી અને રાજકારણના કીડાઓને મનોરંજન આપવા માટે થઇ રહ્યો હોય એવો ઘટનાક્રમ હતોઃ ખુર્શીદે ફેરવી તોળ્યું. ચેનલો પર વિવિધ પક્ષના નેતાઓ રાબેતા મુજબ લડાલડી અને સામસામી આક્ષેપબાજી કરવા માટે આવી ગયા. ખુર્શીદ પાસે પક્ષે ખુલાસો માગ્યો એટલે તેમણે પત્રકાર પરિષદ બોલાવીને ચોખવટ કરવી પડી. એટલું જ નહીં, એવું પણ કહેવું પડયું કે હવેથી આવી બધી બાબતોની ચર્ચા તે પ્રસાર માધ્યમો સમક્ષ નહીં, પણ પક્ષની બેઠકોમાં કરશે. 
કઇ વાતો પક્ષમાં થાય ને કઇ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ સાથે, એ ખુર્શીદ જેવા નેતાએ શીખવાનું હોય? પરંતુ મૂળ મુદ્દો ખુર્શીદ શું બોલ્યા તેની સાથોસાથ એ પણ છે કે રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની પરિસ્થિતિ કેવી છે. કોંગ્રેસમાં જાણે ગાંધી પરિવાર વિરુદ્ધ કોઇ પણ બોલ્યું એટલે રાજદ્રોહ જેવી સ્થિતિ સર્જાઇ જાય છે. વ્યક્તિવાદી રાજકારણની એ તાસીર હોય છે ઃ સફળતા મળે તો એનો બધો જશ સાહેબનો, પણ નિષ્ફળતા મળે તો બધી જવાબદારી કર્મચારીઓની. બિહાર અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની હાર પછી સોનિયા ગાંધીએ પક્ષની આંતરિક જૂથબંધીનો વાંક કાઢ્યો હતો. ઉત્તર પ્રદેશમાં અમેઠી-રાયબરેલી લોકસભા બેઠકોમાં આવતી વિધાનસભા બેઠકો પર, ગાંધી પરિવારના સભ્યોના અંગત રસ અને પ્રચાર છતાં, કોંગ્રેસનો દેખાવ કરૃણ હતો. પરંતુ એ માટે હરામ છે જો કોઇ કોંગ્રેસી રાહુલ ગાંધી કે ગાંધી પરિવારને જવાબદાર ઠેરવી શકે તો.

કોંગ્રેસની હીનતા વિશે ખુર્શીદના નિવેદનથી ભાજપના પ્રવક્તાઓ ખુશખુશાલ થતા હોય અને આક્રમક નિવેદનો ફટકારતા હોય, ત્યારે જબરું જોણું થાય છે. કર્ણાટકમાં ભ્રષ્ટાચારના આરોપથી ખરડાયેલા યેદ્દીયુરપ્પાના ઇશારે જેને નાચવું પડતું હોય અને યુપીએ સરકારની નિષ્ફળતાનો જે બિલકુલ ફાયદો ન ઉઠાવી શક્યો હોય એવો પક્ષ ભાજપ કોંગ્રેસની દિશાહીનતાની વાત કરે ત્યારે કાજળ કલાડાની કાળાશ પર હસતું હોય એવું લાગે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved