Last Update : 12-July-2012, Thursday

 

ફલડ મેનેજમેન્ટ પૂરમાં ધોવાઈ જાય છે.
વરસાદની પોકળ આગાહીઓ ક્યાંક પાણીની તંગી, ક્યાંક પૂર

 

- વૈજ્ઞાનિક ઉપકરણો નહોતાં  ત્યારે કિસાનો વરસાદની બાબતે સચોટ હતા...

 

વરસાદ મોડો છે છતાં મન મુકીને વરસતો નથી એ ફરીયાદ સાંભળવા મળે છે. જુન મહિનો આવતાં જ વરસાદ અંગેની આગાહીઓ શરૃ થઈ જાય છે પરંતુ હવામાન ખાતુ વિશ્વસનીયતા ગુમાવતું જાય છે, ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ વારંવાર હાસ્યાસ્પદ બની ચૂકી છે. એક સમય હતો કે બંધાતા વાદળો અને પવનની દિશા તેમજ વેગ જોઈને વરસાદની ચોક્કસ આગાહી થતી હતી. કિસાનો પણ આકાશ સામું જોઈને આગાહી કરતા હતા પરંતુ હવે વિજ્ઞાાનના યુગમાં હવામાન જાણવાના અનેક નવા સંશોધનનો થતા રહ્યા પરંતુ તેમાં કોઇ એક્યુરસી જોવા મળી નહોતી. ભયાનક સુનામી આવ્યા પછીતો આ હવામાનની આગાહી કરતા ઉપકરણો વિવાદમાં આવી ગયા હતા. વાવાઝોડું, પૂર, ચક્રવાત વગેરેની ચોક્કસ આગાહીના અભાવે મોટાપાયે જાનહાની થતી હતી.
તાજેતરમાં એક તરફ તમામ રાજ્યો વરસાદની ચાતક નજરે રાહ જોતા હતા ત્યારે આસામમાં પૂરના પાણી ફરી વળયા હતા. રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં ફરી વળેલા આ પાણીએ ૭૭ લોકોનો ભોગ લીધો હતો અને ૧૦ લાખ લોકોને સ્થળાંતર કરવું પડયું હતું.
 પૂરના આતંકની ભારતમાં વર્ષે દહાડે ૧૮૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષ દરમ્યાનના એવરેજ મૃત્યુના આંક જોઇએ તો ૧૨ વર્ષ અંદાજે ૧૬૦૦ લોકો પૂરના કારણે મૃત્યુ પામે છે. પૂરના કારણે ખેતીને ૬૦૦ કરોડ રૃપિયાનું નુકશાન થાય છે.
તાજેતરમાં આસામના પૂરની સ્થિતિએ પહોંચી વળવા સરકારે ૫૦૦ કરોડ મંજૂર કર્યા છે તે આવકારદાયક છે.
ભારત પર શાસન કરતા અંગ્રેજો સમજી ગયા હતા કે વરસાદની આગાહી મહત્વની છે. તેની સાથે કૃષિ ઉત્પાદન સંકળાયેલું છે. ૧૭૮૫માં કલકત્તામાં હવામાન જાણવા માટેની કચેરી ઊભી કરાઈ. ત્યારબાદ ૧૭૯૬માં મદ્રાસ (ચેન્નાઈ) ખાતે અને મુંબઈમાં ૧૮૨૬માં હવામાન ખાતાની કચેરી ઊભી કારઈ હતી. ૧૮૭૫માં સમગ્ર ભારતની હવામાન કચેરી ઊભી કરી હતી. જોકે ક્યાં કેટલો વરસાદ પડશે એવી આગાહીઓ આપતી આ કચેરી લગભગ નિષ્ફળ જતી હતી. વર્ષોથી અટવાતી જતી આ સિસ્ટમ અંગે નવા ઉપકરણો આવ્યા છતાં વરસાદની સાચી આગાહી થઈ શકતી નથી.
વરસાદ સાથે સમગ્ર સમાજ જીવનનો દોર સંકળાયેલો છે. ક્યાંક વિજળીની અછત છે તો મુંબઈ જેવા મોટા શહેરોમાં પાણીની અછત છે. જ્યાં મોટા બંધ છે ત્યાં પીવાના પાણીની સ્થિતિ આસાન બની છે. પરંતુ વરસાદના અભાવે બંધોમાં પાણીની સપાટી ઓછી થઈ છે.
પૂર સામે રક્ષણ મેળવવામાં ભારતે કોઈ કામ કર્યું નથી એવું નથી, ભારતમાં ફલડ પ્રુફીંગ જેવી સિસ્ટમ અપનાવાઈ હતી જેમાં પૂરના પાણી જ્યાં અસર કરે તે વિસ્તારો માર્ગો વગેરેને ઉંચા લઈ જવાયા હતા. ઉત્તર પ્રદેશમાં તેનો અમલ કરાયો હતો. પરંતુ પૂરના તોફાની પાણીઓ ઉંચાઈ પર ચઢી જતા હતા અને નુકશાન કરતા હતા.
પૂરના પાણી સામે માનવનો પ્રતિકાર નિષ્ફળ રહ્યો છે. પૂરએ કુદરતી છે. હવે જે નવો કોન્સેપ્ટ છે તે 'પૂર સાથે જીવતા શીખો' તે છે જેમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણી અને ખોરાકી ચીજો સાથેની ઉંચી ઈમારતો બાંધીને તેમાં લોકો ટેમ્પરી આશરો લઈ શકે તે માટે આયોજન કરાયું હતું. ૧૯૯૦ના દાયકામાં શરૃ કરાયેલું આ પ્લબીંગ ભ્રષ્ટાચારના આરોપો બાદ અભરાઈએ ચઢાવી દેવાયું હતું પરંતુ હવે ૧૨મી પંચવર્ષીય યોજનામાં તેને સ્થાન મળશે એમ મનાય છે. ફલડ મેનેજમેન્ટની કેન્દ્રિય કમિટીમાં ૨૩ સભ્યો છે. ૨૦૦૭-૨૦૧૨ દરમ્યાન કેન્દ્રએ ફલડ મેનેજમેન્ટ પાછળ ૧૦ હજાર કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેઈએ આ પૂરની સ્થિતિ ખાળવા તેમજ દેશભરમાં પાણીની અછત દૂર કરવા મહત્વકાંક્ષી પ્લાન તૈયાર કર્યો હતો. દેશની તમામ નદીઓ જોડવાનો આ પ્લાન એક તરફ સખત પાણી અને બીજી તરફ પાણીની સખત અછતની સમસ્યા દૂર કરી શકત. પૂરમાં લાખો લીટર પાણી વહી જાય છે તેનો ઉપયોગ થઈ શકતો નથી. જ્યારે ભારતમાં પાણીની ઠેર-ઠેર તંગી છે ત્યારે વહી જતું પાણી ચિંતાનો વિષય છે.
વડા પ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આસામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા ત્યારે તેમની નજર સામે લાખ્ખો લીટર પાણી વહી જતું હતું. આ પાણી કોઈના ઉપયોગમાં ના આવ્યું, વચ્ચે જે આવ્યું તેનો ખાત્મો બોલાવતા આ પાણીએ લાખ્ખો લોકોને બેઘર કર્યા હતા.

હેલિકોપ્ટરમાં બેસીને વહી જતું પાણી જોયા કરતા આ સત્તાધીશોને આ પાણીનાં સંગ્રહ કરવાનો કોઈ વિચાર આવ્યો હોત તો તે મુલાકાત ભાવિ ભારત માટે સફળ ગણાત...

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 

 

 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved