Last Update : 12-July-2012, Thursday

 
પ્રણવ મુખરજીએ કોંગ્રેસથી અલગ પક્ષ કેમ સ્થાપેલો?

- ગાંધીકુટુંબ અને કોંગ્રેસને વફાદાર પ્રણવ મુખરજી જેવા નેતા મળવા મુશ્કેલ છે
- દુનિયાના શ્રેષ્ઠ ''નાણાપ્રધાન'' તરીકે દુનિયા એમને ઓળખે છે

પોતાનું અપમાન થતું હોય કે ઉપેક્ષા થતી હોય છતાં પ્રણવ મુખરજીએ ગાંધીકુટુંબ તથા સોનિયા ગાંધી પ્રત્યેની વફાદારીમાં જરા પણ ડાઘ પડવા દીધો નથી.
અત્યારે પણ તેઓ બીજા નંબરે સત્તાસ્થાને હતા તેમજ વડાપ્રધાન મનમોહનસિંહ કરતાં પણ વધુ સોનિયા, કોંગ્રેસ અને સરકારના સંકટમોચક પણ હતા છતાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનું નક્કી થયું એટલે કશું જ બોલ્યા વિના માન્ય કરી દીધું!
૭૭ વર્ષના આ બ્રાહ્મણના ૫૨ વર્ષના પુત્ર અભિજીત મુખરજી જેમણે ગયા વર્ષે ''સેઈલ''ની નોકરી છોડીને કોંગ્રેસી ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી જીતી અને હવે પ્રણવદાની જાંગીપુરની લોકસભાની બેઠક ઉપરથી ઊભા રહેવાનું વિચારે છે... તેઓ કહે છે કે, એમના પિતાએ ૧૯૬૯માં જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચન્દ્ર ઉપર પગ મૂકેલા ત્યારે રાજ્યસભામાં (સંસદ)માં પગ મૂકેલા. ૧૯૭૩માં તેઓ કેન્દ્રના પ્રધાન થયા અને ૧૯૭૫ તથા ૧૯૮૧માં લોકસભામાં ચૂંટાયા હતા. ઇંદિરા ગાંધીને એમના પ્રત્યે કુણી લાગણી હતી એટલે એમને ૧૯૮૨માં નાણાપ્રધાન બનાવ્યા. એ દિવસો પ્રણવદા માટે ગુલાબની પથારી જેવા હતા. ઈંદિરા ગાંધી એમના મગજનો અવારનવાર લાભ લેતા. પરંતુ ૧૯૮૪ના ૩૧ ઓકટોબરે ઈંદિરા ગાંધીને એના સંરક્ષકે ગોળીઓથી વીંધી નાંખ્યા પછી એમના દિવસો ચત્તાઉંધા થઇ ગયા.
એ વખતે રાજીવ ગાંધી અને પ્રણવ મુખરજી બંગાળમાં હતા. એ બન્ને તરત જ વિમાનમાં જવા સાથે ઉપડયા.
એ ઉડ્ડયન દરમ્યાન બન્ને વચ્ચે શું વાતચીત થઇ હશે એ વિષે જાતજાતની વાતો પ્રચલિત છે. દા.ત. રાજીવે સ્વાભાવિક છે કે એવો સવાલ પૂછ્યો હોય કે, હવે શું? વચગાળાના વડાપ્રધાન કોણ થઇ શકે? (વગેરે) એ વખતે પ્રણવદાએ સીધો અને સલામત જવાબ આપ્યો હોય કે, નેહરૃના અને શાસ્ત્રીજીના અવસાન પછી જેઓ સીનીયર મોસ્ટ હતા એમને વચગાળાના વડાપ્રધાન બનાવેલા.
આ જવાબનો એવો અર્થ કરવામાં આવ્યો કે ઈંદિરાના પ્રધાનમંડળમાં પ્રણવદા જ સીનીયર મોસ્ટ હતા એટલે વડાપ્રધાન બનવાની એમની ઈચ્છા હોવી જોઇએ.
પ્રણવદા એ જવાબ આપીને વિમાનના પાછળના ભાગે જઇને ઈંદિરાજીના અવસાન બદલ રડવા લાગેલા એવું કહેવામાં આવે છે.
પરિણામે રાજીવ ગાંધીથી તેઓ દૂર થઇને બેઠેલા.
રાજીવ સાથેનો એ ટૂંકો પ્રવાસ પ્રણવદાના જીવનનો કમનસીબ પ્રવાસ બની રહ્યો. એવી વાતો ફેલાય કે, પ્રણવદાને વડાપ્રધાન બનવું છે. એ અફવાને મીડીયામાં બેઠેલા રાજીવના ઢોલ વગાડનારાઓએ એવી રીતે ફેલાવી કે, પ્રણવદાએ વડાપ્રધાન બનવા માટે પોતાનો દાવો રાજીવ સમક્ષ રજૂ કર્યો. (એક નાનકડી વાત કેવું સ્વરૃપ લે છે એ જોવાનું છે)
રાજાશાહીના વખતમાં રાજમહેલનું રાજકારણ જેવું ખેલાતું હતું એવું આમાં પણ ખેલવામાં આવ્યું. રાજીવ ગાંધીની કાન ભંભેરણી એટલી બધી કરવામાં આવી કે, એ વખતે કોંગ્રેસે પ્રચંડ બહુમતિ (૪૧૫ બેઠકો મેળવેલી. નેહરૃ કે ઈંદિરાના વખતમાં પણ એટલી બેઠકો કોંગ્રેસે નહીં મેળવેલી) મેળવ્યા પછીના પ્રધાનમંડળમાં પ્રણવદાને ઉડાડી દેવામાં આવ્યા. એમને મહત્ત્વાકાંક્ષીની છાપ આપવા સાથે ભ્રષ્ટાચારી અને લુચ્ચા હોવાની છાપ મારવામાં આવી એટલું જ નહીં પણ એમને કોંગ્રેસમાંથી કાઢી મૂકવાનું રાજીવ ઉપર દબાણ કરવામાં આવ્યું અને એમને ખરેખર કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા!
એ તો ઠીક, એમનો પાસપોર્ટ લઇ લેવામાં આવ્યો અને દિલ્લી તથા કલકત્તાના એમના રહેઠાણો ઉપર દરોડા પાડવામાં આવ્યા!
છેવટે પ્રણવે રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ પાર્ટી નામનો નવો પક્ષ શરૃ કર્યો જેણે ૧૯૮૭માં બંગાળની ચૂંટણી લડી પણ એક પણ સીટ એ જીતી શક્યા નહીં. રાજ્યસભામાં પણ તેમને ચૂંટવામાં ન આવ્યા. સંસદસભ્ય તરીકે તેઓ ૧૭ વર્ષ રહ્યા પછી એ એ વર્ષથી ન રહ્યા.
રાજીવ ગાંધીનો ઈરાદો પ્રણવદાને વધુમાં વધુ અપમાનિત કરીને નીચા દેખાડવાનો હતો.
આપણા દેશના જેઓ રાષ્ટ્રપતિ બની રહ્યા છે એમના જીવનના એ ૧૯૮૫થી ૮૮ સુધીના વર્ષો ઘણાં જ ખરાબ અને નિરાશાજનક હતા.
રાજીવ ગાંધીની ચમચાઓએ એટલી બધી ભંભેરણી કરેલી કે પ્રણવદાના પિતા કામદા કિંકર મુખરજીના અવસાનના સમચાર પ્રણવદાએ જાતે પત્ર લખીને રાજીવને આપેલા ત્યારે પણ રાજીવનો આશ્વાસનનો ળલતો જવાબ મળવાની પ્રણવદાની ઈંતેજારી એળે ગઇ હતી. એ પછી પ્રણવ જ્યારે રાજીવને મળેલા ત્યારે રાજીવે કહેલું કે એવો કોઇ પત્ર એમને મળ્યો જ નહોતો.
સોનિયા ગાંધીની જીવનકથાના અને ''૨૪, અકબર રોડ'' પુસ્તકના લેખક રશીદ કીડવાઇ માને છે કે પ્રણવદા કોંગ્રેસ અને ગાંધી કુટુંબને એટલા બધા વફાદાર રહ્યા છે કે બીજા સત્તાલાલસુ કોંગ્રેસીઓને એમની ઈર્ષ્યા અને ભય લાગતો હતો. ઈંદિરાના મૃત્યુ પછી રાજીવના આંતરિક વર્તુળમાં ઘણા નવા ચહેરા ઘુસી ગયા હતા અને એમની ચમચાગીરી કરીને પોતાનો સ્વાર્થ સાધતા હતા.
રાજીવ ગાંધી અને પ્રણવદા વચ્ચેનો આ અંટસ પ્રણવદાના મિત્ર જી.કે. મુપનારે દૂર કરી આપેલો જેના પરિણામે છેવટે પ્રણવદાને કોંગ્રેસના મીડીયા સેલનો ચાર્જ સોંપવામાં આવેલો. એમને કોંગ્રેસના પ્રવકતા બનાવવામાં આવ્યા પરંતુ એથી આગળ કશું જ નહીં.
બાકી પ્રણવદાનો જો એમણે સાથ રાખ્યો હોત તો રાજીવની પ્રતિષ્ઠાને આંચ પહોંચાડનાર બોફોર્સનું ભાજપ અને વી.પી. સિંહે ઊભું કરેલું પ્રકરણ, જેના કારણે ૧૯૮૯ની ચૂંટણીમાં કોંગ્રેસને પરાજય સહેવો પડયો એ બન્યું ન હોત.
પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન થયા ત્યાં સુધી પ્રણવદાએ આગળ વધવા માટે રાહ જોવી પડી. નરસિંહરાવે એમને આયોજન પંચના વડા બનાવ્યા અને ૧૯૯૩માં એ ફરી રાજ્યસભા દ્વારા સંસદમાં પ્રવેશ્યા અને તરત જ એમને કેબીનેટમાં લઇને વિદેશપ્રધાન બનાવ્યા.
પ્રણવદાને રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી આપવામાં પણ સોનિયાની કુનેહ જુઓ! કોંગ્રેસના કટ્ટર વિરોધી ગણાતા શિવસેનાના બાઠ ઠાકરેએ એના જોડીદાર પક્ષ ભાજપથી જૂદો ચોકો કરીને પ્રણવદાને ટેકો આપવાની જાહેરાત કરી દીધી. ત્યારે ડાબેરી નેતા પ્રકાશ કરાંત તો શિવસેના કરતાં પણ કોંગ્રેસના વધુ વિરોધી ગણાય તો પણ એમણે પ્રણવદાની તરફેણમાં રહેવાનું જાહેર કર્યું. જ્યારે માયાવતી પણ કોંગ્રેસના કટ્ટર વિરોધી ગણાય છતાં એમણે પણ પ્રણવદાને મત આપવાનું નક્કી કર્યું.
રહ્યાં મમતા બેનરજી. પ્રણવદાનો વિરોધ કરવાના એમના બધા પાસા હેઠા પડયા પછી છેક છેલ્લી ઘડી સુધી એ હિંમતપૂર્વક કશું નક્કી કરી શક્યા નહીં.
પેલી બાજુ ભાજપ એકલો અટુલો પડી ગયો. એટલે એ જાણે મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય એમ એ મુદ્દા શોધવા ફાંફા મારીને છેવટે નાખી દેવા જેવા મુદ્દા ઊભા કરીને પોતાની રહીસહી આબરૃ ઉપર પાણી ફેરવવા બેઠો!
ગુણવંત છો. શાહ

 

પ્રણવદા વિષે થોડુંક વધુ જાણો
(૧) એમના પિતા કામદા કિંકર આઝાદીના લડવૈયા હતા જેના કારણે એમને કુલ ૧૦ વર્ષ જેલમાં ગાળેલા.
(૨) યુરોમની મેેગેઝીન નામના મેગેઝીને એમને દુનિયાના શ્રેષ્ઠ નાણાપ્રધાન તરીકે ગણાવ્યા હતા.
(૩) ૧૯૬૯માં રાજકારણમાં એ પડયા એ પહેલાં એમણે ઈતિહાસ, રાજકારણ અને કાયદાનો અભ્યાસ કરેલો અને પછી એ શિક્ષક થયા પછી પત્રકાર અને છેલ્લે વકીલ.
(૪) દિવસના અઢાર અઢાર સુધી તેઓ કામ કરે છે.
(૫) એમની સવારની ચંડીપાઠની પૂજા ૩૦થી ૪૫ મિનિટની હોય છે. દર વર્ષે દુર્ગાપૂજાના દિવસોમાં તેઓ પોતાના કુટુંબ સાથે ગાળવા પોતાને ગામ અચુક જાય છે. એમને સંસ્કૃત ભાષા કંઠસ્થ હોવાથી એ જાતે જ પૂજા કરે છે.
(૬) દર વર્ષે તેઓ બધા રાજકીય પક્ષોના નેતાઓને લીચી અને કેરીના બોક્સ મોકલે છે.
(૭) એમને ક્રિકેટ કરતાં ફુટબોલ વધુ પસંદ છે. તેઓ ''કામદા કિંકર ગોલ્ડ કપ'' નામની ફુટબોલની ટુર્નામેન્ટ એમના મુર્શિદાબાદ મતવિસ્તારમાં ચલાવે છે.
(૮) સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી અત્યારના સંરક્ષણ પ્રધાન એન્ટોનીને સોંપતા એમણે કહેલું કે, ''ઉજાગરા ભરી રાતો હું હવે તમને સોંપીને જાઉં છું.''

 

રાડાર
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદ સામે લડતા આપણા જવાનોએ ૨૨ વર્ષમાં કેટલા બલિદાન આપ્યા?

૨૨ વર્ષ.
૫૩૯૬ આપણા જવાનોના બલિદાન.
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદ યાને યુધ્ધ દરમ્યાન આપણા ભારત દેશે કેટલું બલિદાન આપ્યું... એ વિષેની વિગતો કાશ્મીર સરકારે બહાર પાડી છે.
એ વિગતો મુજબ પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદ યાને છૂપું યુધ્ધ ૨૨ વર્ષથી ચલાવી રહ્યું છે. પાકિસ્તાનમાં જે કોઇ સરકાર આવે કે લશ્કરી વડો આવે પણ આપણા દેશ ઉપર હુમલા કરવાની દાનત મુસ્લિમ આક્રમણખોરોની ૪૦૦ વર્ષ પહેલાં હતી એવી જ આજે રહી છે... એને આપણા દેશના ભાગલા કરીને પાકિસ્તાન કરી આપ્યું છતાં... હવે એને પેલા મુસ્લિમોની જેમ આખું હિન્દુસ્તાન કબજે કરવાની દાનત છે.
પાકિસ્તાનની નજર કાશ્મીર ઉપર પહેલાં છે એટલે એ ત્યાં છૂપું યુધ્ધ યાને આતંકવાદી લશ્કરી તાલીમ લીધેલાના હુમલા એ કરે છે અને અહીંના મુસલમાનોને ઉશ્કેરે છે.
એ પાકિસ્તાનને જેર કરવાની શક્તિ આપણા દેશમાં અને આપણા લશ્કરમાં છે પણ આપણા નેતાઓ ભાજપના બાજપેયી- અડવાણીથી માંડી કોંગ્રેસના નેતાઓ ગાંધીજીની અહિંસામાં માનતા હોય એમ પાકિસ્તાન સામે આંખો પણ કાઢતા નથી!
પરિણામે આપણા લશ્કરના વીર જવાનો બલિદાન આપતા રહ્યા છે જેનો સરકારી આંકડો ૫,૩૯૬ થાય છે. પાકિસ્તાનની આપણી સામેની એ છૂપી લડાઇમાં એ ઉપરાંત આપણા ૧૨,૯૪૭ જવાનો ઘવાયા છે.
જ્યારે પાકિસ્તાની મુસ્લિમ હુમલાખોર આતંકવાદીઓ આપણા જવાનોએ આ ૨૨ વર્ષમાં ૨૧,૪૪૯ મારી નાંખ્યા છે અને ૨૧,૬૫૫ને કેદ કર્યા છે... જેમને રાખવાનો અને જીવાડવાનો ખર્ચ આપણે જનતાએ આપવાનો! (એ કરતાં એક વાર ઈંદિરા ગાંધીએ હિંમતપૂર્વક કરેલું એમ યુધ્ધ જ કરીને પાકિસ્તાનને ભોંય ભેગું કરવું જોઇએ.)
આ દરમ્યાન ૧૩,૨૪૬ આપણા નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા છે અને ૨૨,૦૮૮ નાગરિકો ઘવાયા છે.
દાદ તો દેવી જોઇએ આપણા લશ્કરને! કે જેણે આપણા દેશને અને આપણા નાગરિકોને બચાવવા તથા શાંતિ જાળવવા અમાપ ભોગ આપ્યો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved