Last Update : 12-July-2012, Thursday

 

કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે

 

- કોલેજની કેન્ટીન કે કોલેજની બહાર નાસ્તા માટે યંગસ્ટર્સની ભીડ જામતી હોય છે. પણ નવાઇની વાત એ છે કે ભલે છોકરીઓને ભૂખ લાગે અને નાસ્તો કરે પણ તૈના પૈસા તો છોકરાઓને જ ચૂકવવા પડે છે.

મોટાભાગની કોલેજો શરૂ થઇ ગઇ છે. ત્યારે કોલેજનું કેમ્પસ સ્ટુડન્ટસથી ઉભરાઇ રહ્યું છે. કોલેજ કેમ્પસની કેન્ટીનની અંદર અને બહાર પણ નાસ્તાની લારીઓ પર પણ હવે કોલેજીયન્સની ભીડ જોવા મળે છે. વળી છોકરીઓને જ્યારે નાસ્તો કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ તેઓ પોતાના ફ્રેન્ડસને શોઘતી હોય છે. કારણકે નાસ્તો તેઓ કરે અને તેના પૈસા મોટાભાગે છોકરાઓ ચૂકવતા હોય છે. વળી છોકરીઓ ફક્ત કહેવા ખાતર એવું પણ કહેતી હોય છે કે, હું આપુ છું. પણ છોકરાઓ શરમના માર્યા પોતાના ખિસ્સા હાથ નાખતા હોય છે. તો કેટલીક ગર્લ્સ જ્યારે કોલેજ છૂટે અને ઘેર જતા હોય ત્યારે જો રસ્તામાં પકોડીની લારી જોઇ જાય તો તો આવી જ બન્યું. સાથે બસમાં અપડાઉન કરતા ગર્લ્સ અને બોયઝ જ્યારે બસસ્ટેન્ડ કે લાલદરવાજા પહોંચે ત્યારે ઉપડી જાય છે પકોડીની લારીઓ પર. પણ મુશ્કેલી તો ત્યારે સર્જાય છે કે જ્યારે ગર્લ્સ નાસ્તો કે પકોડી કરવા જાય પણ નાસ્તાના બિલની ચૂકવણી તો બોયઝને કરવી પડે છે.
અખિલ વ્યાસ કહે છે કે, કોલેજની છોકરીઓ બહુ ચાલાક હોય છે. ક્યારેય પોતાના ખિસ્સામાં હાથ નાખતી નથી. જ્યારે તેમને ભૂખ લાગે કે નાસ્તો કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ છોકરાઓને શોઘતી હોય છે. તેમને જે જોઇએ તે નાસ્તો મંગાવે છે અને બાદમાં પૈસા તો છોકરાઓને જ આપવા પડે છે. વળી કંઇ પણ પૂછીએ તો નાસ્તામાં ના તો પાડતી જ નથી. ખાસ કરીને પકોડીઓ વઘુ ખાતી હોય છે. ત્રણ ચાર ગર્લ્સ જો ગ્રૂપમાં હોય તો તો આવી જ બન્યું. પચાસ સો રૂપિયાની પકોડીઓ ખાવી તેમના માટે નાની સૂની વાત છે.
અલ્કા ભટ્ટ કહે છે કે, અમે હંમેશા ગ્રૂપમાં જ નાસ્તો કરવા જઇએ છીએ. અમારા ગૂ્રપમાં પાંચ છોકરાઓ છે. જ્યારે અમે કેન્ટીનમાં કે બહાર નાસ્તાની લારી પર નાસ્તો કરવા જઇએ. ત્યારે મોટાભાગે બોયઝ જ નાસ્તાના પૈસા ચૂકવતા હોય છે. વળી એમા નવાઇ પણ શું છે? કારણકે ગર્લ્સ હોય સાથે હંમેશા બોયઝ જ પૈસા ચૂકવતા હોય છે. ક્યારેક તો અમે પણ પૈસા ચૂકવીએ છીએ.પરંતુ મોટાભાગે બોયઝ જ પૈસા ચૂકવતા હોય છે.
મેહૂલ પટેલ કહે છે કે, છોકરીઓ સાથે હોય ત્યારે જો મને ભૂખ લાગી હોય તો પણ હું એમની સામે ચર્ચા કરતો નથી. મારા અન્ય મિત્રો સાથે જઇને નાસ્તો કરી લઉ છું. પરંતુ છોકરીઓ સાથે મને નાસ્તો કરવાની ઇચ્છા થતી નથી. કારણકે જ્યારે પણ નાસ્તો કરવા જઇએ ત્યારે પૈસા તો અમારે જ કાઢવા પડે છે. પરંતુ ગર્લ્સ ક્યારેય નાસ્તાના પૈસા ચૂકવતી નથી. જો ક્યારેક ઓછો નાસ્તો કર્યો હોય ત્યારે કદાચ પૈસા કાઢે. પરંતુ પચાસ કે સો રૂપિયા જેટલો ખર્ચ થયો હોય તો એનો ખર્ચ તો છોકરાએ જ કાઢવો પડે છે.
મોટાભાગે આવુ જ થતું હોય છે કે પૈસા તો બોયઝે જ ચૂકવવા પડે છે. શરૂઆતમાં જ્યારે હું અને મારા ફ્રેન્ડ્‌ઝ સાથે બસમાં અપડાઉન કરતા ત્યારે લાલદરવાજાથી બસ બદલતા. જ્યારે અમે લાલદરવાજા પહોંચીએ ત્યારે ગૂ્રપની કેટલીક ગર્લ્સ પકોડી ખાવાની જીદ કરતી હતી. શરૂઆતમાં અમે ખૂબ પૈસા ગર્લ્સ પાછળ ખર્ચ કર્યા છે. ત્યારબાદ પોકેટમનીનો પ્રોબલેમ ઉભો થતો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved