Last Update : 12-July-2012, Thursday

 
દિલ્હીની વાત
 

ખુર્શીદના નિવેદનના સમર્થકો
એન્ટી-કોંગ્રેસ અને એન્ટી-રાહુલ નિવેદન કરનાર કાયદા પ્રધાન સલમાન ખુર્શીદે પોતે કરેલા પક્ષને નુકશાન અંગે ખુલાસા કરવાની કોશિશ કરી હશે પરંતુ તેમના નિવેદનોથી પક્ષમાં વિવાદની આગ ભભૂકી ઊઠી છે. કેટલાક સિનીયર કોંગી નેતાઓ પણ આ વિવાદ થયો હોવાની વાતને સમર્થન આપી રહ્યા છે. નામ નહીં લખવાની શરતે પક્ષના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે ખુર્શીદે પાયાની વાત કરી છે, પક્ષ જે સમસ્યાનો સામનો કરે છે તેની આ વાત છે. તાજેતરની ચૂંટણીઓમાં બહુ સારો દેખાવ નહીં કરી શકનારાઓ સામે પગલાં લેવામાં પક્ષે કરેલી ઢીલથી પણ ઘણાં અપસેટ છે. સમગ્ર પક્ષમાં ઉત્સાહનો સંચાર ઊભો કરવા કશું કરાયું નથી. પક્ષમાં સુધારણા અંગે ચર્ચા ચાલી રહી છે..
કોંગ્રેસ નિર્ણયો
લેવામાં ઢીલી
કોંગ્રેસ પક્ષના નેતાઓ બિહાર અને ઉત્તર પ્રદેશનો દાખલો આપે છે. બિહાર વિધાનસભામાં જ્યારે પક્ષ હાર્યો ત્યારે પક્ષના પ્રમુખ મહેબુબ અલી કેસરે રાજીનામું આપી દીધું હતું. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં ધબડકા પછી કોંગ્રેસના વડા રીટા બહુગુણાએ રાજીનામું આપી દીધું હતું. પરંતુ તેમના અંગે પક્ષે કોઈ નિર્ણય લીધો નથી. તે તો ઠીક છે પણ હરિયાણા, મહારાષ્ટ્ર અને મુંબઈમાં પક્ષના વડાની નિમણુંક નથી થઈ. ઉત્તરાખંડમાં મોટા પાયે જુથબંધી ફાટી નીકળતા કેન્દ્રિય પ્રધાન હરીશ રાવલની નજીકના એવા ટામટાને પક્ષના નેતા બનાવાયા હતા. જેમને પક્ષના પ્રમુખ બનાવવાના હતા. પરંતુ હજુ કશું થયું નથી. પક્ષની વ્યુહાત્મક રચના કરનારા કહે છે કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં પક્ષની સ્થિતિ નહીં સુધરે તો ૨૦૧૪માં લોકસભાના જંગમાં પક્ષ સારો દેખાવ નહીં કરી શકે.
રાહુલ ગાંધી... મહેમાન કલાકાર
કેટલાક નેતાઓને ચિંતા એ વાતની છે કે રાહુલ ગાંધી એક્ટીવ નથી. એક સિનિયર નેતાએ તો એટલે સુધી કહ્યું છે કે રાહુલ ગાંધી તો 'મહેમાન કલાકાર' હોય એમ કયારેક દેખાય છે. તે મહત્વના નિર્ણયોમાં પણ ભાગ નથી લેતા. મહત્વના મુદ્દાઓ પર પણ રાહુલ ગાંધી સામાન્ય રીતે વર્તે છે. પક્ષના એક નેતાએ કહ્યું હતું કે રાહુલ પડદા પાછળ કામ કરે છે અને બહુ બહાર આવવા નથી માગતા. રાહુલના સિદ્ધાંતો શું છે તે અંગે પણ સીનિયર નેતાઓ મૌન રાખે છે. કેટલાક નેતાઓ રાહુલ ગાંધીની સરખામણી તેમના પિતા રાજીવ ગાંધી સાથે કરે છે અને કહે છે કે રાજીવે બહુ નાની ઉંમરે પક્ષનું સુકાન સંભાળ્યું હતું.
સોનિયા ગાંધી રડી પડયાં હતાં
ખુર્શીદના કોઇ નિવેદને વિવાદ ઊભો કર્યો હોય એવું કોઈ પ્રથમવાર નથી બન્યું. અહીં એ યાદ અપાવવું જરૃરી છે કે તેમણે કહ્યું હતું કે બટાલા હાઉસ ખાતેના એનકાઉન્ટરના ફોટા જોઈને સોનિયા ગાંધી રડી પડયા હતા. ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી સભામાં તેમણે લધુમતી કોમને સબ-ક્વોટા આપવા બાબતે કરેલા નિવેદનનો ચૂંટણી પંચે વિરોધ કર્યો હતો.
ટાગોરની સંસ્થાને લાંછન
નોબલ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે જે સંસ્થા સ્થાપી હતી તે વિશ્વ ભારતીની ઈમેજને યુરીન વિવાદથી નુકશાન થયું છે તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ હકીકતતો એ છે કે ટાગોરના અવસાન બાદ તે સંસ્થાની ઈમેજ ધલાઈ રહી છે. અહીં એ યાદ આપવું જોઈએ કે ૧૯૯૯માં કાંચ મંદિરમાંથી મળેલી વપરાયેલી નિરોધે વિવાદ ચગવ્યો હતો જ્યારે ૨૦૦૩માં જ્યારે ટાગોરને નોબલના મળયો ત્યારે વિવાદ થયો હતો. જુની પેઢીના લોકો યાદ કરીને કહે છે કે ફિલ્મ મેકર સત્યજીત રે પણ વિશ્વ ભારતીના વાતાવરણથી નાખુશ હતા. તેઓ ત્યાં ૧૯૪૦ અને ૧૯૪૨માં ત્યાં ફાઈન આર્ટસ શીખવા ગયા હતા. ટાગોરના મોટા પુત્ર સુષાંત ટાગોરે વિશ્વ ભારતીના વહીવટકારો પર આક્ષેપ કરતા કહ્યું હતું કે શિસ્ત જાળવવામાં તે લોકો નિષ્ફળ ગયા છે.
યુરિન... સ્વામી અગ્નિવેશનો અનુભવ
૧૦ વર્ષની વિદ્યાર્થીનીને પોતાનું યુરિન પીવાનો આદેશ આપનાર વિશ્વભારતીની વોર્ડન ઉમા પોદાર સામેના વિરોધ વચ્ચે તેમને રાહત આપતા સમાચાર એ છે કે સ્વામી અગ્નિવેશ તેની વહારે આવ્યા છે. યુરિન વિવાદને અગ્નિવેશે બકવાસ કહ્યો છે. તેમણે દલીલ કરી છે કે કોઈપણ ઉંમરના પથારી પલાળે તેમના માટે યુરીન થેરાપી પ્રાચીન ઈલાજ છે. સ્વામી અગ્નિવેશે કહ્યું હતું કે જ્યારે હું અંબાલા જેલમાં હતો ત્યારે પથારી ભીની કરવાની સમસ્યાથી પીડાતો હતો ત્યારે મેં તેના ઈલાજ માટે મહિનાઓ સુધી યુરીન પીવાનો પ્રયોગ કર્યો હતો.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved