Last Update : 12-July-2012, Thursday

 
 

જેમને ટેસ્ટ ના ગમતી હોય તેવા ક્રિકેટરોને તો તેનાથી દૂર જ રાખો
કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

ભારતીય માસ્ટર બ્લાસ્ટરે બાળકો સાથે સમય વીતાવવા શ્રીલંકાનો પ્રવાસ પડતો મુક્યો ઃ અર્જુનને ક્રિકેટમાં અને સારાને મેડિકલમાં રસ છે

 

મુંબઇ,તા.૧૧
કોઇ પણ ક્રિકેટરને ટેસ્ટ ક્રિકેટની પસંદગી કરવા માટે બળજબરીથી ફરજ પાડવી ના જોઇએ તેમ ભારતનો લેજન્ડરી બેટ્સમેન તેંડુલકર માને છેે. તેંડુલકરે ભારપૂર્વક જણાવ્યું કે, જો કોઇ ક્રિકેટરને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે પ્રેમ હોય તે આપમેળે જ તેમાં સફળતા મેળવવા તૈયારી કરીને આગળ વધશે પણ આ માટે કોઇને ફરજ પાડવી ના જોઇએ. જેમને ટેસ્ટ ક્રિકેટ પસંદ જ નથી, તેવા લોકોને તો ટેસ્ટથી દૂર જ રાખવા જોઇએ.
તેંડુલકર ૧૮૮ ટેસ્ટમાં ૧૫,૪૭૦ રન ફટકારી ચુક્યો છે. યુવા ક્રિકેટરોમાં ટેસ્ટની લોકપ્રિયતા વધારવા માટે પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે તેંડુલકરે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ તરફનો પ્રેમ, તેના તરફનું ખેંચાણ વ્યક્તિના અંદરથી જ આવતું હોય છે. ટેસ્ટ ક્રિકેટના ગમવા માટે કોઇ ફોર્મ્યુલાને અનુસરવાની નથી કે તમે કેટલીક ચીજો કરો એટલે તમને ટેસ્ટ ક્રિકેટ ગમવા માંડે.
પોતાનું ઉદાહરણ આપતાં તેંડુલકરે કહ્યું કે, હું જ્યારે નાનો હતો ત્યારે મારૃ એક જ ધ્યેય હતું કે મારા દેશ માટે રમવું. મારા માટે આ લક્ષ્યને સિધ્ધ કરવું સૌથી મહત્વની અને પાયાની બાબત હતી. જે માટે મારે ટેસ્ટ ક્રિકેટ રમવું હતુ અને તેમાં સારો દેખાવ કરવો હતો. આ કારણથી હું સતત મારા લક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયારી કરતો રહેતો હતો.
મારા લક્ષ્યની પુર્તિ માટે હું જ્યારે જ્યારે પ્રેક્ટિસ કરવાઉતરતો ત્યારે મારા કોચ કહે તેટલી સખત મહેનત કરવા તૈયાર રહેતો હતો, તેમ જણાવતા તેંડુલકરે ઊમેર્યું કે, મારે બધી મહેનત કરી છુટવી હતી અને હું ભારતીય ટીમનો સભ્ય બનવા માંગતો હતો. જો કે આજના ક્રિકેટ જગતમાં ઘણા એવા ખેલાડીઓ છે કે જેઓ એમ માને છે કે, જો હું ટેસ્ટ ક્રિકેટ રમતો નથી તો મારે કંઇ ગુમાવવાનું નથી. આવી વિચારસરણીવાળા ખેલાડીઓને તમારે તે જે ચીજ ન કરવા ઇચ્છતો હોય તે કરવાની ફરજ ન પાડવી જોઇએ.
એક મુલાકાતમાં તેંડુલકરે કહ્યું કે, જો કોઇને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ગમે છે તો તે તેમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરશે અને પોતાનું સ્વપ્ન પુરૃ કરવા માટે લોહી-પાણી એક કરી દેશે. જો કોઇને બળજબરીથી ટેસ્ટ ક્રિકેટ પસંદ કરવાની ફરજ પાડવામાં આવે તો તે મને નહીં ગમે. હું તો આવું વિચારતા લોકોને ટેસ્ટ ક્રિકેટથી દૂર જ રાખીશ. જેથી મેચો વધુ રસપ્રદ બની શકે અને તે ફોર્મેટને ચાહનારાઓ વચ્ચે રમાય, જેના કારણે જો રમનારાઓને આનંદ આવશે તો જોનારાઓ તેમાંથી આનંદ પામી શકશે.
દરમિયાનમાં તેંડુલકરે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેણે બાળકો સાથે સમય ગાળવા માટે શ્રીલંકા પ્રવાસમાંથી આરામ માંગ્યો હતો. તેણે કહ્યું કે, મેં મારા પરિવાર સાથે સમય ગાળવા મળે તે માટે બોર્ડને વિનંતી કરી હતી. હાલનો સમય શાળાઓમાં વેકેશનનો છે. જો હું શ્રીલંકા જવા માટે ઇચ્છતો હોઉં તો મારે અત્યારથી તૈયારી શરૃ કરી દેવી પડે. મારે હવે સતત ૧૦ મહિના સુધી રમવાનું છે એટલે હું મારા બાળકો સાથે સમય ગાળવા માંગું છું. વેકેશન માણવું અલગ વાત છે અને શાળાના દિવસોએ તેમજ વિકએન્ડસ પર બાળકોની સાથે રહેવું અલગ અહેસાસ છે.
બાળકોને ક્યારેય તેમની કારકિર્દી પસંદ કરવા માટે દબાણ નથી કર્યું તેમ જણાવતા તેંડુલકરે કહ્યું કે, અર્જુન માટે ક્રિકેટ પેશન છે. જ્યારે સારાને મેડીકલ ફિલ્ડ વધુ ગમે છે. મેં તેમને તેમની પસંદગીના ક્ષેત્રોમાં જવા દીધા છે. તેમને ચોક્કસ ક્ષેત્રમાં જવા માટે ક્યારેય દબાણ કર્યું નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved