Last Update : 12-July-2012, Thursday

 

કાનૂની શિક્ષણ અને વ્યવસાય સંબંધી
એચઈઆર વિધેયકના વિરોધમાં દેશભરમાં વકીલોની હડતાળ

આ વિધેયકથી બાર કાઉન્સિલની સત્તા પર કાપ આવવાનો આક્ષેપ ઃ સિબ્બલે કરેલો બચાવ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૧
કેન્દ્રનાં હાયર એજયુકેશન એન્ડ રીસર્ચ બિલ - એચઈઆર બિલ-ના વિરોધમાં આજે લગભગ દેશભરના તમામ વકિલોએ હડતાળ રાખતાં કોર્ટોના કામકાજ ઠપ્પ રહ્યાં હતાં.
આ વિધેયક અંગે વકીલો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે તેથી કાનૂની શિક્ષણ અને તેમના વ્યવસાય ઉપર નિયમનો લાદવાનો સરકાર પ્રયાસ કરી રહી છે.
આ હડતાળ છતાં સુપ્રીમ કોર્ટનું અને દિલ્હી હાઈકોર્ટનું કામકાજ યથાવત ચાલતું રહ્યું હતું. કારણ કે, આ કોર્ટોના વકીલો હડતાળમાં જોડાયા ન હતા. પરંતુ દિલ્હી હાઈકોર્ટ બારે જણાવ્યું હતું કે તે આવતીકાલે હડતાળ રાખશે.
દેશનાં વિવિધ રાજયોમાં હાઈકોર્ટ અને નીચલી કોર્ટ ઉપરાંત સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જેવી અર્ધ ન્યાયિક (કલાસી- જયુડીશ્યલ) સંસ્થાઓની કાર્યવાહી પણ ઠપ્પ રહી હતી તેમ મુંબઈ, અલ્હાબાદ, કોલકતા, બેંગ્લોર, ચેન્નાઈ અને શ્રીનગરથી મળતા અહેવાલો જણાવે છે.
કેન્દ્રનાં આ એચઈઆર વિધેયકના વિરોધમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ બે દિવસના આંદોલનનું એલાન આપતાં જણાવ્યું હતું કે સરકાર આ દ્વારા કાનૂની અભ્યાસ અને વ્યવસાય ઉપર રહેલી આ સંસ્થાની સર્વોપરિતાને જ અંકૂશિત કરવા માગે છે.
આ પૂર્વે કેન્દ્રના માનવ સંસાધન પ્રધાન અને ખ્યાતનામ વકીલ કપિલ સિબ્બલે પત્ર લખી વકીલ મંડળને જણાવ્યું હતું કે આ એચઇઆર વિધેયકથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીસીઆઈ)ની સત્તા ઉપર કોઇ કાપ મુકાશે નહીં.
આ હડતાળથી દિલ્હીની હઝારી કોર્ટનું કામકાજ ઠપ્પ રહ્યું હતું. વકીલોએ તેમના કારકૂનો દ્વારા આજે બીજી મુદત માગી હતી. આ હડતાળથી ૨જી સ્પેકટ્રમ કેસ જેવા ઘણા મહત્વના કેસો આજે ચાલ્યા નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved