Last Update : 12-July-2012, Thursday

 

અમરનાથ યાત્રામાં વધુ છ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૬૭

રાજ્યના શિવસેના તેમજ વિહિપ એકમોએ દેવસ્થાન ટ્રસ્ટ, સરકારને જવાબદાર ઠરાવ્યા

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૧
અમરનાથ યાત્રાના માર્ગમાં વધુ છ યાત્રીના મોત થતા અમરનાથ યાત્રીઓના મૃતકોની કુલ સંખ્યા ૬૭ થઈ છે. પરંપરાગત પહેલગાંવ રૃટ પર યાત્રીઓના મૃત્યુ થયા હતા. ૩૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલી અમરનાથ ગુફા સુધી પહોંચવા પહેલગાંવ માર્ગે ૪૬ કિ.મી. પંથ કાપવો પડે છે. જેમાં બર્ફીલા તોફાનો, ડુંગર પરથી પથ્થરો અને માટી પડવા, પાતળી હવા અને ઓક્સિજનનું ઓછું પ્રમાણ યાત્રીઓના મૃત્યુનું નિમિત્ત બનતા હોય છે. જો કે, શિવસેના તેમજ વિ.હિ.પ.ના સ્થાનિક એકમોએ અવ્યવસ્થાને કારણે આટલા યાત્રીઓના મૃત્યુ થયાનો આક્ષેપ કરતા સ્થાનિક સરકાર અને અમરનાથ દેવસ્થાન ટ્રસ્ટને જવાબદાર ગણાવ્યા છે.
અમરનાથ ગુફાથી માત્ર છ કિ.મી. દૂર પંજતારણી ખાતેના કેમ્પમાં એક અજાણ્યા સાધુનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પંજાબના રહીશ પ્રેમચંદ નામના ૫૦ વર્ષના યાત્રાળુનું ટેકરી પરથી પથ્થર માથે પડતાં મૃત્યુ થયું હતું. જ્યારે ઉત્તરપ્રદેશના બે યાત્રાળુ સુભાષચંદ્ર (૪૫) અને સુભાષબાબુ (૬૨) હૃદય અટકી જતાં મૃત્યુને ભેટયા હતા. જ્યારે ગુજરાતના હરિભાઈ (૫૦) અને હરિયાણાના ભીમસિંહ (૭૨)ના ગત રાત્રિના મૃત્યુ નિપજ્યા હતા. અત્યાર પર્યંત ૩.૯૦ લાખ યાત્રાળુઓએ અમરનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
આ મુદ્દે કાશ્મીર શિવસેનાના વડા અશોક ગુપ્તાએ અમરનાથ દેવસ્થાન ટ્રસ્ટ અને જમ્મુ કાશ્મીર સરકારને યાત્રાના આયોજનમાં પુરતી વ્યવસ્થા નહી રાખવા માટે દોષિત ઠરાવ્યા હતા તો જમ્મુ કાશ્મીર વિ.હિ.પ.ના વડા આર. કે. દુબેએ પણ યાત્રીઓના મૃત્યુ માટે દેવસ્થાન ટ્રસ્ટ અને સરકારને જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓના મૃત્યુ થયા હોવા છતાં સરકાર અને અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved