Last Update : 12-July-2012, Thursday

 

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં છવાયેલા લૉ પ્રેશરથી ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ
ઉ.ગુજરાત પર મેઘ મહેરબાન ઃ ૧૧ ઇંચ વરસાદ

બનાસમાં ઘોડાપુરઃ ૮ ડેમોમાં પાણીની સપાટી વધી ઃ અમીરગઢ અને ખેડબ્રહ્મામાં ૧૧, અંબાજીમાં ૯, મેઘરજમાં ૮ ઇંચ વરસાદ

અમદાવાદ,તા.૧૧
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર છવાયેલા લૉ પ્રેશરે ઉત્તર ગુજરાતમાં વરસાદની વિટંબણાઓ દૂર કરી દીધી છે અને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં તેમજ મધ્ય ગુજરાતમાં ખેડા,વડોદરા અને આણંદમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ વરસાવ્યો છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ચાર ઇંચ થી માંડીને ૧૧ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પરિણામે બનાસ નદીમાં ઘોડાપુર પણ આવ્યું હતું. બીજી તરફ સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના લાલપુરમાં સાંજે ચાર વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં સાંબેલાધારે છ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. બાજુના મેમાણા ગામે ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં.
પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ઉત્તર પશ્ચિમે છવાયેલું લૉ પ્રેશર વેલ લૉ માર્ક્ડ લૉ પ્રેશરમાં ફેરવાયું હતું અને ઉત્તર ગુજરાતને વરસાદથી તરબોળ કરી દીધું હતું. અમીરગઢમાં ૧૧ ઇંચ, અંબાજીમાં ૯ ઇંચ અને દાંતા તથા પાલનપુરમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસનદીમાં આવેલા ઘોડાપુરાના પરિણામે નવ ગામ વિખૂટા પડી ગયા હતા. ડીસામાં ચાર ઇંચ વરસાદ થયો હતો. સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક ખૂબ સારો વરસાદ થયો હતો. જેમાં ખેડબ્રહ્મામાં ૧૧ ઇંચ અને ઇડરમાં ૯ ઇંચ જેટલો વરસાદ થતાં લોકોની મુશ્કેલી દૂર થઇ ગઇ હતી. વિજયનગર, મેઘરજમાં ૮ ઇંચ અન માલપુર, ધનસુરામાં ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણા, કડી, કલોલ, સિધ્ધપુર, વિજાપુર, બેચરાજી, ખેરાલુ, ઊંઝા, પાટણ, ચણસમા, હારીજ, રાધનપુર વગેરે સ્થળોએ વ્યાપક પ્રમાણમાં વરસાદ પડયો હતો. ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૮ ડેમોમાં પાણીની સપાટી ઊંચી આવી હતી.
ગાંધીનગર જિલ્લામાં ૧ ઇંચ અને અમદાવાદ શહેરમાં ૧ ઇંચ વરસાદ થયો હતો. અમદાવાદ જિલ્લામાં બાવળામાં ૧ ઇંચ, દસ્ક્રોઇમાં અડધો ઇંચ, ધોળકામાં ૧ ઇંચ, સાણંદમાં દોઢ ઇંચ, બરવાળા અને વિરમગામમાં પા ઇંચ જેટલો વરસાદ થયો હતો.
મધ્ય ગુજરાતમાં વડોદરા, પાદરા, ઠાસરા, ખેડા, સોજીત્રા, પેટાલાદ, તારાપુર, બાલાસિનોર, પંચમહાલમાં ગોધરા,સંતરામપુર, હાલોલ, કાલોલ,દાહોદ,લીમખેડા વગેરે વિસ્તારોમાં એક ઇંચ કે તેથી વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, વાપી, ચીખલી, સોનગઢ, તિલકવાડા, ધરમપુર,વ્યારા, કામરેજ,ઓલપાડ વગેરે વિસ્તારોમાં એક ઇંચ થી માંડીને ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં બાબરા તથા રાજુલા અને ભાવનગર જિલ્લામાં ઉમરાળા તથા વલ્લભીપુરમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થયો હતો.
હવામાનખાતાની આગાહી જણાવે છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ થાય તેવી સંભાવના છે. અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટા પડે તેવી વકી છે. અમદાવાદ શહેરમાં ૨૪ કલાક દરમ્યાન ૨૩ મિ.મિ. એટલે કે એક ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ ચાર ઇંચ જેટલો થવા જાય છે. જે સામાન્ય રીતે હોવો જોઇએ તેના કરતાં ચાર ઇંચ ઓછો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved