Last Update : 12-July-2012, Thursday

 

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા

 

જેવી રીતે કોઇપણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેવી જ રીતે રૂપેરી પરદે ચમકતા કલાકારોની સફળતા પાછળ, તેના માટે લખાયેલા સંવાદોનો ખૂબ મહત્ત્વનો હાથ હોય છે! આ વાતની ખાત્રી કરવા તમે જુની સફળ ફિલ્મોના સફળ કલાકારોના સંવાદો ઉપર એક નજર દોડાવી શકો છો. અત્યારે આગામી ફિલ્મ ‘બોલ બચ્ચન’ ને પ્રમોટ કરવા તેના નિર્માતા-નિર્દેશક રોહિત શેટ્ટી, અભિષેક બચ્ચન, અજય દેવગન, પ્રાચી દેસાઈ અને અસીન, ટીવીના વિવિધ પ્રોગ્રામો અને સીરિયલોમાં ઉપસ્થિત રહેવા માંડ્યા છે અને તાજેતરમાં ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’માં પણ તેઓ હાજરી પુરાઈ ગયા હતા, તે ફિલ્મમાં અજય દેવગનની કોમેડી, મને લાગે છે દર્શકોને ખૂબ પસંદ પડશે ! અરે આ ફિલ્મમાં અજય દેવગને અંગ્રેજી ભાષાના હાડકા-પાંસળા એક કરી નાંખવામાં જરાય કસર છોડી નથી. આમાંય વળી અજય દેવગનનો, તદ્દન ખોટું અંગ્રેજી બોલતો હોય છે, તેમ છતાં ય તેનો કોન્ફીડન્સ જોવા લાયક છે. અજયે ખોટું અંગ્રેજી સાચી રીતે દર્શકો સુધી પહોંચાડ્યું છે.
ફિલ્મના લેખક અને નિર્દેશકે પણ એ વાતનું ખાસ ઘ્યાન રાખ્યું છે કે દર્શકોને થોડીક થોડીક વારે કોમેડી મળતી જ રહે. ચોંટદાર પંક્તિઓ અને પૃથ્વીરાજ રધુવંશી (અજય દેવગન)નું અંગ્રેજી ફિલ્મમાં હાસ્યના ફુવારા જેવું કામ કરે છે. મારું તો એવું કહેવું છે કે ફિલ્મમાં પૃથ્વીરાજ રધુવંશીનું અંગ્રેજી સાંભળીને ભાગ્યે જ કોઈ દર્શક હસ્યા વગર રહેશે. આ ફિલ્મના કેટલાંક સંવાદોનું ઉદાહરણ તમને જણાવું. ફિલ્મનો સંવાદ ‘‘સાલે કો કુત્તે કી મૌત મારૂંગા’’ને અજય દેવગન કહે છે, ‘‘બ્રધર ઇન લો વિલ ડાઇ ટોમીસ ડેથ’’ આવી જ રીતે બીજો એક સંવાદ છે, તુમ્હેં છટ્ટીકા દૂધ યાદ દિલા દૂંગા ને ‘‘આઇ વિલ મેક યૂ રિમેમ્બર મિલ્ક નંબર સિક્સ’’ અજય બોલે છે. આવી જ એક વઘુ જબરજસ્ત અંગ્રેજીની લાઇન છે, ‘‘વેન એલ્ડર ગેટ કોઝી, યંગર્સ ડોન્ટ પુટ ધેર નોઝી.’’ મતલબ કે ‘‘જબ બડે બાત કરતે હો તો બીચમેં ટોકા નહીં કરતે.’’ ! પૃથ્વીરાજ રધુવંશીના અંગ્રેજી આખા શો-ટાઇમ દરમ્યાન સિનેમા ઘરોમાં દર્શકોને જરૂર હસાવશે !
અજયની બોલ બચ્ચન ફિલ્મ બોક્સ ઓફિસ પર ભલે વકરો કરે પરંતુ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીપ્ટમાં તો મારી મચડીને ખેચવામાં આવી છે, એક સમયે ઓવર ડોઝ લાગે તેવી આ ફિલ્મ મેચ્યોર દર્શકોને પસંદ આવી નથી. માત્ર એકશન અને થોડી ડાયલોકબાજીથી ફિલ્મની સ્ટોરીને સ્ટ્રોંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
વેલ ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મને પલ્સ-માઇનલ સ્થિતિ પર મૂકી છે. જે અજય દેવગણ અને અભિષેક બચ્ચનના ફેન છે તેઓને આ ફિલ્મ પસંદ આવશે. ફિલ્મનું સ્ટ્રોગ પાસુ તેનું એકશન છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved