Last Update : 12-July-2012, Thursday

 

મેમાં એફસીએનઆર-બી અને એનઆરઈ ડિપોઝીટસમાં સામસામા રાહ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

સરકાર ખાદ્યતેલની આયાત પર ડયૂટી લગાડશે તો ભાવમાં વધારાની ધારણા

મુંબઈ,બુધવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિક્રમી ૧૦.૩ અબજ ડોલરનું મે મહિનામાં વેચાણ કરી રૃપિયાની ચંચળતાને કાબૂમાં રાખી આ ભારતીય ચલણને ડોલર સામે ધોબી પછડાટ ખાતા અટકાવ્યુ હતું. જો કે સ્પોટમાં આ સેન્ટ્રલ બેંકની પ્રવૃત્તિ ઘણી મર્યાદિત રહી હતી. ત્યાં રિઝર્વ બેંકે ૧.૨૬ અઇબજ ડોલરનું વેચાણ અને ૭.૭૮ કરોડ ડોલરની ખરીદી કરી તેથી નેટ વેચાણ માત્ર ૪.૮૫ કરોડ ડોલરનું ૨ થયું હોવાનું રિઝર્વ બેંકે જણાવ્યું હતું. સ્થાનિક બજારમાં પ્રવાહિતાની સ્થિતિ ટાઈટ રહેતાં ડોલર સામે રૃપિયો સ્થાનિક બજારમાં નબળો પડયો હતો અવું જણાવીને ટ્રેઝરી અધિકારીઓએ નિર્દેશ આપ્યો હતો કે આવી સ્થિતિમાં રિઝર્વ બેંકે ડેરાઈવેટીવ બજાર દ્વારા હસ્તક્ષેપ કરવાનું મુનાસિબ માન્યુ હતું કેમ કે સ્પોટ બજારમાં ડોલર ઠાલવવાનો કોઈ પણ પ્રયાસોનાં પગલે રૃપિયાની પ્રવાહિતા બજારમાંથી ઘટી ગઈ હોત અને તેની લિકવીડીટી ઓલરેડી દબાણ હેઠળ હતી.
એપ્રિલના અંતે ૧ ડોલરનાં રૃ.૫૨.૯૬ હતી તે મેનાં અંતે રૃ.૫૬.૧૧ થઈ ગયા હતાં. એપ્રિલમાં રિઝર્વ બેંકે ખાસ લે-વેચ કરી ડોલરને ઠંડો પાડવાની કોશિષ કરી ન હતી. તેણે માત્ર ૨.૭૫ કરોડ ડોલર જ સ્પોટમાં વેચ્યા હતા અને ફોરવર્ડમાં પણ ૩.૪૫ કરોડ ડોલરનું જ વેચાણ કર્યું હતું.
દરમિયાન ઊંચા વ્યાજના દર અને રૃપિયાનાં તીવ્ર ઘટાડાનો લાભ લઈને નોન રેસિડન્ટ ઈન્ડીયન્સે (એનઆરઆઈ) ૨.૭૫ અબજ ડોલરના પ્રમાણમાં મે ૨૦૧૨માં બેંક ડિપોઝીટો કરી હતી જે માત્ર ૨.૫૭ કરોડ જેટલી જ મે ૨૦૧૧માં હતી.
૨૦૧૧-૧૨માં એનઆરઆઈ ૧૧ અબજ ડોલરની ડિપોઝીટ લાવ્યા હતા જે પૂર્વેના ૨૦૧૦-૧૧માં ૩.૨૩ અબજ ડોલર જેટલી હતી. એપ્રિલ ૨૦૧૨માં એન.આર.આઈ. ડિપોઝીટ ૫૮.૮ અબજ ડો લરનાં સ્તરે હતી જે એપ્રિલ ૨૦૧૧માં ૫૨.૩ અબજ ડોલર જેટલી હતી.
એનઆરઆઈમાં સૌથી લોકપ્રિય ડિપોઝીટ વિકલ્પો એનઆરઆઈ (નોન રેસીડન્ટ એક્સટર્નલ રૃપી એકાઉન્ટ અને ફોરેન કરન્સી નોન રેસીડેન્ટ (બેંક) એકાઉન્ટ એફ સીએનઆર-બી એકાઉન્ટ છે. એનઆરઈ એકાઉન્ટમાં ડિપોઝીટો રૃપિયામાં રાખવામાઆવે છે, પણ તે રકમ પરત લઈ જઈ શકાયછે (રીપેટ્રીએબલ હોય છે) આમાં પૈસા પાછા વિદેશમાં લઈ જવા માટેનું એક્સચેન્જ રીસ્ક એનઆરઆઈ ભોેગવે છે.
એફસીએનઆર-બી ડિપોઝીટસમાં ડિપોઝીટ વિદેશી ચલણમાં રાખવામાં આવે છે અને તેમાં પણ રીપેટ્રીએશનની સવલત હોય છે આમાં આ ખાતામાંથી વિદેશમાં પૈસા પરત મોકલાવાય તો એક્સચેન્જ રીસ્ક બેંકનાં શીરે રહે છે.
મે ૨૦૧૨માં એનઆરઈ ડિપોઝીટસનો આંતરપ્રવાહ ૩.૩૭ અબજ ડોલર જેટલો ડોલરના પ્રમાણમાં રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૧૨નાં ઉત્તરાર્ધમાં બેંકોએ એન.આર.ઈ. ડિપોઝીટો પરનાં વ્યાજ દરમાં વધારો જાહેર કર્યો તે પછી મોટા પ્રમાણમાં ડિપોઝીટો આવા ખાતાઓમાં આવી હતી.
ભારતમાં પ્રવર્તમાન વ્યાજ દરો વિકસિત રાષ્ટ્રો અને પર્શીયન ગલ્ફ વિસ્તારનાં દેશોનાં વ્યાજ દર કરતાં ઘણાં વધારે છે તેથી વ્યાજ દરનાં આર્બીટ્રેજનો એનઆરઈ ફાયદો લેતા હોય છે. આ વ્યાજ દરનાં તફાવત ઉપરાંત રૃપિયાની નબળાઈનો લાભ લેવા એક્સચેન્જ રેટ રીસ્ક ઉપાડયા પછી મળતું વળતર પણ આકર્ષક લાગતાં આવી ડિપોઝીટોનો પ્રવાહ નધ્યો હતો.
જો કે એફસીએનઆર-બી ડિપોઝીટસમાં ઉલ્ટો ટ્રેન્ડ જોવાયો હતો અને મે ૨૦૧૨માં ૫.૬૫ કરોડ ડોલરની ડિપોઝીટો પાછી ખેંચાઈ હતી.
એપ્રિલ-મે બે મહિનામાં એનઆરઆઈ ડિપોઝીટસનો કયુમ્યુલેટીવ પ્રવાહ ૨૦૧૨માં ૪.૭૫ અબજ ડોલર તો ૨૦૧૧માં માત્ર ૬.૬૪ કરોડ ડોલરના પ્રમાણમાં રહ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved