Last Update : 12-July-2012, Thursday

 

ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?

IIP - ઇન્ફોસીસ, ટીસીએસના પરિણામ પૂર્વે સાવચેતી ઃ સેન્સેક્ષ ૧૨૯ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૯

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
કોર્પોરેટ પરિણામોની સીઝનનો આવતીકાલે - ગુરુવારે ઇન્ફોસીસ ટેક્નોલોજીસ અને ટીસીએસના એક જ દિવસે પરિણામ સાથે થઇ રહેલો આરંભ મુંબઇ શેરબજારો માટે 'ડુ ઓર ડાય' જેવો બની રહેવાની ભીતિ અને ચોમાસું દેશભરમાં ફેલાયું હોવા છતાં હજુ વરસાદની ૨૩ ટકા ખાધ હોવાના હવામાન ખાતાના આંકડાએ સાવચેતીના માનસમાં આજે ઓટો, એફએમસીજી, રીયાલ્ટી, મેટલ, રિલાયન્સ, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૧૨૯.૨૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૯.૧૪ અને નિફ્ટી ૩૯.૦૫ પોઇન્ટ ઘટીને ૫૩૦૬.૨૦ રહ્યા હતાં. અમેરિકી બજારોમાં ગઇકાલે નરમાઇ સાથે હવે યુ.એસ. ફેડરલ રીઝર્વના આજે સાંજે રીપોર્ટ અને ઓઇલ સપ્લાયના અમેરિકી સરકારના રીપોર્ટ પૂર્વે ક્રુડ ઓઇલના ભાવ ફરી નજીવા વધી આવતા અને રૃપિયા સામે ડોલર આરંભમાં ૫૫.૩૯ ખુલી ઉંચકાઇ ૫૫.૭૩ સુધી જઇ જતાં નેગેટીવ અસરે ઓટો શેરો ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, હીરો મોટોકોર્પ સાથે મેટલ શેરો હિન્દાલ્કો, સ્ટરલાઇટમાં વેચવાલી અને વિપ્રો, ભારતી એરટેલ, આઇટીસી, હિન્દુસ્તાન યુનીલીવર તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૯૫થી ૧૦૦ પોઇન્ટ ઘટી આવ્યો હતો, પરંતુ ઘટયા મથાળે છેલ્લા કલાકમાં ઇન્ફોસીસ ટેક્નોલોજીસમાં છેતરામણું કવરીંગ બતાવી શેરને ઉછાળી ૨૫૦૦ની સપાટી પાર કરાવાતા આ ઘટાડો ૩૫.૩૬ પોઇન્ટ મર્યાદિત બની ૧૭૪૬૬.૯૯ સુધી જોવાયો હતો. પરંતુ છેલ્લી અડધી કલાકમાં ઇન્ફોસીસમાં મોટું ઓફલોડીંગ થઇ રૃા. ૫૦ નીકળી જતાં સેન્સેક્ષ ૧૫૧.૩૬ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૭૪૬૬.૯૯ સુધી ગબડી જઇ અંતે ૧૨૯.૨૧ પોઇન્ટના ધોવાણે ૧૭૪૮૯.૧૪ બંધ રહ્યો હતો.
આજે બજાજ માટે ડુ ઓર ડાય ડે! આઇઆઇપી, ઇન્ફોસીસ, ટીસીએસ ઃ નિફ્ટી ૫૨૬૦, ૫૩૮૦ મહત્વના લેવલ
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૪૫.૩૫ સામે ૫૩૧૫.૨૫ ખુલી લાર્સન, કોટક મહિન્દ્રા બેંક, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પ, બેંક ઓફ બરોડામાં લેવાલી સામે રિલાયન્સ શેરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ફ્રા., વિપ્રો, આઇટીસી, હિન્દુસ્તાન યુનીલીવર, ટાટા મોટર્સ, હિન્દાલ્કો, ડીએલએફ, સિમેન્સ, ભારતી એરટેલમાં વેચવાલીના દબાણો ૫૩૩૬.૪૫થી નીચામાં ૫૩૦૦.૨૫ સ્પર્શી ગયો હતો. છેલ્લા કલાકમાં ઇન્ફોસીસમાં અફડાતફડીના અંતે નિફ્ટી ૩૯.૦૫ પોઇન્ટ ઘટીને ૫૩૦૬.૩૦ બંધ રહ્યો હતો. ઇન્ફોસીસ, ટીસીએસના આજે ગુરુવારે પરિણામ સાથે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના (આઇઆઇપી) મે, ૨૦૧૨ મહિનાના આંક જાહેર થનાર હોઇ ટેક્નીકલી નિફ્ટી સ્પોટ નજીકનું મજબૂત સપોર્ટ લેવલ ૫૨૬૦ અને મજબૂત પ્રતિકાર સપાટી ૫૩૮૦ બતાવાઇ રહી છે. બજાર આ બન્ને મહત્વના લેવલે જે લેવલ પાર કરે એ દિશામાં ખેલંદાઓએ વેપાર ગોઠવવો જોઇએ એવું ટેક્નીકલી ધ્યાન બતાવાઇ રહ્યું છે.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૪૯.૨૦થી તૂટી ૩૩.૯૦ ઃ જુલાઇ ફ્યુચર ૫૩૫૨ થઇ ઘટી ૫૩૨૧
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી જુલાઇ ફ્યુચર ૧,૯૨,૩૩૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૧૨૭.૦૮ કરોડના ટર્નઓવરે ૫૩૫૮.૧૫ સામે ૫૩૨૬.૩૦ ખુલી ઉપરમાં ૫૩૫૨.૧૫ થઇ નીચામાં ૫૩૧૨.૬૦ સુધી જઇ છેલ્લે ૫૩૨૧.૭૫ હતો. નિફ્ટી ૫૩૦૦નો પુટ ૪૫.૨૫ સામે ૫૫.૧૦ ખુલી નીચામાં ૪૬ થઇ ઉપરમાં ૬૨.૯૫ સુધી જઇ છેલ્લે ૫૯.૫૦ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૩,૧૯,૨૩૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૬૮૨.૭૫ કરોડના ટર્નઓવરે ૪૯.૨૦ સામે ૪૦.૫૦ ખુલી ઉપરમાં ૪૫.૫૦થી નીચામાં ૩૩.૯૦ સુધી ગબડી જઇ અંતે ૩૬.૨૫ હતો.
ઇન્ફોસીસનું ગાઇડન્સ આજે નબળું આવવાની સામે આઇઆઇપી વૃદ્ધિ અપેક્ષાથી પ્રોત્સાહક થવાની જાહેર થવાની ધારણા
ઇન્ફોસીસ ટેક્નોલોજીસના આવતીકાલે ગુરુવારે જાહેર થનારા પરિણામે સાથે ગાઇડન્સ ભાવિ અંદાજ નબળા રજૂ કરવામાં આવે એવી શક્યતા સામે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના (આઇઆઇપી) મે મહિનાના આંક ધારણા- અપેક્ષાની તુલનાએ પ્રોત્સાહક રજૂ થવાની શક્યતા બજારનો અમુક વર્ગ મૂકી રહ્યો છે.
રિલાયન્સ ગુ્રપ શેરોમાં નફારૃપી વેચવાલી ઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧૪ તૂટયો ઃ ઇન્ફ્રા, કેપિટલ, પાવર ઘટયા
રિલાયન્સ બન્ને ગુ્રપ કંપનીઓના શેરોમાં વેચવાલીનું દબાણ હતું. અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ નફારૃપી મોટી વેચવાલીએ રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૩.૩૦ ઘટીને રૃા. ૫૫૬.૦૫, રિલાયન્સ પાવર રૃા. ૨.૩૫ ઘટીને રૃા. ૧૦૭.૮૦, રિલાયન્સ કેપિટલ રૃા. ૭.૧૦ ઘટીને રૃા. ૩૭૪.૬૫, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૭૦.૬૦ રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કંપનીના બાયબેક પ્રોગ્રામ હેઠળ ૨૨, જૂન, ૨૦૧૨ સુધીમાં રૃા. ૨૧૪૫ કરોડમાં ત્રણ કરોડ શેરો બાયબેક કર્યાના આંકડા અને કંપનીએ રીફાઇનરી ઓફ-ગેસ ક્રેકટ (આરઓજીસી) પ્રોજેક્ટને અમલી બનાવવા ટેક્નોલોજી સપ્લાયર અને એન્જિનિયરીંગ કોન્ટ્રેક્ટર તરીકે ટેકનીપની પસંદગી કર્યાની જાહેરાત છતાં ફંડોની વેચવાલીએ શેર રૃા. ૧૩.૮૦ તૂટીને રૃા. ૭૨૫.૭૦ રહ્યો હતો.
ક્યુમિન્સ ઇન્ડિયા પેરન્ટે આવક અંદાજ ઘટાડતા રૃા. ૧૩ તૂટયો ઃ ટાટા મોટર્સ, મારૃતી, હીરો ઘટયા
ઓટોમોબાઇલ શેરોમાં એક તરફ જૂન મહિનામાં ૮.૮ ટકાની વેચાણ વૃદ્ધિ સ ામે નવા અંદાજો ઘટાડીને મૂકાતા અને વરસાદની ખાધથી વાહનોના વેચાણને ફટકો પડવાના ભય વચ્ચે વેચવાલી હતી. ટાટા મોટર્સના લાંબી મુદતના કોર્પોરેટ ક્રેડિટ રેટીંગને એસ એન્ડ પીએ અપગ્રેડ કર્યા બાદ ગઇકાલે વધેલો શેર આજે રૃા. ૫ ઘટીને રૃા. ૨૪૧.૪૦, મારૃતી સુઝુકી રૃા. ૧૮.૨૫ ઘટીને રૃા. ૧૨૦૩.૦૫, હીરો મોટોકોર્પ રૃા. ૨૪.૩૫ ઘટીને રૃા. ૨૦૪૦.૫૦, બજાજ ઓટો રૃા. ૯.૭૫ ઘટીને રૃા. ૧૫૧૩.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૭૩૨.૯૫ ક્યુમિન્સ ઇન્ડિયાની પેરન્ટ ક્યુમિન્સ દ્વારા આવક અંદાજો ઘટાડીને મૂકાતા શેર રૃા. ૧૨.૭૦ ઘટીને રૃા. ૪૩૬.૨૦, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૫૫ ઘટીને રૃા. ૧૩૫.૪૫, બોશ રૃા. ૪૫.૧૦ ઘટીને રૃા. ૮૮૫૫ રહ્યા હ તા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૧૧૨.૪૬ પોઇન્ટ તૂટીને ૯૪૨૦.૬૭ રહ્યો હતો.
ચોમાસુ દેશભરમાં ફેલાયું પણ ૨૬ ટકા વરસાદ ખાધ ઃ આઇટીસી, હિન્દુસ્તાન યુનીલીવર ઘટયા
ચોમાસુ દેશભરમાં ફેલાયું હોવા છતાં હજુ ૨૬ ટકા વરસાદની ખાધ હોવાના હવામાન ખાતાના આંકડા વચ્ચે એફએમસીજી શેરોમાં વેચવાલી હતી. આઇટીસી રૃા. ૪.૨૫ ઘટીને રૃા. ૨૫૩.૯૦, હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૫ ઘટીને રૃા. ૪૪૧.૩૦, યુનાઇટેડ બ્રીવરીઝ રૃા. ૭.૭૦ ઘટીને રૃા. ૫૩૬, કોલગેટ પામોલીવ રૃા. ૧૫.૯૦ ઘટીને રૃા. ૧૧૪૦.૨૫, ગોદરેજ કન્ઝ્યુમર રૃા. ૪.૨૫ ઘટીને રૃા. ૫૬૮.૩૫ રહ્યા હતાં.
ઇન્ફોસીસમાં છેલ્લી ઘડીમાં અફડાતફડી ઃ ઉપરમાં રૃા. ૨૫૦૩ થઇ ગબડી રૃા. ૨૪૪૪ થઇ રૃા. ૨૪૬૬
ઇન્ફોસીસ, ટીસીએસના ગુરુવારે આજે પરિણામ પૂર્વે આઇટી શેરોમાં એકંદર નરમાઇ હતી. વિપ્રો આરંભથી જ નરમાઇએ રૃા. ૧૦.૩૦ તૂટીને રૃા. ૩૭૪.૨૦, ટીસીએસ રૃા. ૨.૬૦ ઘટીને રૃા. ૧૨૫૮.૮૦ રહ્યા હતા. ઇન્ફોસીસ ટેક્નોલોજીસ દ્વારા નબળા ગાઇડન્સની ધારણા વચ્ચે શેરમાં અફડાતફડીના અંતે ઉછાળે વેચવાલી નીકળી હતી. શેર રૃા. ૨૪૫૯.૧૦ સામે રૃા. ૨૪૪૯.૯૦ ખુલી ઉપરમાં છેલ્લા કલાકમાં રૃા. ૨૫૦૩.૪૦ સુધી જઇ પાછો ફરી નીચામાં રૃા. ૨૪૪૪ થઇ અંતે રૃા. ૭.૨૫ વધીને રૃા. ૨૪૬૬.૩૫ રહ્યો હતો.
એમસીએક્સ-એસએક્સને સેબીની મંજૂરીએ ફાઇનાન્શિયલ ટેક્નોલોજી રૃા. ૨૩ ઉછળી રૃા. ૭૭૬
અન્ય આઇટી શેરોમાં એમ્ફેસીસ રૃા. ૩૮૪.૬૫, ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ એમસીએક્સ એસએક્સને ઇક્વિટી, ઇક્વિટી ફ્યુચર્સ, વ્યાજ દરના વાયદા, હોલસેલ ડેટ સાધનોમાં કામકાજ કરવા સેબીને મંજૂરી પાછળ રૃા. ૭૫૩.૪૦ સામે રૃા. ૭૭૧.૨૫ ખુલી ઉપરમાં રૃા. ૮૨૪.૯૦ સુધી ઉછળી જઇ અંતે રૃા. ૨૨.૯૫ વધીને રૃા. ૭૭૬.૩૫ રહ્યો હતો. જ્યારે એમસીએક્સ ઇન્ડિયા લિમિટેડ આરંભમાં તેજીએ રૃા. ૧૧૫૭.૧૦ સામે રૃા. ૧૨૧૨ ખુલી ઉપરમાં રૃા. ૧૨૪૬.૨૦ થઇ પાછો ફરી નીચામાં રૃા. ૧૧૨૨ જઇ છેલ્લે રૃા. ૨૮.૩૫ ઘટીને રૃા. ૧૧૨૮.૭૫ બંધ હતો.
એચડીએફસીનો નેટ નફો ૧૯ ટકા વધ્યો ઃ શેર રૃા. ૬૮૫ના વધ્યામથાળેથી ઘટીને રૃા. ૬૭૮
બેંકિંગ શેરોમાં હાઉસીંગ ફાઇનાન્સ જાયન્ટ એચડીએફસી દ્વારા જૂન ૨૦૧૨ અંતના પ્રથમ ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૧૮.૬૪ ટકા વધીને રૃા. ૧૦૦૧.૯૧ કરોડ અને કુલ આવક ૨૯.૨૯ ટકા વધીને રૃા. ૪૯૩૪.૮૫ કરોડ હાંસલ થવા છતાં શેરમાં નફારૃપી વેચવાલીએ રૃા. ૬૮૪.૭૫ના વધ્યામથાળેથી પાછોફરી નીચામાં રૃા. ૬૭૪.૩૦ થઇ અંતે રૃા. ૪.૨૫ ઘટીને રૃા. ૬૭૮.૩૦ રહ્યો હતો. એચડીએફસી બેંક રૃા. ૧.૩૫ ઘટીને રૃા. ૫૮૭.૦૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૫.૬૦ ઘટીને રૃા. ૯૬૬.૯૫ હતાં.
કોટક મહિન્દ્રા બેંક કર્ણાટક બેંકને હસ્તગત કરશે? શેર વધ્યો ઃ સિન્ડિકેટ બેંક ગબડયો
કોટક મહિન્દ્રા બેંક દ્વારા કર્ણાટક બેંકને હસ્તગત કરવામાં આવશે એવી ચર્ચા વચ્ચે કોટક મહિન્દ્રા રૃા. ૮ વધીને રૃા. ૬૦૭.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ રૃા. ૨૦.૨૦ વધીને રૃા. ૬૯૩, યુનીયન બેંક રૃા. ૨.૫૦ વધીને રૃા. ૨૧૩.૧૦ રહ્યા હતા. જ્યારે સિન્ડિકેટ બેંક રૃા. ૪.૬૫ ઘટીને રૃા. ૧૦૫.૮૦, યશ બેંક રૃા. ૬.૫૫ ઘટીને રૃા. ૩૫૩.૩૦, યુકો બેંક રૃા. ૧.૦૫ ઘટીને રૃા. ૮૦ રહ્યા હતાં.
સ્મોલ-મિડ કેપ શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ૧૬૧૭ શેરો ઘટયા ઃ ૧૭૮ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ-મિડ કેપ 'બી' ગુ્રપના ઘણા શેરોમાં નફારૃપી વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઇમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૪૦ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૭ અને વધનારની ૧૨૧૧ હતી. ૧૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૧૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઇઆઇ રૃા. ૮૪ કરોડના શેરોની ખરીદી ઃ ડીઆઇઆઇની રૃા. ૩૫૭ કરોડની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૮૪.૪૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૩૬૫.૦૪ કરોડના શ ેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૨૮૦.૬૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૩૫૬.૮૫ કરોડના શે રોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૭૫૯.૪૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૧૧૬.૨૯ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved