Last Update : 12-July-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૨-૦૭-૨૦૧૨, ગુરૃવાર
અષાઢ વદ નોમ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૨ મિ. (સૂ) ૬ ક. ૫૪ મિ. (મું) ૬ ક. ૫૮ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- અશ્વિની સાંજના ૭ ક. ૫૫ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મિથુન, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૃ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- મેષ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈન વીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ઋતુ અષાઢ વદ નોમને ગુરૃવાર. રા.દિ.આ/૨૧
માસ-તિથિ-વાર ઃ- અષાઢ વદ નોમ ને ગુરૃવાર.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૨૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૨૯ રોજ માહેસાંદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. નોકરી-ધંધાના કામમાં રૃકાવટ- મુશ્કેલી છતાં ધીરજ, શાંતિ રાખવી પડે.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના નાણાંકીય પ્રશ્નમાં, ઉઘરાણીની બાબતમાં, કાનૂની પ્રશ્નમાં, પિતૃપક્ષ, સાસરીપક્ષના પ્રશ્નમાં ચિંતા રહે.

 

મિથુન ઃ આપના નોકરી-ધંધાના કામમાં ફાયદો-લાભ જણાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પુત્રપૌત્રાદિકનું કામ થાય.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. રાજકીય- સરકારી કામ રહે.

 

સિંહ ઃ આપના કામની સફળતાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. ચિંતા- મુંઝવણ ઓછી થાય. ધંધો- આવક થાય.

 

કન્યા ઃ આકસ્મિક ચિંતા- ઉપાધિ- પરેશાનીના કારણે આપને શાંતિ- રાહત જણાય નહીં. શારિરીક, માનસિક કષ્ટ પીડા અનુભવો.

 

તુલા ઃ હૃદય-મનની પ્રસન્નતા- આનંદમાં તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. નોકરી-ધંધામાં કામ થાય. લાભ થાય.

 

વૃશ્ચિક ઃ વિલંબમાં પડેલા કામ અંગે ચિંતા રહે, બહાર જવાનું થાય. તમારા રોજીંદા કામ સિવાય અન્ય કામથી ચિંતા-ખર્ચ જણાય.

 

ધન ઃ ચિંતા- વ્યથા હળવી થવાથી તમારા અંગત કામમાં નોકરી-ધંધાના- સંતાનના કામમાં ધ્યાન આપી શકો.

 

મકર ઃ સગા સંબંધી- મિત્રવર્ગના, ઘર-પરિવારના- વડીલવર્ગના પ્રશ્ને ચિંતા- ખર્ચ અનુભવાય. માતૃપક્ષની ચિંતા રહે.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય પરંતુ કોઇની વાતોથી પ્રભાવીત થઇ જવું નહીં.

 

મીન ઃ આપના નોકરી-ધંધામાં આવક થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ- રાહત અનુભવો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૨-૦૭-૨૦૧૨, ગુરૃવાર

 

આજની તારીખે શરૃ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા આનંદ, ઉત્સાહમાં તેમજ આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાવિ કારકિર્દીના વિકાસ માટેની તક પ્રાપ્ત થાય. લાભ, ફાયદો થાય.

 

- ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભથી વર્ષના મધ્યભાગ સુધીનો સમય તમારા નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં ફેરફારીનો રહે, તમને સારી તક પ્રાપ્ત થાય. તમારી આવકમાં, સુખસંપત્તિમાં, માન, સન્માનમાં વધારો થાય.

 

- વર્ષારંભે આપના આરોગ્યની અસ્વસ્થતાનો ખર્ચ- ચિંતા જણાય. આકસ્મિક બિમારી આવી જાય. વાહનથી, પડવા વાગવાથી, અકસ્માત- ફ્રેકચરથી સંભાળવુ.

 

- પુત્રપૌત્રાદિકના પ્રશ્ન ઉકેલાતા હળવાશ, રાહત અનુભવો. આનંદ રહે.

 

- સ્ત્રી વર્ગને વર્ષ સાનુકૂળ પ્રગતિ, ભાગ્યોદયનું રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. મિત્રવર્ગમાં ઈચ્છિત લગ્નના સંજોગો ઊભા થાય. તે સિવાય પતિ- સંતાનની પ્રગતિ શરૃ થાય.

 

- વિદ્યાર્થી વર્ગને ભણવા માટેનો આત્મવિશ્વાસ વધે, સારી સફળતા મળે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

શ્રાવણ મહિનો હતો એ દરમ્યાન લીલીએ એક પંડિત પાસે જઇને પૂછ્યું, ''પંડિતજી, હું કુટુંબની શાંતિ માટે કયું વ્રત રાખું?''
પંડિતજી જવાબમાં બોલ્યો, ''મૌનવ્રત''.

[Top]
 

આજ ની રેસીપી

લંચ બોક્સમાં ભરવા યોગ્ય વાનગીઓ

પનીર નાન

 

સામગ્રી ઃ મેંદો ૨૫૦ ગ્રામ, દહીં ૧/૨ ગ્રામ, પનીર ૧૦૦ ગ્રામ, ડુંગળી ૧ નંગ, એકાદ-બે લીલા મરચાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું.

 

રીત ઃ મેંદાને ચાળીને તેમાં અર્ધી ચમચી મીઠું ભેળવો. દહીં નાખીને બાંધો. ચાર-પાંચ કલાક પડી રહેવા દો.

 

પનીરને સારી રીતે મસળીને રાખો. ડુંગળી અને લીલા મરચાં બારીક કાપીને પનીરમાં ભેળવી દો. સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને લાલ મરચું બરાબર ભેળવો. મેંદાના નાના નાના લૂઆ બનાવી તેની અંદર પનીરનું મિશ્રણ ભરો. થોડું વણીને તંદૂરમાં અથવા ઓવનમાં શેકી લો.

 

આ નાન પુદીનાની ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે પૌષ્ટિક પણ છે. અલબત્ત, આ નાના બનાવવા માટે સારો એવો સમય જાય છે, એટલે સમય હોય ત્યારેઆ નાન બનાવી શકાય છે.

[Top]
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved