Last Update : 10-July-2012, Tuesday

 
રાજકારણમાં ‘શ્વાન-પુચ્છ ન્યાય’
વિખ્યાત કાર્ટૂનકથા ટોમ એન્ડ જેરીમાં કે વોલ્ટ ડીઝનીનાં એનિમેટેડ પાત્રોમાં એક ક્રમ બહુ સામાન્ય હોય છેઃ દેખાવમાં નાનું લાગતું પાત્ર મોટા, કદાવર, બળુકા પાત્રને હંફાવે. તેના મોઢે ફીણ લાવી દે. અતિશયોક્તિની બાદબાકી સાથે ભારતના રાજકારણમાં ટોમ એન્ડ જેરીનો ખેલ બરાબર જોવા મળી રહ્યો છે. તેનો તાજો હપ્તો કર્ણાટક ભાજપમાં જોવા મળ્યો. ‘પૂંછડી કૂતરાને હલાવે છે’ એવી કહેણી પ્રમાણે કર્ણાટકના રવાના કરાયેલા ભાજપી મુખ્ય મંત્રી યેદ્દીયુરપ્પાએ આખા પક્ષને અને તેના કથિત હાઇકમાન્ડને ઉપરતળે કરી નાખ્યાં અને અંતે પોતાના ઉમેદવારને મુખ્ય મંત્રી બનાવીને જંપ્યા.
ખાણકામને લગતા ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ ધરાવતા યેદ્દીને પહેલાં તો મુખ્ય મંત્રીપદેથી રવાના કરતાં ભાજપને નવ નેજાં આવ્યાં અને એ શક્ય બન્યું ત્યાર પચી પણ યેદ્દીગ્રહનું નડતર ચાલુ જ રહ્યું. કર્ણાટકના જ્ઞાતિગણિતમાં યેદ્દીને નારાજ કરીને પ્રભાવશાળી લંિગાયત મતદારોને નારાજ કરવાનું ભાજપને પરવડે તેમ ન હતું. પૂંછડીના ઇશારે હાલવાની ભાજપને બહોળી પ્રેક્ટિસ છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ અત્યાર સુધીમાં ભાજપ અને સંઘ પરિવાર પાસે અનેક વાર પોતાનું ધાર્યું કરાવ્યું છે. તેમનાં ત્રાગાં સામે ભાજપ-સંઘ પરિવાર હંમેશાં લાચાર, મજબૂર મુદ્રામાં નજરે પડ્યો છે. પરંતુ કૂતરું અને પૂંછડી- એ ભૂમિકાઓ કાયમ અને સાવ અલગઅલગ હોય એ જરરી નથી. કેટલીક વાર એક જ વ્યક્તિને એ બન્ને ભૂમિકાઓ ભજવવાની આવે એવું પણ બને છે.
ભાજપની કેન્દ્રીય નેતાગીરી માટે ‘પૂંછડી’ જેવા ગુજરાતના મુખ્ય મંત્રીને ઘરઆંગણે પોતાના મંત્રીમંડળમાં પુરૂષોત્તમ‘ભાઇ’ સોલંકી રૂપી પૂંછડીથી હાલવું પડે છે એ પણ હકીકત છે. કાયદાના શાસન અને ન્યાયપ્રક્રિયા બાબતે ગુજરાત સરકાર અને તેના મુખ્ય મંત્રીની છબી અને મથરાવટી સારાં નથી. તો પણ, તેમના મંત્રીમંડળના એક મંત્રી સામે આટલી હદે આંગળી ચીંધામણ થવા છતાં, ગર્જનાપ્રેમી મુખ્ય મંત્રી તેમને કશું કરી શકે નહીં, એને રાજકારણનો ‘શ્વાન-પુચ્છ ન્યાય’ ગણી શકાય. કારણ કે ‘ભાઇ’ પાસે કોળી મતોનું વજન અને વિધાનસભાની વીસ-પચીસ બેઠકો પર ફરક પાડી શકવાની, કમ સે કમ સૈદ્ધાંતિક ક્ષમતા છે.
શ્વાન-પુચ્છ ન્યાય ફક્ત ભાજપમાં જ જોવા મળે છે એવું નથી. રાષ્ટ્રિય સ્તરે યુપીએની સરકાર તેનો જૂનો નમૂનો છે. હકીકતમાં સાથી પક્ષોના ટેકે ચાલતી તમામ સરકારો ‘પૂંછડી’ને પોતાના હિસાબે ને જોખમે જ અવગણી શકે છે. યુપીએ સરકારનાં ‘પુચ્છનારી’ મમતા બેનરજીએ અત્યાર લગી અનેક વાર પોતાનું ધાર્યું કરાવ્યું છે. રાજકારણના ખિચડીયુગમાં સંપૂર્ણ બહુમતી મેળવવાનું સ્વપ્નવત્‌ બન્યું છે ત્યારે બહુમતી સુધી પહોંચવા માટે જરરી બેઠકસંખ્યા ધરાવતા ‘પુચ્છપક્ષો’ ખરા અર્થમાં ‘કંિગમેકર’ બન્યા છે. યુપીએ સરકારને જરૂરી બહુમતી મળી ગયા પછી તેમણે સમાજવાદી પક્ષ અને મુલાયમસંિઘ-અમરસંિઘને ઉપેક્ષિત અપમાનિત કર્યા હતા, પરંતુ ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધા પછી એ જ સમાજવાદી પક્ષરૂપી પુચ્છ સમક્ષ કોંગ્રેસ પુંછડી પટપટાવતી જોવા મળી હતી.
યુપીએની બીજી મુદતમાં પુચ્છમાહત્મ્ય વધી ગયું છે. કારણ કે કૌભાંડગ્રસ્ત છબી ધરાવતી યુપીએ સરકારને ત્રીજી મુદત મળે એવી શક્યતાઓ અત્યારથી જ ઘૂંધળી જણાય છે. પરંતુ ચૂંટણીનો આખો ખેલ હવે મત મેળવવાનો નહીં, પણ વિવિધ પુચ્છપક્ષોના ટેકાનું મેનેજમેન્ટ કરવાનો બની ગયો છે. કેન્દ્ર નબળું પડતાં ઘટકો-સૂબાઓ મજબૂત બને એ રાજાશાહી રીત પ્રમાણે, કોંગ્રેસ-ભાજપ જેવા રાષ્ટ્રિય પક્ષોના પતન પછી રાજ્યસ્તરના નેતાઓ મહિમાવંત બન્યા છે. નીતિશકુમાર, નવીન પટનાયક, જયલલિતા, મમતા બેનરજી - આ સૌ સ્થાનિક પક્ષના મુખ્ય મંત્રીઓના દબદબાનો પાર નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીની શક્યતાઓ એકંદરે ઉજળી હોવા છતાં, સંગમા તેમને હરીફાઇ તો આપી રહ્યા છે. પ્રણવ મુખર્જી કંઇ નહીં તો પચાસ ટકા કરતાં ઓછા મત મેળવે, તો પણ બંધારણીય સમસ્યા ઊભી થાય, એ દિશામાં સંગમા અને તેમના ટેકેદારોના પ્રયાસ છે.
લોકશાહીમાં એકકેન્દ્રી રાજકારણને બદલે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તે ઇચ્છનીય અને આવકાર્ય જ હોય. પરંતુ સત્તાની વહેંચણી એટલે શ્વાનપુચ્છ રાજકારણ- એવો અર્થ કાઢી શકાય નહીં. કારણ કે શ્વાન-પુચ્છ રાજકારણમાં સત્તાનું વિકેન્દ્રીકરણ નહીં, પણ નાના પાયે સત્તાનું એકહથ્થુકરણ થાય છે. શ્વાનને હલાવવાના જોરે મુસ્તાક એવા પુચ્છનેતાઓ જ્ઞાતિવાદ, બાહુબળ, પ્રાંતવાદ જેવી સંકુચિત અને અંગત સ્વાર્થથી ખદબદતી ગણતરીઓ થકી મહિમાવંત બને છે. આવા સૂબાઓ પાસે સરવાળે તો સત્તાનું કેન્દ્રીકરણ જ થાય છે. કારણ કે તેમને સત્તાની વહેંચણી કરવી ગમતી કે ફાવતી નથી. ‘વન મેન પાર્ટી’નું રાજકારણ તેમને સૌથી વઘુ ફાવે છે. એ દૃષ્ટિએ કાગળ પર લોકશાહીની તમામ જરૂરિયાતો સંતોષતા હોવા છતાં, તે લોકશાહીના પાયામાં ઘા કરનારા નીવડે છે. માયકાંગલા શ્વાન અને મહિમામંડિત પુચ્છોની સૌથી માઠી અસર લોકશાહી સંસ્થાઓ અને લોકશાહી મૂલ્યો પર પડે છે એ કમનસીબ વાસ્તવિકતા છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved