Last Update : 10-July-2012, Tuesday

 

સચિવ સ્તરની મંત્રણાઓ ફારસરૂપ
પાકિસ્તાન સાથેના ડીલીંગમાં ચાણક્ય નીતિની જરૂર

 

- મુંબઈ હુમલાની સંયુક્ત તપાસની પાક.ની ઓફરને ઠુકરાવવી જોઈએ

 

 

પાકિસ્તાનનો અસલી ચહેરો વારંવાર જોવાની ટેવ ભારતના સત્તાવાળાઓને પડી ગઈ હોય એમ લાગે છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની સચિવ સ્તરની બેઠકમાં પાકિસ્તાને સ્પષ્ટ કહી દીઘું છે કે મુંબઈ પરના ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાનની કોઈ એજંસીનો હાથ નથી. ભારત ગમે તેટલા દસ્તાવેજો રજૂ કરે પણ પાકિસ્તાન તે સ્વીકારશે નહીં તે દેખાઈ રહ્યું છે. આવી મંત્રણાઓ અંતે ફારસરૂપ પુરવાર થઈ રહી છે.
એવું દેખાઈ રહ્યું છે કે પાકિસ્તાન સાથે વૈશ્વિક રાજકારણ રમવામાં આપણું વિદેશખાતુ ઢીલું પડે છે. પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપે એવા વિદેશ પ્રધાનની જરૂર છે. ભારતના વિદેશ પ્રધાન ઉદારમતવાદી વલણને આગળ ધરીને હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી કરે છે. ભારત પોતાની રજૂઆતમાં વૈશ્વિક દેશોને સાથે જોડી શકતી નથી.
ભારતનું વારંવારનું ઉદારમતવાદી વલણ પાકિસ્તાનને લાભ કરી રહ્યું છે. પાકિસ્તાન મંત્રણાઓ માટે તૈયાર છે પરંતુ એક્શન લેવા તૈયાર નથી. ભારત પોતાની સહનશીલતાની વાતો કર્યા કરે છે. જેમ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે તાજેતરમાં કહ્યું છે કે ભારત કેટલું સહનશીલ છે તે દુનિયાએ જોયું છે. ચિદમ્બરના આ નિવેદનની ટીકા પણ થઈ છે. જેમ કે વધારે પડતી સહનશીલતા એ નમાલાપણું છે.
પાકિસ્તાનની લુચ્ચાઈ હદ વટાવતી જાય છે. તેનું ભારત સાથેનું રાજકારણ રમતી કોઈ સ્પેશ્યલ ટીમ છે એમ દેખાઈ આવે છે. પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ડામાડોળ છે, અમેરિકા સાથેના તેના સંબંધો તંગ છે, વૈશ્વિક રાજકીય સ્ટેજ પર તે બદનામ છે છતાં ત્યારે ભારતની વાત આવે છે ત્યારે પાકિસ્તાન અક્કડ બની જાય છે.
પાકિસ્તાનના સત્તાવાળાઓ કોઈપણ નિવેદન સ્થાનિક રાજકારણ અંગે વિચારીને કરે છે. પોતાના દેશની સંડોવણી તે ક્યારેય સ્વિકારવા તૈયાર નહીં થાય તે દેખાઈ આવે છે.
હકીકત તો એ છે કે પાકિસ્તાન વાતો ઘણી કરી શકે છે, ભારતની પણ આ સ્થિતિ છે. બંને દેશ વચ્ચે વેપારની વાતો મોટાપાયે થાય છે પરંતુ જ્યારે ત્રાસવાદની વાત આવે છે ત્યારે ભારતની તમામ મક્કમ રજૂઆતોને પાકિસ્તાન ફગાવી દે છે.
મુંબઈ પરના હુમલામાં પાકિસ્તાનમાં તાલિમ પામેલા ત્રાસવાદીઓ હતા તે તો ઠીક પણ છેલ્લે ભારતે અબુ ઉર્ફે જુંદાલની પાસેથી માહિતી મેળવી હતી કે પાકિસ્તાનનો મુંબઈ હુમલામાં તે હેન્ડલર હતો અને આ હુમલા દરમ્યાન પાકિસ્તાનમાં કંટ્રોલરૂમ પણ ઉભો કરાયો હતો.
અબુ જુંડાલનો પાકિસ્તાની પાસપોર્ટ અને તેને સાઉદી અરેબીયાએ ભારતને સોંપ્યો ત્યારે પાકિસ્તાને કરેલો વિરોધ પાકિસ્તાનની મેલી રમતની ચાડી ખાય છે.
પાકિસ્તાન તો એવું સાબિત કરી રહ્યું છે કે મુંબઈ હુમલામાં પાકિસ્તાનીઓનો નહીં પણ ભારતના લોકોનો જ હાથ છે. પાકિસ્તાનના સત્તાવાળાઓ મુંબઈ હુમલામાં પોતાની કોઈ એજન્સીનો હાથ નથી તેમ કહેતા હતા અને હવે મુંબઈ હુમલા અંગે સંયુક્ત તપાસ માટે સંમતિ દર્શાવી હતી. અગાઉ પાકિસ્તાન કહી ચૂક્યું છે કે મુંબઈ હુમલામાં ૩૦ ભારતીયો પણ સંડોવાયા છે.
ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે પાકિસ્તાન બદનામ છે. જમ્મુ-કાશ્મીરમાંના ત્રાસવાદ અને દેશમાં અન્ય સ્થળોએ થયેલા ત્રાસવાદી હુમલામાં પણ પાકિસ્તાનનો હાથ હતો તે વાત ભારત વારંવાર સાબિત કરી ચૂક્યું છે પરંતુ પાકિસ્તાન નામક્કર જાય છે. ગત્‌ વર્ષોમાં ભારતે પાકિસ્તાન સરહદે ચાલતા ત્રાસવાદી તાલિમ કેન્દ્રોના ફોટા રજૂ કર્યા ત્યારે પાક શાસકોએ તે નકારીને સરનામા માગ્યા હતા. ત્યારે એલ.કે. અડવાણીએ પાકિસ્તાન સરહદ પર ચાલતા ત્રાસવાદી તાલિમ કેન્દ્રોના સરનામા આપ્યા હતા. આવા ૨૫ જેટલા તાલિમ કેન્દ્રોના સરનામાએ ખળભળાટ મચાવ્યો હતો પરંતુ પાકિસ્તાને ભારતના આ સરનામા ખોટા છે એમ કહીને ત્રાસવાદીઓને તાલિમ આપવાની વાતને ઉડાવી દીધી હતી.
જો પાકિસ્તાન ભારતની વાતો સાથે સંમત ના થતું હોય તો તેની મુંબઈ હુમલા સામેની સંયુક્ત તપાસની ઓફરને ફગાવી દેવી જોઈએ. પાકિસ્તાનના સત્તાવાળાઓ સ્થાનિક ત્રાસવાદી તત્ત્વોને નારાજ કરવા તૈયાર નથી અને ભારતની તપાસ એજંસીઓએ ત્રાસવાદ સામે લીધેલા પગલાને સ્વીકારવા તૈયાર નથી.
ભારતે પાકિસ્તાન સાથે ચાણક્ય નીતિ અપનાવીને વિશ્વના તખ્તા પર તેને ખુલ્લું પાડવાની જરૂર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 

 

 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved