Last Update : 10-July-2012, Tuesday

 
નખશીખ રાજકારણીય વ્યક્તિ પહેલી જ વાર આપણા રાષ્ટ્રપતિ તરીકે

- કોંગ્રેસના કટ્ટર વિરોધી શિવસેના, ડાબેરીઓ, માયાવતી, મેનકા ગાંધી જેવા પણ પ્રણવ મુખરજીની તરફેણમાં!
- સોનિયા ગાંધીએ એકસાથે કેટલા નિશાન તાક્યા?
- પ્રણવદા જ્યાં રહેવા જશે એ રાષ્ટ્રપતિ ભવન કેટલું જૂનું? કેટલું વિશાળ? કેટલા ખર્ચે તૈયાર થયું?

આપણા દેશને અંગ્રેજોએ ૧૮૫૭માં સંપૂર્ણ ગુલામ બનાવ્યા પછી અંગ્રેજોએ ભારતમાં પોતાની રાજધાની કોલકાતામાં રાખેલી જે ૧૯૧૧માં અંગ્રેજોએ દિલ્હી ફેરવેલી. જેને નવી દિલ્લી કહે છે એ ત્યાર પછી થયું.
એ વખતે આપણા ઉપર રાજ્ય કરનાર અંગ્રેજોના વડા તરીકે જે રહેતા એ વાયસરોય કહેવાતો. એ અંગ્રેજોનો પ્રતિનિધિ ગણાતો.
એ વાયસરોયને દિલ્લીમાં રહેવા માટે જે ભવ્ય આલિશાન મહેલ બનાવવામાં આવ્યો એ આજનું આપણું રાષ્ટ્રપતિ ભવન.
ત્યાં ત્યારે રાઈસીના અને માલચા નામના ગામડા હતા જ્યાં ૩૦૦ જેટલા કુટુંબો રહેતા. વાયસરોય માટે બિલ્ડીંગ બાંધવા ૪૦૦૦ એકરની જમીન મેળવવામાં આવેલી. આ ભવ્ય ઈમારત ચાર વર્ષમાં બાંધવાની હતી પછી ૧૯૧૪માં પહેલું વિશ્વયુઘ્ધ જર્મની અને બ્રિટન વચ્ચે થયું એટલે આનું બાંધકામ બંધ રાખવું પડેલું. (૧૯૧૪ થી ૧૯૧૮) પરિણામે ૧૯૨૯માં સંપૂર્ણ બાંધકામ પુરું થયેલું. એડવીન લેન્ડસીર લુટીન્સ નામના બ્રિટનના પ્રસિઘ્ધ આર્કીટેકે એની દેખભાળ કરેલી.
એનો ખર્ચ પહેલાં શરૂમાં ૪,૦૦,૦૦૦ પૌંડ અંદાજાયેલો જે છેવટે ૮,૭૭,૧૩૬ પૌંડ એટલે રૂપિયા ૧,૨૮,૦૦,૦૦૦ થયેલો. (ત્યારે ડોલરનો કોઈ ભાવ પૂછતું નહોતું. અમેરિકા હજી ઉભું થયું હતું અને ચારે બાજુ બ્રિટનનો વાવટો ફરકતો હતો.)
આ વિશાળ ઈમારત ૪ માળની છે જેમાં કુલ ૩૪૦ રૂમો છે. એ ૬૩૦ ફીટ લાંબી છે. એનો કુલ વિસ્તાર ૨,૦૦,૦૦૦ ચોરસ ફીટ છે. એના બાંધકામમાં લોખંડનો ઉપયોગ ઓછામાં ઓછો થયો છે. એના બદલે ૩૦૦૦૦૦૦ ક્યુબીક ફીટ પથ્થર અને ૭૦૦૦૦૦૦૦૦ ઈંટો વપરાય છે.
આ ઈમારત બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક વિભાગ વાયસરોય અથવા રાષ્ટ્રપતિના રહેઠાણનો અને બીજો વિભાગ મહેમાનો માટે.
આ ભવનમાં પહેલો રહેનાર લોર્ડ ઈરવીન નામનો વાયસરોય હતો જેણે ૧૯૩૧ના ૨૩ જાન્યુઆરીએ એમાં પ્રવેશ કરેલો. એને ગવર્નર જનરલ કહેતા. આપણને આઝાદી મળી પછી પહેલા ભારતીય ગવર્નર જનરલ કોંગ્રેસના સી. રાજગોપાલાચારી ઊર્ફે રાજાજી તા. એમને ઈમારતમાંનો પોતાને રહેવાનો વિભાગ ઘણો મોટો લાગેલો એટલે તેઓ મહેમાનો માટેના વિભાગમાં રહેતા હતા.
રાજાજી પછી પહેલાં રાષ્ટ્રપતિ (પ્રેસીડેન્ટ) બન્યા કોંગ્રેસના રાજેન્દ્ર પ્રસાદ. તેઓ પણ ચુસ્ત ગાંધીવાદી હતા અને સાદાઈથી જીવનારા હતા. એમણે પણ રાજાજીની જેમ મહેમાનો માટેના વિભાગમાં રહેવાનું રાખેલું. એ પછી બધા જ પ્રેસીડેન્ટ ત્યાં જ રહે છે અને મૂળ જે વિભાગ છે ત્યાં પરદેશી મહાનુભાવો દેશની મુલાકાતે આવે એમને રહેવાનું હોય છે અથવા સત્તાવાર કોઈ કાર્યક્રમ ત્યાં રખાય છે.
આપણા રાષ્ટ્રપતિ ભવનની એક વિશિષ્ઠતા એનો અતિ વિશાળ બગીચો છે જે આપણા દેશમાં મોટામાં મોટા બગીચાઓમાંનો એક છે. એ ૩૪૭ એકર જમીન ઉપર પથરાયેલો છે. વર્ષમાં અમુક દિવસ એ જનતા માટે ખુલ્લો રાખવામાં આવે છે ત્યારે એની મુલાકાતે દુનિયાભરમાંથી લોકો આવે છે.
આપણા રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા અનોખી છે. એણાં દુનિયાના જૂદા જૂદા દેશોની પઘ્ધતિના સારા અંશોનો સમાવેશ કરાયો છે.
બંધારણની ૫૪મી કલમમાં એનો ઉલ્લેખ કરાયો છે. એમની ચૂંટણી જનતા સીધી નથી કરતી પણ જનતાએ ચૂંટેલા સભ્યો કરે છે. એટલે કે અપ્રત્યક્ષ, આડકતરી ચૂંટણી. એટલે સંસદ સભ્યો અને બધા જ રાજ્યોના ધારાસભ્યો.
તેઓ જે મત આપે છે એ ‘સંિગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ’ કહેવાય છે એટલે કે પેલા મતદાર એક જ મત આપે છે પણ બધા ઉમેદવારોમાંથી પોતાની પસંદગીના ઉમેદવારનો ક્રમ નક્કી કરે છે. એટલે કે એ મતપત્રકમાં જણાવે છે કે એનો પહેલી પસંદગીનો ઉમેદવાર કોણ છે. હવે જો, પહેલી ગણતરીમાં વિજેતા નક્કી ન થાય તો મતપત્રકમાં મતદારે પોતાની બીજી પસંદગી જેના ઉપર ઢોળી હોય એની ગણતરી કરવામાં આવે છે.
આપણી બીજી ચૂંટણીઓ કરતાં આ ચૂંટણી સાવ અલગ એટલા માટે છે કે... વઘુમાં વઘુ મતો મળવાથી ઉમેદવાર જીતેલો જાહેર નથી થતો પણ કુલ મતોના અડધા કરતાં વઘુ મત હોય તો જ વિજેતા થઈ શકે. દા.ત. આ વખતે કુલ મતો ૧૦,૯૮,૮૮૨ છે. એટલે જીતવા માટે ઓછામાં ઓછા ૫,૪૯,૪૪૨ મત જોઈએ. જે ઉમેદવાર સૌપ્રથમ આટલા મતો મેળવે એ વિજેતા જાહેર થાય છે.
એ પણ સમજવા જેવું છે. મતદારો પોતાના મતપત્રકમાં પોતાની પસંદગીના ઉમેદવારોને ૧, ૨ અને ૩ ક્રમ આપે છે. હવે પહેલી ગણતરીમાં જ ઉમેદવાર કુલ મતોના અડધા કરતાં વઘુ મત મેળવે તો એ વિજેતા થઈ ગયો.
પરંતુ માને કે એવું ન બને તો? તો જે ઉમેદવારે પહેલી ગણતરીમાં સૌથી ઓછા મત મેળવ્યા હોય એને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવે છે. પરંતુ એને મળેલા મતોમાં એની બીજી પસંદગીના ઉમેદવારને કેટલા મત મળ્યા છે એને પેલા બચેલા ઉમેદવારના ખાતામાં ભેળવી દેવામાં આવે છે. એ ભેળવેલા મતો પછી કોઈ ઉમેદવાર કુલ મતોના અડધા ઉપરાંત મતો મેળવો તો એ વિજયી જાહેર થાય છે.
એ રીતે મતદારનો એક મત ટ્રાન્સફર થાય છે.
આવી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રણવ મુખરજીને ઉભા રાખવામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી શરૂઆતમાં ઢચુંપચું હતા.
એ અંગે સ્પષ્ટતા કરવા ૨૦૧૨ના ૧૫ જૂને સોનિયા ગાંધીએ પોતાના નિવાસસ્થાન ૧૦, જનપથ ઉપર કોંગ્રેસના જૂના જોગીઓ આર.કે. ધવન, એમ. એલ. ફોતેદાર અને સતીશ શર્માને ઉતાવળે મળવા બોલાવેલા. સોનિયા એ જાણવા માંગતા હતા કે... પ્રણવ મુખરજીએ કયા સંજોગોમાં અને કયા કારણે કોંગ્રેસ છોડેલી અને પછી ફરીથી એમને કોંગ્રેસમાં કેમ લેવામાં આવ્યા. ૧૯૮૦ના દસકાની એ વાત હતી. એ વખતે આ ત્રણેય નેતા ત્યારના વડાપ્રધાન અને સોનિયાના પતિ રાજીવ ગાંધીના સલાહકારોમાં હતા. એમની સાથે વાતચીત કરીને સોનિયા ગાંધીએ કોંગ્રેસના અત્યારના મુખ્યનેતાઓની તાત્કાલિક મીટીંગ બોલાવી... સાંજના લગભગ પાંચ વાગે.
એ પછી પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર છે એવી સત્તાવાર જાહેરાત સોનિયાએ બહાર જમાવટ કરી રહેલા પત્રકારો, મીડીયા વગેરેને કરી.
જો કે અત્યારનો સમય કોંગ્રેસ માટે ઘણો ખરાબ છે. દા.ત. આન્ધ્ર જેવા કોંગ્રેસના મજબૂત કહેવાતા રાજ્યમાં ૧૮ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ ૧૫ હારી ગઈ હતી. મોંઘવારી માઝા મૂકી રહી છે અને આર્થિક સ્થિતિ પણ ખરાબ છે. એવી સ્થિતિમાં પ્રણવ મુખરજી જેવા સંકટમોચકને રાષ્ટ્રપતિ પદ જેવા હોદ્દા માટે ઊભા રાખીને ફારગત કરવા એ પણ કોંગ્રેસ માટે એક રીતે કમનસીબ ગણાય.
- ગુણવંત છો. શાહ

 

આ જાણો છો?
દુનિયામાં દરેક દેશ-ગામમાં જેમ બટાકા મળે જ, મળે જ એમ ટમાટાં પણ બધે જ મળે અને પછી કેળાં બધે જ મળે. પશ્ચિમના દેશોમાં ફળ શાકના દુકાનદારનું ત્રણ ટકા વેચાણ એકલા કેળાનું હોય છે.

 

સાચવી રાખો, કામ લાગશે!
ર ચાંદીના વાસણ કે ઘરેણા સાથે ફટકડીનો ટુકડો મૂકી રાખો. જેથી ચાંદી કાળી નહીં પડે.
ર શાકને ઉકાળતી વખતે થોડુંક દૂધ નાંખવાથી શાક કાળું નહીં પડે... લીલું રહેશે અને ચમકદાર રહેશે.
ર દૂધ ગરમ કરવાની તપેલી ઠંડા પાણીથી સાફ કર્યા પછી એમાં તરત જ દૂધ નાંખીને ગરમ કરવાથી દૂધ ફાટશે નહીં.
ર કપડાં પર પડેલા ચોકલેટના ડાઘ કાઢવા માટે જરાક પેટ્રોલ ત્યાં ઘસો એટલે પેલા ડાઘ તરત જ નીકળી જશે.

 

છાબડી
ગ્રીસમાં ૨૬૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલો અને
પશ્ચિમના દેશો જેનું ગૌરવ લે છે એ પાયથાગોરસ
ઉપર ભારતીય સંસ્કૃતિની સંપૂર્ણ અસર હતી
આપણને નીચા, અભણ, જંગલી દેખાડવા અંગ્રેજોએ આપણા ઈતિહાસને ધરમૂળમાંથી મરડી નાંખેલો. તેઓને આપણી ઉપર રાજ્ય કરવાનું હતું એટલ એમ કરે એ સમજી શકાય એવું છે પરંતુ આપણે આઝાદ થયા પછી અને ૬૦ વર્ષ આઝાદી મળ્યાને થયા પછી પણ અંગ્રેજોએ મરડેલા એ ઇતિહાસને એમને એમ ચાલુ રાખવાની આપણી ગુલામ માનસિકતા કેવી?
૨૬૦૦ વર્ષ પહેલાં ગ્રીસમાં પાયથાગોરસર નામનો એક વિદ્વાન થઈ ગયેલો જેણે ભૂમિતિના સિઘ્ધાંતો રચ્યા એવું આપણને શીખવાડવામાં આવે છે જ્યારે ખરેખર તો એ ભૂમિતિના નિયમો આપણા હતા કરાણ કે આપણે ત્યાં એ સિઘ્ધાંતો શલ્યસૂત્રમાં આપેલા છે જેના આધારે આપણે ત્યાં યજ્ઞ વેદીઓની રચના થ.ી યજ્ઞની વેદીના હજારો પ્રકારના આકાર હતા. બ્રાહ્મણોમાં અગ્નિહોત્રી બ્રાહ્મણો અને બાજપેયી બ્રાહ્મણો યજ્ઞના જ્ઞાતા હતા.
બીજું પાયથગોરસ હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ‘‘આત્મા આવ-જા કરે છે, કદી મરતો નથી’’ એવી ફિલસુફીમાં માનતો. એ આપણી જેમ માનતો હતો કે આત્મા દેહના મૃત્યુ પછી બીજી કોઈ વ્યક્તિમાં અથવા પ્રાણી પક્ષી જંતુમાં જાય છે. એટલે એણે પોતાના અનુયાયીઓને જાનવરોનું માંસ ખાવાની મના કરેલી. ઉપરાંત એ આપણી જેમ મૌનવ્રત રાખતો અને શરાબ પાન કરતો નહોતો.
ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની એની ઉપર એવી ઊંડી અસર હતી કે એ આપણી જેમ સંખ્યા, અંકને બ્રહ્માંડનો પહેલો સિઘ્ધાંત માનતો.
એના આ બધા સિઘ્ધાંતો ત્યારની ગ્રીસની પ્રજાની માન્યતાઓની વિરૂઘ્ધ હતા એટલે એનો સખત વિરોધ થયેલો જેના કારણે એ ઈટલી જઈને વસેલો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved