Last Update : 10-July-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

મનમોહન પાસે ઘણી અપેક્ષા રખાય છે..
નવી દિલ્હી, તા.૯
૧૯ જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી સુધી જ્યારે કશું થઈ શકવાનું નથી ત્યારે પ્રણવ મુખરજીનો નાણાં ખાતાનો હવાલો સંભાળનાર વડાપ્રધાન પાસેથી સમાચાર માધ્યમાં અને રાજકીય વર્તુળો માટે સુધારણાની ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે. જે પ્રણવ નથી કરી શક્યા તે મનમોહન કરી શકસશે એવી છાપ ઊભી થવાના કારણે અપેક્ષાઓ વધી છે. રીટેલ ક્ષેત્રે અને ઉડ્ડયન ક્ષેત્રે એફડીઆઈની ખડી પડેલી ગાડીને ટ્રેક પર લાવવા ઉપરાંત મંદ પડી ગયેલા આર્થિક તંત્રને સુધારવા તેમજ પેન્શન બિલમાં સુધારણના એ મનમોહનસિંહ સામે મુખ્ય પડકાર છે.
જો કે રાજકીય પંડિતો બહુ આશાવાદી નથી. તેઓ માને છે કે 'દાદા'ના રાજીનામા પછી પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેર પડયો નથી. ઉદારીકરણના કોઈ પગલાં પરત્વે સોનિયા ગાંધીના વલણમાં કોઈ ફેર પડયો નથી.. અને અંતે તો મમતા નામની તલવાર સરકારના માથે લટકી રહી છે..!!
કોંગ્રેસ સુધારણા માટે 'બોલ્ડ' સ્ટેપ ભરે...
સામાન્ય ચૂંટણીઓની આડે બે વર્ષથી ઓછો સમય રહ્યો છે ત્યારે આર્થિક સુધારણાની અસર પક્ષના નેતાઓ અને નિષ્ણાતો પડી શકે કે કેમ?? એ અંગે માની રહ્યા છે. આ લોકોની દલીલ એવી છે કે સરકાર જ્યારે સત્તા ગ્રહણ કરે ત્યારે પરિવર્તનના પગલાની અસર થાય પરંતુ સરકારની ટર્મના છેલ્લા તબક્કામાં તેનો કોઇ અર્થ રહેતો નથી. બીજી તરફ રાજકીય પંડિતો માની રહ્યા છે કે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને ગોવામાં કોંગ્રેસે ફટકો ખાધો છે. એવી જ રીતે ગુજરાતમાં હારની સંભાવના છે તો આંધ્રમાંથી સત્તા હાથમાંથી સરકી રહી છે. એવી જ રીતે દિલ્હી, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં શું થશે તે અંગે કોઈ કહી શકે એમ નથી. આ સંજોગોમાં રાજકીય પંડિતો માને છે કે કોંગ્રેસ પરિવર્તન માટે 'બોલ્ડ' સ્ટેપ ભરવા જોઈએ.
ઘણી જવાબદારીઓ...
આ બધી દલીલો અને મંતવ્યો વચ્ચે યુપીએ જોડાણીના કેટલાક સીનિયર નેતાઓ માને છે કે આગામી ચૂંટણીઓ સુધી વડાપ્રધાનને નાણાં ખાતાનો હવાલો સંભાળી રાખવો જોઈએ. આ નેતાઓ માને છે કે કેટલાક રાજકીય બૌધનો છતાં યુપીએ પાસે તેનો આર્થિક એજન્ડા પૂરો કરવા પુરતો સમય છે. આ નેતાઓ એમ પણ માને છે કે દેશ સામે આ તબક્કે રાજકીય અને આર્થિક એમ બંને પડકારો છે. જે દેશના નેતા છે તે જ આ પડકાર ઉઠાવી શકે એમ છે. આ સંજોગોમાં નાણા મંત્રાલય જેવો મહત્વનો કોઈ હોદ્દો નથી. આ નેતાઓએ વડાપ્રધાનને આ બાબતે જણાવ્યું હોવાના અહેવાલો પણ છે.
દિગ્વિજયના વળતાં પાણી
બહુ બોલા એવા અને વિવાદો ઉભા કરવામાં જાણીતા એવા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ તરફથી છેલ્લા અઠવાડીયાઓથી કશું સાંભળવા મળતું નથી. આ નેતા ચૂપ એટલા માટે થઈ ગયા છે કે પક્ષના મોવડી મંડળે તેમને સમાચાર માધ્યમોથી દૂર રહેવા જણાવ્યું છે. પક્ષના કેટલાક સોર્સ કહે છે કે સમાચાર માધ્યમો સાથે ફાવંટ ધરાવતા આ નેતા પર જ્યારે તેમને મળવા પ્રતિબંધ ફરમાવા એટલે તે કદાચ તેમને સક્રિય રાજકારણ છોડવાની ફરજ પાડશે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે દિગ્ગીરાજા (દિગ્વિજયસિંહ) સમાચાર માધ્યમો વિના જીવી શકે એમ નથી અને સમાચાર માધ્યમો પણ 'હોટ સ્ટોરી' માટે તેમની પાસે જતા હતા.
દીદીને દાદા ખૂંચે છે...
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પ્રણવ મુખરજીનો સતત વિરોધ કરી રહ્યા છે. સૂત્રો જણાવે છે કે મમતા બેનરજીએ ભાજપને જણાવ્યુ હતું કે પ્રણવ ઈન્ડિયન સ્ટેટેસ્ટીકલ ઈન્સટીટયુટનો હવાલો સંભાળે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે પી. એ. સંગમા માટે ટેકો મેળવવા ભાજપના નેતાઓએ તાજેતરમાં પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. જો કે સંગમા માટે ટેકો મેળવવામાં તેમને કોઈ સફળતા મળી નહોતી. પરંતુ દીદીએ તેમને ખાલી હાથે પણ પાછા નહોતા મોકલ્યા. 'દાદા'ને મારવા દીદીએ આ નેતાઓને 'લાકડી' સમાન મુદ્દો પણ આપ્યો હતો.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved