Last Update : 10-July-2012, Tuesday

 

ભારતીય ક્રિકેટ બોર્ડનું વજન ફરી પૂરવાર થયું
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે

ICCની એકઝિક્યુટિવ્સ મીટીંગમાં DRSની ચર્ચા જ ના થઈ

દુબઈ, તા. ૯
ભારતીય ક્રિકેટ બોર્ડનું આઈસીસી પર વર્ચસ્વ કેટલી હદે હશે તે વધુ એક વખત પૂરવાર થયું છે. કુઆલાલુમ્પરમાં યોજાયેલી આઈસીસીની એક્ઝીક્યુટિવ્સ મીટિંગમાં અગાઉ થયેલ જાહેરાત પ્રમાણે 'ડીઆરએસ' (ડિસીસન રીવ્યુ સિસ્ટમ)માં વપરાતી વિવાદાસ્પદ હોટસ્પોટ બોલ ટ્રેકિંગ ટેકનોલોજીના નવા સંશોધનનું નિદર્શન થવાનું હતું.
કમ્પ્યુટર વિઝન ટેકનોલોજી નિષ્ણાત ડૉ.એડ રોસ્ટેન સંશોધિત બોલ ટ્રેકિંગ ટેકનોલોજી એ હદે સચોટ છે કે જો આઈસીસીની એક્ઝીક્યુટીવ્સ કમિટી સમક્ષ તેનું નિદર્શન થયું હોત તો તેને બહુમતિથી સભ્ય દેશોએ મંજૂર કરી હોત.
આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયરોના મેદાન પરના લેગબિફોર સહિતના નિર્ણયોને બેટસમેનમર્યાદા પ્રમાણે પડકારી શકવાનો નિયમ અમલી બની શકત. પણ, ભારતીય ક્રિકેટ બોર્ડ અત્યારે પ્રવર્તતી 'ડીઆરએસ' ટેકનોલોજીને સચોટ નહીં જણાવતા તેને ભારત રમે તે શ્રેણીમાં અમલી નહીં બનાવાય તેમ આઈસીસીને સ્પષ્ટ જણાવી દીધું હતું.
અત્યાર સુધી 'ડીઆરએસ' શ્રેણી રમતા જે તે દેશના ક્રિકેટ બોર્ડ મંજૂરી આપે તો જ અમલમમાં મૂકાય છે. ભારત હવે એકાદ-બે શ્રેણીના કડવા અનુભવ પછી તે નથી ઈચ્છતું.
અન્ય બોર્ડ બહુમતિથી 'ડીઆરએસ' ઈચ્છે છે. આઈસીસી પણ તેને બોર્ડ ઈચ્છે કે નહીં ફરજીયાત બનાવવા માંગે છે પણ, ભારતીય ક્રિકેટ બોર્ડનું આર્થિકઅને ક્રિકેટની લોકપ્રિયતામાં આધિપત્ય હોવાથી ખાસ્સુ વજન છે. ભારતીય બોર્ડને નારાજ કરીને આઇસીસી કોઈ નિયમ નથી બનાવી શકતું.
ડીઆરએસનું આ નવું સોફ્ટવેર આઈસીસી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બાતવશે. જો ભારતીય ક્રિકેટ બોર્ડ તેને મંજૂરી આપશે તો જ આઈસીસી તેને એક્ઝીક્યુટિવ્સ મીટિંગમાં ઠરાવ માટે મુકશે.
ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવવાનું પહેલા જરૃરી હોઈ તાજેતરની મિટિંગમાં 'ડીઆરએસ'ની નવી ટેકનોલોજી તૈયાર હોવા છતાં તે મિટિંગમાં એજન્ડામાં જ 'ડીઆરએસ'ને સામેલ નહોતું કરાયેલું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved