Last Update : 10-July-2012, Tuesday

 
 

હવે ફેડરર ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખી શકે છે
રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

ફેડરર તમામ ટોપ સીડેડ ખેલાડીઓમાં સૌથી વધુ ફીટ છે

ફેડરરનું જોરદાર ફોર્મ અને મનોબળ જોઇને યોકોવિચ અને નડાલ સાવધ થઇ ગયા છે


લંડન, તા. ૯
મરેને હરાવીને ફેડરરે વિમ્બલડનનું ટાઇટલ સાતમી વખત જીતીને સામ્પ્રસના રેકોર્ડની બરાબરી કરી છે. આ સાથે ફેડરરે ૧૭મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતીને તેના વર્લ્ડ રેકોર્ડને આગળ ધપાવ્યો હતો. બીજા નંબરે સામ્પ્રસ ૧૪ ટાઇટલ ધરાવે છે.
૩૦ વર્ષીય ફેડરરને જો આ વખતે વિમ્બલડનનું ટાઇટલ જીતવામાં સફળતા ના મળી હોત તો તે પોતે જ કદાચ એવું માનવા લાગત કે હવે તેણે તેની પ્રતિષ્ઠા જાળવી રાખવા નિવૃતિ લેવાનું વિચારવું જોઇએ, કેમ કે ૨૦૧૦ની જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા પછી તે એકપણ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ નહોતો થયો. તે નડાલ કે યોકોવિચનું વિઘ્ન ક્યારેય હવે પાર પાડી શકશે તેમ નહોતું લાગતું. તેને સોંગા, મરે, આઇસનેર જેવા અન્ય નીચા ક્રમાંકિત ખેલાડીઓ પણ એટીપી ટુર્નામેન્ટોમાં હરાવતા હતા. ૨૦૧૦ ઓસ્ટ્રેલિયન ઓપન પછી તે વર્ષના ત્રણ, ૨૦૧૧ના ચાર અને ૨૦૧૨ના ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન મળીને લગાતાર નવ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાંથી એકપણ તે જીતી નહોતો શક્યો.
ફેડરર હવે વધુ એકાદ ટાઇટલ પણ જીતી શકશે કે કેમ તેમ શંકા સેવાતી હતી. અલબત્ત તે ક્વાર્ટર ફાઇનલ કે સેમિ ફાઇનલ સુધી પહોંચવામાં સફળ થતો હતો પણ તે તેની ઈમેજને ઉલટું નુકસાન કરતું હતું.
બધા એવું માનતા હતા કે હવે નડાલ, યોકોવિચ જ મહત્તમ ટાઇટલ્સ વહેંચશે. મરે પણ વધુ નિખાર લાવશે.
જ્યારે વિવેચકોએ ફેડરર પર ગ્રાન્ડ સ્લેમ જીતવામાં પૂર્ણવિરામ લગાવવાની તૈયારી કરી હતી ત્યારે જ તેણએ કારકિર્દીના અસ્ત મનાતી વેળાને મધ્યાહ્નમાં ફેરવી દીધી છે.
ફેડરરે સેમિ ફાઇનલમાં વર્લ્ડ નંબર વન યોકોવિચને હરાવીને મજબૂત મનોબળની પ્રતિતિ કરાવી છે. ફેડરર પોતે વિમ્બલડન ટાઇટલ જીતવા સાથે નંબર વન બની ગયો છે.
જોકે નડાલ વહેલા ફેંકાઇ જતા ફેડરરને મરેની સામે ફાઇનલ આવી હતી. બાકી નડાલ - મરે વચ્ચે સેમિ ફાઇનલ રમાઇ હોત. જેમાં નડાલ ફેવરિટ મનાતો હતો. મરેની રમત ફેડરર સામે ઓછો અનુભવ ધરાવતી લાગતી હતી તે જોતા ફાઇનલમાં નડાલ હોત તો ફેડરરની વધુ કસોટી થઇ હોત.
ફેડરર છેલ્લા અઢી વર્ષમાં ખરાબ રમત તો રમતો જ નહોતો. તે મહદ્અંશે નડાલ કે યોકોવિચ સામે હારી જતો હતો. એક પ્રકારની માનસિક ઠપ્પતા (મેન્ટલ બ્લોક)ની સ્થિતિ થઇ ગઇ હતી.
હવે વિમ્બલડન જીતતા યોકોવિચ, મરે જેવાને વારાફરતી હરાવ્યા હોઇ ફેડરરમાં જબરદસ્ત આત્મવિશ્વાસ વધી ગયો હશે. કદાચ બીજી બે-ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ના જીતે તો પણ તેના પર દબાણ નહીં સર્જાય. તેની ફિટનેસ તો મરે, યોકોવિચ કરતા પણ વધુ છે.
ફેડરરને વધુ રમવાનું પ્રેરક બળ નડાલ હોઇ શકે કેમ કે નડાલ ૧૧ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યો છે અને ફેડરરના ૧૭ આવા ટાઇટલ છે. નડાલ હજુ બીજા પાંચેક વર્ષ સ્હેજે રમી શકે તેમ છે. એટલે કે ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ તે ઉદાહરણ તરીકે રમે. તેમાંથી તે આઠ-દસ તો જીતી જ શકે તેમ છે. આમ ફેડરર તેનો ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ વધુ ને વધુ લંબાવવા માંગશે. હવે બીજા ત્રણેક ટાઇટલ જીતી ૨૦ ગ્રાન્ડ સ્લેમનું લક્ષ્ય હોઇ શકે.
નડાલને ઘૂંટણની ઈજા સતાવે છે. યોકોવિચને પીઠનો દુઃખાવો થતો હોય છે. મરે હજુ ફેડરરને હરાવે તેવું લાગતું નથી. વર્ષમાં ચારમાંથી બે ટાઇટલ જીતે તો પણ ફેડરર ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પર પહોંચી શકે તેમ છે.
ફેડરરને કંઇ ગુમાવવાનું નથી. તેની સફળતાને જ લંબાવવાની છે.

ફેડરર કોનર્સના એક રસપ્રદ રેકોર્ડથી હજુ પાછળ
પિતા બન્યા પછી કોનર્સ ત્રણ અને ફેડરર બે વખત ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે
બેકર, અગાસી અને કાફેલનિકોવ એક-એક આવા ટાઇટલ જીત્યા છે
લંડન, તા. ૯
આ વખતે ફેડરર વિમ્બલડનની સેમિ ફાઇનલમાં પ્રવેશ્યો ત્યારે તેણે કોનર્સના ૩૨ વખત ગ્રાન્ડ સ્લેમ સેમિ ફાઇનલમાં પ્રવેશવાના રેકોર્ડને તોડયો હતો પણ હજુ એક રેકોર્ડ કોનર્સના નામે અકબંધ છે. કોનર્સ તેના આઠમાંથી ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ તે પિતા બન્યો પછી જીત્યો હતો. તેણે પુત્ર બ્રેટના જન્મ બાદ ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા. જ્યારે ફેડરર જોડિયા બાળકીનો જન્મ થયા બાદ બે ગ્રાન્ડ સ્લેમ, જાન્યુઆરી ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયન ઓપન અને હવે ૨૦૧૨નું વિમ્બલડન જીત્યો છે. તે જૂલાઇ, ૨૦૦૯માં પિતા બન્યો હતો.
છેલ્લી ૧૨૯ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ૧૨ ટાઇટલ જ એવા છે જે ચેમ્પિયન ખેલાડી પિતા બન્યા બાદ જીતાયા હોય. મેકનરો, લેન્ડલ અને એડબર્ગ પિતા બન્યા પછી ટાઇટલ જીતી નથી શક્યા.
પેટ કેશ, ગોમેઝ, કોર્ડા અને કોસ્ટા એક-એક ટાઇટલ જ જીત્યા છે પણ તેઓ તે વખતે પિતા હતા. તેવી જ રીતે બેકર, કાફેલનિકોવ અને અગાસી પિતા બન્યા પછી એક-એક ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીત્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved