Last Update : 10-July-2012, Tuesday

 

ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે

ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડી.જી.સી.એ.) કોઇ પ્રકારની છૂટછાટ આપવા માગતી નથી
મુંબઇ, તા.૯
દિલ્હી હાઇ કોર્ટના આદેશ અન્વયે ફરીથી નોકરીમાં જોડાવાના પત્રો આપનારા ૪૩૪ પાઇલટો એર ઇન્ડિયાના વિમાનોની કોકપિટમાં બેસે એ પહેલા એમણે ઘણી બધી વિધીઓ પુરી કરવી પડશે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એમને સમય કે વિધી બાબતમાં કોઇ છુટછાટ આપવાના મૂડમાં નથી. એટલે ૪૩૪ પાઇલટોએ વિમાન ઉડાડવાની શરૃઆત કરતાં પહેલાં ક્લાસ-૧ની મેડીકલ ટેસ્ટ ફરજિયાતપણે કરાવવી પડશે.
ડીજીસીએના વડા ભારત ભૂષણ ે જણાવ્યું હતું કે 'આ સલામતિની બાબત છે અને આવી બાબતોમાં કોઇ પણ પ્રકારની છુટછાટો આપી શકાય. બધા જ પાઇલટોએ ભારતીય હવાઇ દળના બે નિર્ધારિત સેંટરોમાંથી પોતાની ક્લાસ-૧ મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે. બીજુ ૩૦થી વધુ દિવસો સુધી એમણે ઉડ્ડયન (ફ્લાઇંગ) ન કર્યું હોવાથી એમણે થ્રિ-ટાયર રુટ ચેક ટેસ્ટમાંથી પણ પસાર થવું પડશે. ત્યાર બાદ જ તેઓ ઉડ્ડયન માટે ફિટ ગણાશે.'
૧૯૯૯માં બહાર પડાયેલા ફ્લાઇટ ક્રુ માટેના એક નિયમ અન્વયે ક્લાસ-૧ તબીબી પરીક્ષણ માત્ર દિલ્હીના એર ફોર્સ સેન્ટ્રલ મેડિકલ એસ્ટાબ્લિશમેંટ અથવા તો બેંગ્લોરમાં વિમાનપુર ખાતે આવેલી ઇન્સ્ટિટયુટ ઓફ એરોસ્પેસ મેડિસીનમાં જ કરાવી શકાય છે. ડીજીપીએના સાધનોના જણાવવા મુજબ ભારતીય હવાઇ દળના આ બંને સેંટરોમાં દિવસના ૧૦થી વધુ પાઇલટસનું તબીબી પરીક્ષણ કરવાની ક્ષમતા નથી.
'વળી, આ ૧૦ જણનો સ્લોટ દેશની તમામ એરલાઇન્સના પાઇલટોમાં વહેંચાઇ જાય છે. એટલે કોઇ પણ સમયે એર ઇન્ડિયાને દિવસના ત્રણ કે ચારથી વધુ સ્લોટસ મળે એવી શક્યતા નથી. ધારો કે એર ઇન્ડિયાના પાઇલટોને રોજિંદા ધોરણે તમામ સ્લોટસ આપી દેવાય તો પણ ૪૩૪ પાઇલટોનો મેડીકલ ટેસ્ટ લેતા લગભગ બે મહિના લાગી જાય' એમ ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું.
મુલકી ઉડ્ડયન અધિકારીઓના જણાવવા મુજબ હજુ સુધી આ પ્રક્રિયા શરૃ પણ નથી થઇ. જીડીસીએને હજુ સુધી એર ઇન્ડિયા તરફથી ફરજ પર પાછા ફરેલા પાઇલટોની યાદી કે આ પાઇલટોનું ક્લાસ-૧ તબીબી પરીક્ષણ કરાવવા માટે સ્લોટ ફાળવવાની વિનંતિ પણ નથી મળી એમ ભૂષણ કુમારે વધુમાં જણાવ્યું હતું.
તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ જ પાઇલટો ગ્રાઉન્ડ ટ્રેનિંગ, સિમ્યુલેટર ટેસ્ટ અને પાઇલટ ફ્લાઇટ રુટની વિગતોથી સારી પેટે વાકેફ છે કે નહિ એ માટેના રુટીન ચેક્સ કરાવી શકશે. આ રુટીન ચેક્સ પણ ત્રણ તબક્કામાં થાય છે. સૌથી પહેલા પાઇલટનો ચેક પાઇલટ દ્વારા, પછી એક ઇન્સ્ટ્રક્ટર દ્વારા અને છેલ્લે એક એક્ઝામિનર દ્વારા ટેસ્ટ લેવાય છે.
આ બધુ જોતાં, તમામ હડતાળિયા પાઇલટોને પૂર્વવત કોકપિટમાં ગોઠવાતા ત્રણ મહીનાથી વધુ સમય લાગી જશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved