Last Update : 10-July-2012, Tuesday

 

લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

જમ્મુ-કાશ્મીરથી લવાયેલો પરવેઝ તાક ૧૯મી જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૯
પાકિસ્તાની મૂળની અભિનેત્રી લૈલાખાન અપહરણ કેસમાં જમ્મુ કાશ્મીરથી લવાયેલા પરવેઝ તાકને આજે કોર્ટમાં હાજર કરાતા તેને ૧૯ જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી મળી છે. તે સિવાય પરવેઝની આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે પણ તેની પૂછપરછ કરવામાં આવશે, એમ ડીસીપી અંબાગાસ પોટેએ જણાવ્યું હતું.
સહકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે પરવેઝ તાકે લૈલાખાન અને તેના કુટુંબીજનોને ક્યાં રાખ્યા છે? ઉપરાંત તેણે તેમની હત્યા કરી નાંખી છે કે કેમ તે શોધી કાઢવા માંગે છે. હાલમાં તાક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે તેણે જમ્મુ-કાશ્મીર પોલીસ સમક્ષ લૈલા અને તેના કુટુંબીજનોની હત્યા કરી નાંખી હોવાનું કબુલ્યું છે. ક્રાઇમ બ્રાંચનાં સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ લૈલાખાન અને તેનાં પાચ કુટુંબીજનોના અપહરણ કેસ સંદર્ભે તાકની પૂછપરછ કરશે.
જમ્મુ-કાશ્મીર પોલીસ મારફતે ધરપકડ કરાયેલા તાકે તપાસકારોને કહ્યું હતું કે ગયા વર્ષે મહારાષ્ટ્રમાં લૈલા અને તેના કુટુંબીજનોની ગોળીબાર કરીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જો કે ક્રાઇમ બ્રાંચે તાકનાં આ નિવેદન પર હજીસુધી વિશ્વાસ મૂક્યો નથી.
મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચનાં જણાવ્યા મુજબ અપહરણ કરાયેલા લૈલાનાં ચાર કુટુંબીજનોનું છેલ્લુ ઠેકાણું રાજ્યના નાશિક જિલ્લાનાં ઇગતપુરીમાં મળ્યું હતું. જો કે તેમાં લૈલા અને તેની મોટી બહેનનો સમાવેશ થતો ન હતો.
આ ચાર કુટુંબીજનોમાં લૈલાની માતા ૫૦ વર્ષીય શેલીના બે જોડિયા ભાઇ-બહેન ઝારા અને ઇમરાન તથા અન્ય એક સંબંધીનો સમાવેશ થાય છે. જેમનું છેલ્લુ ઠેકાણું ઇગતપુરીમાં મળ્યું હતું. પરંતુ લૈલા તથા તેની મોટી બહેન હઝમીનાને અપહરણકારો અન્ય કોઇ ઠેકાણે લઇ ગયા હતા, એમ પોલીસે કહ્યું હતું.
શક્ય છે કે લૈલા અને તેની બહેન ઇગતપુરી ન ગયા હોય, પરંતુ તાક સતત તેના નિવેદનો બદલી રહ્યો હોવાથી અમે રાહ જોઇ રહ્યા છીએ, એમ પોલીસે કહ્યું હતું. ફેબુ્રઆરી ૨૦૧૧માં લૈલા અને તેના કુટુંબીજનો ગુમ થઇ ગયા હતા. આ અંગે લૈલાનાં પિતા નાદીર પટેલે ૫ જુલાઇ ૨૦૧૨ના રોજ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં તેમના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
પરવેઝ તાકે જમ્મુ કાશ્મીર પોલીસને કહ્યું હતું કે તેણે તેની શેલીના, સાવકી પુત્રી લૈલા અને ઉપરાંત ઝારા અને ઇમરાનની લોખંડના સળિયા વડે હત્યા કરી હતી. તેણે કહ્યું હતું કે શેલીના સાથે તેને ઝઘડો થયો હતો. જેમાં તેણે શેલીનાની હત્યા કરી ત્યારે તેની પુત્રી લૈલા આ દ્રશ્ય જોઇ ગઇ હતી. આથી 'પુરાવાનો નાશ કરવા' માટે તેણે તેની સાવકી પુત્રી લૈલા ખાનની હત્યા કરી હતી. પરવેઝે પોલીસને કહ્યું હતું કે તેનો ઇરાદો કોઇની પણ હત્યા કરવાનો ન હતો પરંતુ બદલો લેવા માટે તેણે આ કૃત્ય કર્યું હતું.
આ ચોંકવનારી માહિતી જમ્મુ કાશ્મીર પોલીસે પરવેઝનાં નોંધેલા નિવેદનનાં ભાગરૃપ છે. જે જમ્મુ કાશ્મીર પોલીસે શનિવારે કિશ્તવાર કોર્ટમાં રજૂ કર્યું હતું. ઉપરાંત તેના નિવેદનનાં આધારે જ મુંબઇ ક્રાઇમ બ્રાંચે તેની કસ્ટડી મેળવી હતી.
લૈલાની માતા શેલીના સાથે એકાદ વર્ષ અગાઉ લગ્ન કરનારા ૩૫ વર્ષીય પરવેઝ તાકની ૨૧ જૂનનાં રોજ તેના વતન કાશ્મીરનાં કિશ્તવારમાંથી ધરપકડ થઇ હતી. ધરપકડ સમયે તેણે પોલીસને કહ્યું હતું કે લૈલા ૧૬ મહિના અગાઉ ગુમ થઇ હતી. બાદમાં ૨૦૧૧ના દિલ્હી હાઇ કોર્ટે બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેનું નામ બહાર આવ્યું હતું.
પરવેઝે કહ્યું હતું કે લૈલાની મિલકતને મામલે લૈલા અને તેના કુટુંબીજનોની શહેરનાં બિલ્ડર આસીફ અને બે શાર્પશુટરે લૈલાના ઇગતપુરીનાં ફાર્મહાઉસમાં હત્યા કરી નાંખવામાં આવી હતી. ગયા વર્ષે ૯ ફેબુ્રઆરીએ થયેલી આ હત્યાઓનો તે સાક્ષી પણ છે, એમ પરવેઝે પોલીસને વધુમાં કહ્યું હતું. તેના થોડા દિવસ બાદ પરવેઝે પોલીસ સમક્ષ લૈલા જીવતી હોવાની શક્યતા વ્યક્ત કરીને ફેરવી તોળ્યું હતું.
ત્યારબાદ તાકે પોલીસને કહ્યુ હતું કે તે ૨૦૦૯માં મુંબઇમાં એક રાજકીય સંમેલનમાં શેલાનીને મળ્યો હતો. અમે એકબીજા તરફ આકર્ષાયા હતા અને બાદમાં ખાનગીમાં લગ્ન કરી લીધા હતા. શેલીના તેના મિત્રો અને સંબંધીઓમાં મારી ઓળખ રસોઇયા, મેનેજર અને મિત્ર તરીકે આપતી હતી, પરંતુ લૈલાને અમારા લગ્ન બાબતે ખબર હતી, એમ પરવેઝે કહ્યું હતું.
શેલીનાની બિલ્ડર આસીફ શેખ સાથેની મિત્રતા મને પસંદ ન હતી. તે જ્યારે શ ેખને તેની મુંબઇની મિલકતના રખેવાળ તરીકે ઓળખ આપતી હતી ત્યારે તે મારી સાથે છેતરપિંડી કરતી હોવાની શંકા જતી હતી, એમ પરવેઝે તેના નિવેદનમાં કહ્યું હતું.
૯ ફેબુ્રઆરીનાં રોજ ઇગતપુરીનાં ફાર્મ હાઉસમાં હું અને શેલીના નશામાં હતો ત્યારે આ બાબતે ઝઘડો થયો હતો. જેમાં મે શેલીનાને લોખંડનો સળિયો ફટકારી દીધો હતો. તે સમયે મને મારી ભૂલ સમજાઇ હતી. પરંતુ લૈલા અને તેના ભાઇ બહેન અહીં દોડી આવ્યા હતા. શેલીના લોહીલુહાણ થઇ ગઇ હતી અને તે બચશે નહીં એમ મને લાગ્યું હતું. તરત મે વોચમેન શાકીર હુસેનને બોલાવ્યો હતો. જેને મે ફાર્મહાઉસમાં વોચમેન તરીકે રાખ્યો હતો. તેણે લૈલાને પકડી રાખી હતી. તેના માથામાં પણ મેં લોખંડનો સળિયો ફટકાર્યો હતો. તે પહેલાં મેં ઝારા અને ઇમરાનની હત્યા કરી નાંખી હતી, એમ તાકે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું.
તાકે વધુમાં કહ્યું હતું કે મેં અને કાશ્મીરી વોચમેન શાકીરે તમામ મૃતદેહ ચાદરમાં લપેટી દીધા હતા. બાદમાં તમામ મૃતદેહ જમીનમાં દાટીને ફાર્મહાઉસને આગ ચાંપી દીધી હતી, એમ પરવેઝે નિવેદનમાં જણાવ્યું હતું.
ફાર્મહાઉસમાંથી રોકડ રકમ અને દાગીના લઇને પરવેઝ તથા શાકીર અલગ અલગ વાહનમાં કાશ્મીર રવાના થયા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved