Last Update : 10-July-2012, Tuesday

 

જે કેસ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં મોકલાયો હતો તે
બેસ્ટ બેકરીમાં ચારને આજીવન કેદ ઃ પાંચ નિર્દોષ

બોમ્બેની ટ્રાયલ કોર્ટે નવને આજીવન કેદની સજા ફટકારેલી ઃ નિર્દોષ છૂટેલાને 'શંકાનો લાભ' અપાયો

(પીટીઆઇ) મુંબઇ, તા. ૯
ગોધરા હત્યાકાંડ પછી ૨૦૦૨માં ગુજરાતભરમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં વડોદરાના બેસ્ટ બેકરી કેસમાં મુંબઇની હાઇકોર્ટે પાંચ આરોપીઓને ''શંકાનો લાભ આપી'' નિર્દોષ ગણી મુક્ત કર્યા હતા. કારણ કે, સાક્ષીઓ તેમની સ્પષ્ટ ઓળખ આપી શક્યા ન હતા જ્યારે અન્ય ચારને ટ્રાયલ કોર્ટે ફરમાવેલી આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી. ન્યાયમૂર્તિ વી.એમ. કનાડે અને ન્યાયમૂર્તિ પી.ડી. કોડેની બનેલી બેન્ચે, આજે આ નવ આરોપીઓની અપીલનો ચુકાદો આપતાં આ પ્રમાણે હુકમ કર્યો હતો.
આ નવે આરોપીઓએ, ૧૪ જણાનો જાન લેનારા અને અનેકને ઈજાઓ પહોંચાડનારા, આ બેસ્ટ બેકરી કેસમાં ટ્રાયલ કોર્ટે કરેલી આજીવન કેદની સજા સામે, અહીંની હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
ગોધરા પાસે, સાબરમતી એક્સપ્રેસમાં ૫૯ કાર-સેવકોને જીવતા સળગાવી દેવાયા પછી, બે દિવસે માર્ચ ૧, ૨૦૦૨ના દિવસે, વડોદરાની બેસ્ટ બેકરી ઉપર એક ટોળાંએ હુમલો કરી તેને સળગાવી દીધી હતી. જેમાં ૧૪ જણાના જાન ગયા હતા, અનેકને ઈજાઓ પણ થઇ હતી.
આ હુમલામાં આ બેકરી ચલાવતાં શેખ કુટુંબના સભ્યો સહિત, બેકરીમાં જાન બચાવવા ભરાઇ ગયેલા, તેના મુસ્લીમ કારીગરો માર્યા ગયા હતા, તેમજ ત્રણ હિન્દુ કારીગરો પણ આ હત્યાકાંડમાં ભોગ બન્યા હતા.
હાઇકોર્ટે, આ નવ આરોપીઓમાંથી રાજુભાઇ બારિયા, પંકજ ગોસાવી, જગદીશ રાજપુત, સુરેશ ઊર્ફે લાલો દેવજીભાઇ વસાવા, અને શૈલેષ તડવીને મુક્ત કર્યા છે. કોર્ટે જણાવ્યું છે કે, તેઓની વિરૃધ્ધ કોઇ પુરાવા જ નથી. કોઇપણ સાક્ષીએ, આ રમખાણોમાં તેમની કોઇ ભૂમિકા હોવાનું જણાવ્યું જ નથી. આથી આ પાંચે આરોપીઓને શંકાનો લાભ મળે છે.
આ હુમલાને લીધે, ઈજા પામેલી ચાર વ્યક્તિઓ તુફીલ અહમદ સાદીકી, રઇસખાન, શાહઝાદખાન પઠાણ અને શૈલુતખાન પઠાણની સાક્ષી ઉપર ઘણો ભાર મૂક્યો છે. આ ચારે વ્યક્તિઓ આ બેકરીમાં કામ કરતા હતા. આ ઉપરથી, મુંબઇ હાઇકોર્ટે ચાર આરોપીઓ, સંજય ઠક્કર, બહાદુરસિંહ ચૌહાણ, શનાભાઇ બારિયા અને દિનેશ રાજભરને ફટકારાયેલી આજીવન કેદની સજા માન્ય રાખી હતી.
આ ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે, આ સાક્ષીઓએ આ ચારે આરોપીઓને, તલવારો, સોડા બોટલ અને કેરોસીન બોટલ સાથે હુમલો કર્યો હતો. પરંતુ, કેટલાક ભયને ઓળખી જઇ, ચમત્કારિક રીતે જ બચી ગયા હતા. આ અંગે, કોર્ટે જણાવ્યું હતું કે, સામાન્યતઃ આવા સાક્ષીઓ આરોપીઓ ઉપર દોષારોપણ કરતા નથી. જો તેઓ ખોટી રીતે કોઇને સંડોવવા માગતા હોય તો તેમણે દરેકનાં નામ આપ્યાં હોત. પરંતુ, તેમણે માત્ર ચાર જણાને જ ઓળખી બતાવ્યા છે. તેઓનાં નિવેદનોમાં કેટલીક વિસંવાદિતાઓ જરૃર છે, પરંતુ તે નગણ્ય છે.
આ કેસમાં કુલ ૧૭ આરોપીઓ હતા. પરંતુ, ૨૦૦૬માં મુંબઇ કોર્ટે માત્ર ૯ આરોપીઓને જ દોષિત ઠરાવ્યા હતા. આ નવે આરોપીઓએ મુંબઇ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
આ કેસમાં એક સાક્ષી યાસીન શેખે મુંબઇ હાઇકોર્ટમાં અપીલ કરતાં કહ્યું હતું કે, તેને લલચાવી, ગેરમાર્ગે દોરી, સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડે આ ૧૭ આરોપીઓ વિરૃધ્ધ સાક્ષી આપવા જણાવ્યું હતું. પરંતુ, હવે તે ફરી સાક્ષી આપવા માગે છે. જે અરજી કોર્ટે મંજૂર રાખવી જોઇએ. તીસ્તાએ પણ દરમિયાનમાં ઈન્ટરવેનીંગ એપ્લિકેશન કરી જણાવ્યું હતું કે આ આરોપીઓની અપીલની સુનાવણી પૂર્વે તેમની અપીલ હાઇકોર્ટે સાંભળવી જોઇએ. પરંતુ, કોર્ટે શેખ અને સેતલવડની અપીલ પછીથી સાંભળવાનો નિર્ણય લઇ આજે આ ચુકાદો જાહેર કર્યો હતો.

 

બેસ્ટ બેકરી કેસ શું છે ?
નવી દિલ્હી, તા. ૯
ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં રમખાણોમાં ૧ માર્ચ, ૨૦૦૨ના રોજ વડોદરાના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી બેસ્ટ બેકરીને એક ટોળાએ સળગાવી દીધી હતી જેમાં ૧૪ જણા માર્યા ગયા હતા.
ટોળાએ બેસ્ટ બેકરી ચલાવતા શેખ પરિવારને નિશાન બનાવ્યો હતો. માર્યા ગયેલા ૧૪ જણાએ રમખાણો દરમ્યાન બચવા બેસ્ટ બેકરીમાં આશરો લીધો હતો. મરાયેલામાં ત્રણ હિન્દુ કારીગરો, જે બેકરીમાં કામ કરતા હતા, તેમનો પણ સમાવેશ હતો.
આ કેસમાં તમામ ૨૧ આરોપીને ગુજરાતની ફાસ્ટ ટ્રેક કોર્ટે નિર્દોષ છોડી મુકતાં સર્વોચ્ચ ન્યાયાલયે તેની ગંભીર નોંધ લઈ ગુજરાત બહાર કેસ ચલાવવા આદેશ આપ્યો હતો. જેના પગલે મુંબઈ કોર્ટમાં ખટલો ચાલ્યો, જેમાં ૨૦૦૬માં ૨૧ પૈકી નવને દોષી ઠરાવ્યા હતા. આ નવ દોષી લોકોએ બોમ્બે ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરતાં બોમ્બે હાઈકોર્ટે ચારને દોષી ઠરાવી આજીવન કેદની સજા કરી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved