Last Update : 10-July-2012, Tuesday

 

જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

ભાવ ઉછળતા ખેડૂતોને સીધો ફાયદો ઃ વરસાદ ખેંચાતા બજાર પર થયેલી અસર

ઊંઝા, સોમવાર
ઊંઝા જીરા બજારમાં છેલ્લા બે દિવસમાં તેજીનું ભારે તોફાન જોવા મળી રહ્યું છે. વરસાદનો અભાવ અને ફોરેન ચીન, સિંગાપોર, બાંગ્લાદેશી તેમજ લોકલ માગને કારણે જીરા હાજરમાં ૪૫૦ રૃા. તથા વાયદામાં પ્રતિ કિલોએ રૃા. ૧૦નો ઉછળો જોવા મળ્યો છે. ખેડૂતો માટે જીરૃ વેચવાનો ગોલ્ડન પિરિયડ જોવા મળી રહ્યો છે.
આ સંદર્ભે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઊંઝા ગંજબજારમાં જીરૃએ હવે તેજીની દિશા પકડી છે. હાલના તબક્કે ખેંચાઈ રહેલ વરસાદને કારણે વેપારી માનસ તેજી પકડે તેવા સમયે માર્કેટ યાર્ડમાં જીરાની આવક સામે માંગ વધતા તેજીને વેગ મળ્યો છે. ચીન તરફથી વાયા બાંગ્લાદેશ અને સીંગાપોરથી ખુલેલી માંગ તેમજ લોકલ માંગ ઉપર તુર્કી તથા સીરીયાના ઓછા ઉત્પાદનના અહેવાલોને પગલે જીરામાં બે દિવસથી તેજીનું વાવાઝોડું ફૂંકાયું છે. જીરા વાયદામાં પ્રતિ કિલોએ રૃા. ૧૦ ઉછળીને ભાવો રૃા. ૧૫૧ તેમજ જીરા હાજરમાં રૃા. ૪૫૦ના ઉછાળા સાથે ૨૩૦૦થી ૨૪૦૦ રૃા. પ્રતિ ૨૦ કિલોના ભાવવાળા માલોના રૃા. ૨૭૦૦થી ૨૮૦૦ની રેન્જમાં આવી ગયા છે. આ જ પ્રમાણે સ્થિતિ જળવાઈ રહે તો આગામી અઠવાડિયામાં જીરા હાજરમાં ભાવો ૩૦૦૦/- અને વાયદામાં પ્રતિ કિલોએ ૧૭૦થી ૧૭૫ રૃા. સુધી તેજી પકડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આજકાલ જીરૃ ઉત્પાદિત ગુજરાત તેમજ રાજસ્થાનમાં વરસાદના અભાવે જીરાનું વાવેતર ઘટશે તેવી ધારણાએ વેગ પકડયો છે. વધુમાં ફોરેનમાં જીરાનું વાવેતર ઘટયા હોવાના અહેવાલોએ જીરામાં ભાવ વધારાને સપોર્ટેડ પરિબળ રહ્યા છે. હાલના તેજીના સમયમાં જીરૃ વેચાણ માટે ગોલ્ડન પિરિયડ હોવાનું પણ ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન ગૌરાંગભાઈ પટેલે જણાવી ઊંઝામાં જીરાનો ૫૦ ટકા હાલ આવી ગયો હોવાનું અનુમાન વ્યક્ત કરેલ છે. ઊંઝા બજાર સમિતિએ પણ જીરાનું ઉત્પાદન લોકલ વિસ્તારમાં વધે તે માટે પાક સહાય યોજના જાહેર કરેલ છે ઊંઝા ગંજમાં આજે ૧૭૦૦૦ બોરી આવક સામે ૨૪,૦૦૦ બોરીનો વેપાર નોંધાયો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved