Last Update : 10-July-2012, Tuesday

 

માર્ચ ૨૦૧૨ના અંતે એનપીએ માં ૪૪ ટકાનો ચિંતાજનક વધારો
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રૃા. ૭૯૫.૩૦ કરોડની એનપીએ મિલ્કતો સાથે આ યાદીમાં ગુજરાત બીજા ક્રમાંકે ઃ તામિલનાડુમાં સૌથી વધુ એનપીએ મિલ્કતો

અમમદાવાદ, સોમવાર
તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં મેટલ, ટેક્સટાઇલ અને ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે સૌથી વધુ નોન-પર્ફોર્મિંગ અસ્ક્યામતો (એનપીએ) જોવા મળી છે. રૃા. ૧૦૧૯ કરોડની અસ્ક્યામતો સાથે તામિલનાડુ એનપીએ ધરાવતી મિલકતોમાં પ્રથમ સ્થીાને છે. જ્યારે આ યાદીમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમાંકે છે.
આ અભ્યાસ અંતર્ગત આવરી લેવામાં આવેલા કુલ ૧૧૯૦ એકમોમાં રૃા. ૬૩૭૬ કરોડની એનપીએ અસ્ક્યામતો જોવા મળી છે, જેમાં રૃા. ૧૧૮૮ કરોડ સાથે મેટલ ક્ષેત્રનો ફાળો ૧૮.૬૩ ટકા છે. ત્યારબાદ ટેક્સટાઇલ ક્ષેત્રમાં રૃા. ૧૧૩૧ કરોડની એનપીએ અસ્ક્યામતો અને ઈલેકટ્રોનિકસ સેકટરમાં રૃા. ૭૩૪ કરોડની અસ્ક્યામતો જોવા મળી છે. તે ઉપરાંત આ સમીક્ષક સમયગાળામાં અનુક્રમે તામિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાં એનપીએ પ્રોપર્ટીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે.
એનપીએ સોર્સ ડોટ કોમ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસના તારણ મુજબ ''મેટલ સેકટરમાં નોંધાયેલી એનપીએ અસ્ક્યામતોમાં આર્યન અને સ્ટીલ સેગ્મેન્ટનો ફાળો સૌથી વધુ છે. આ બન્ને સેગ્મેન્ટમાં કંપનીઓની સંખ્યા વધારે હોવાથી એનપીએ અસ્ક્યામતોનું પ્રમાણ પણ વધારો જોવા મળ્યું છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધી રહેલી પ્રતિસ્પર્ધા, ઊંચા વ્યાજદરો અને વૈશ્વિક મંદીને લીધે આગામી વર્ષોમાં એનપીએના પ્રમાણમાં વધારો થવાની શક્યતા પ્રબળ છે. જૂન માસના અંતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૧૨ના અંતે ૧૬.૩ ટકાના ધિરાણ વૃધ્ધિદરની તુલનામાં એનપીએમાં ૪૩.૯ ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે.''
''આરબીઆઇના અહેવાલ અનુસાર ૩૧મી માર્ચ ૨૦૧૨ના અંતે બેન્કો દ્વારા કરાયેલા કુલ ધિરાણમાંથી લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને ૯.૮ ટકા ધિરાણ કરાયું છે. તેનાથી વિપરીત બેન્કોની કુલ એનપીએમાં આ ક્ષેત્રનો ફાળો ૧૯.૭ ટકા છે. તેવી જ રીતે ટેક્સટાઇલ સેકટરમાં ૨.૭ ટકા કુલ ધિરાણ સામે એનપીએનો ફાળો ૩.૫ ટકા છે. બેંકો દ્વારા કરાયેલા કુલ ધિરાણમાંથી આયર્ન અને સ્ટીલ ક્ષેત્રના ઉદ્યોગોને ૩.૮ ટકા ધિરાણ કરાયું છે. જ્યારે બેંકોની કુલ એનપીએમાં આ ક્ષેત્રનો હિસ્સો ૪.૭ ટકા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સમગ્ર દેશમાં એનપીએ ધરાવતી મિલકતો વાળા રાજ્યમાં તામિલનાડુ પ્રથમ ક્રમાંકે આવે છે. જ્યારે રૃા. ૭૯૫.૩૦ કરોડની એનપીએ મિલકતો સાથે ગુજરાત રાજ્ય બીજા ક્રમાંકે અને રૃા. ૭૪૦.૮૩ કરોડની એનપીએ મિલકતો સાતે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે આવે છે. સૌથી ઓછી એટલે કે ચંદીગઢ રાજ્ય માત્ર રૃા. ૨ કરોડની એનપીએ મિલકતો ધરાવે છે. જ્યારે જ્યાંથી સમગ્ર દેશનું સંચાલન થાય છે તે દિલ્હી રૃા. ૧૩૧.૨૭ કરોડની એનપીએ મિલકતો ધરાવે છે.
રાજ્ય દીઠ NPA મિલકતો

રાજ્ય

NPA મિલકતો

તમિલનાડુ

૧૦૧૦.૦૯

ગુજરાત

૭૯૫.૩૦

મહારાષ્ટ્ર

૭૪૦.૮૩

છતીસગઢ

૭૨૬.૭૫

ઉત્તરપ્રદેશ

૫૨૧.૭૪

આંધ્રપ્રદેશ

૪૬૭.૬૧

પંજાબ

૩૮૨.૬૯

પશ્ચિમ બંગાળ

૩૩૨.૧૦

કર્ણાટકા

૨૨૩.૭૫

ઓરીસ્સા

૧૩૪.૪૦

દિલ્હી

૧૩૧.૨૭

હરિયાણા

૧૨૫.૮૦

રાજસ્થાન

૧૧૬.૬૧

ગોવા

૧૦૪.૫૮

ઝારખંડ

૧૦૦.૯૫

બિહાર

૯૨.૩૧

હિમાચલ પ્રદેશ

૮૮.૬૯

મધ્ય પ્રદેશ

૮૬.૩૬

ઉત્તરાંચલ

૮૦.૪૩

કેરલા

૫૯.૧૫

દાદરા-નગર હવેલી

૨૮.૯૬

આસામ

૬.૧૮

દીવ-દમણ

૪.૯૭

મેઘાલય

૩.૨૯

ચંદીગઢ

૨.૦૦

કુલ

૬૩૭૫.૮૧

 

 

વિવિધ ક્ષેત્રોની NPA મિલકતો

ક્ષેત્ર

NPA

 

-

મિલકતો

(ટકામાં)

-

(રૃા. કરોડમાં)

-

મેટલ

૧૧૮૮.૦૩

૧૮.૬૩

ટેક્સટાઇલ

૧૧૩૧.૩૯

૧૭.૭૫

ઈલેકટ્રોનીકસ

૭૩૩.૭૯

૧૧.૫૧

એગ્રીકલ્ચર

૪૦૧.૮૭

૬.૩૦

કેમિકલ્સ

૩૨૦.૫૭

૫.૦૩

ફુડ એન્ડ બેવરેજીસ

૩૦૩.૫૧

૪.૭૬

ઓટોમોબાઇલ્સ

૨૧૯.૭૩

૩.૪૫

ઈન્ફ્રાસ્ટ્રકચર

૧૮૫.૩૮

૨.૯૧

ઈન્ફોર્મેશન ટેકનોલોજી

૧૩૯.૯૬

૨.૨૦

કન્સ્ટ્રકશન

૧૩૮.૩૭

૨.૧૭

હોટલ એન્ડ રીસોર્ટ

૧૧૮.૨૨

૧.૮૫

ગ્લાસ

૧૧૬.૦૫

૧.૮૨

રીયાલ એસ્ટેટ

૧૧૫.૮૫

૧.૮૨

પેપર પ્રોડક્ટસ૧૦૯.૭૭

૧.૭૨

 

અન્ય

૧૦૬.૮૩

૧.૬૬

ફાર્મા-મેડીકલ

૧૦૦.૯૪

૧.૫૮

ઈન્ડસ્ટ્રીયલ એપ્લાયન્સીસ

૯૬.૯૨

૧.૫૨

સિમેન્ટ

૭૬.૫૭

૧.૨૦

ઓઇલ

૬૮.૬૮

૧.૦૮

હોસ્પિટલ

૫૬.૭૩

૦.૮૯

જેમ્સ-જ્વેલરી

૫૧.૩૫

૦.૮૧

મશીનરી/ઈક્વીપમેન્ટ

૫૦.૯૭

૦.૮૦

ટેલીકોમ્યુનીકેશન

૪૯.૯

૦.૭૮

ચર્મ ઉદ્યોગ

૪૯.૦૧

૦.૭૭

પ્લાસ્ટીક

૪૭.૩૧

૦.૭૪

હેવી એન્જનીયરીંગ

૪૪.૭૬

૦.૭૦

પ્રિન્ટ મીડીયા

૪૩.૩૪

૦.૬૮

હાર્ડવેર

૩૮.૪૭

૦.૬૦

એજ્યુકેશન

૩૦.૧૨

૦.૪૭

ફાઇ. સર્વિસીસ

૨૯.૪૭

૦.૪૬

કન્સ્ટ્રકશન ઈક્વીપમેન્ટ

૨૭.૮૪

૦.૪૪

ઈલેકટ્રીકલ ઈક્વીપમેન્ટ

૨૬.૪૬

૦.૪૨

ટ્રાન્સપોર્ટેશન

૨૪.૦૯

૦.૩૮

જ્યુટ ઈન્ડસ્ટ્રી

૨૧.૬૭

૦.૩૪

હોમ એપ્લાયન્સીસ

૧૯.૪૬

૦.૩૧

ફયુઅલ/ગેસ

૧૪.૪૭

૦.૨૩

ટુરીઝમ

૧૪.૨

૦.૨૨

એફએમસીજી

૧૩.૭૩

૦.૨૨

કોલસા

૧૨.૧૪

૦.૧૯

વાયર્સ એન્ડ કેબલ

૧૧.૨૭

૦.૧૮

ફર્નીચર

૮.૫૮

૦.૧૩

લેધર વેર

૦.

૦.૦૦

કુલ

૬૩૭૫.૮૧

૧૦૦.૦૦

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved