Last Update : 10-July-2012, Tuesday

 

ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ

સોનામાં સાંકડી વધઘટ ઃ ડોલરના ભાવો ઝડપી વધી રૃ.૫૬ની સપાટીને પાર કરી ગયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં તેજી આગળ વધતાં ભાવો કિલોના વધુ રૃ.૭ વધ્યા હતા જયારે સોનામાં ભાવો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૫૩૨૧૦ વાલા રૃ.૫૩૩૦૦ ખુલી રૃ.૫૩૨૮૦ બંધ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ૨૭.૧૬ ડોલર વાળા નીચામાં ૨૬.૯૨ ડોલર રહ્યા પછી ફરી વધી ઉંચામાં ૨૭.૩૨ થઈ સાંજે ૨૭.૨૯ ડોલર રહ્યાના સમાચારો હતા, વિશ્વ બજારમાં ચાંદીના ભાવો વધવા ઉપરાંત ઘરઆંગણે આજે ડોલરના ભાવો વધી રૃ.૫૬ની સપાટી પાર કરી જતાં હાજર બજારમાં ચાંદીના ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહી હતી અને તેના પગલે બજારમાં નવી વેચવાલી ઓછી તથા ખરીદનારાઓ વધુ રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૩૨૫૦થી ૫૩૩૦૦ તથા કેશમાં રૃ.૫૩૧૦૦થી ૫૩૧૫૦ બોલાઈ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૫.૪૬ વાળા આજે ઉંચામાં રૃ.૫૬.૦૬ બોલાઈ છેલ્લે રૃ.૫૫.૯૩ રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૫૩૫ વાળા રૃ.૨૯૫૭૦ ખુલી રૃ.૨૯૫૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૭૦ વાળા રૃ.૨૯૭૦૦ ખુલી રૃ.૨૯૬૭૦ બંધ રહ્યા હતા, વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૫૮૩.૪૦ ડોલર વાળા આજે નીચામાં ૧૫૭૬.૫૦ તથા ઉંચામાં ૧૫૮૬.૭૦ ડોલર થઈ સાંજે ૧૫૮૫.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૩૫૦ વધી રૃ.૫૩૨૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૧૦૫ વધી રૃ.૫૩૨૩૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૮૩૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૦૩૦ના મથાળે ટકેલા રહ્યા હતા, ત્યાં ચાંદી (સિક્કા) ૧૦૦ના ભાવો રૃ.૧૦૦૦ વધી રૃ.૬૨થી ૬૩ હજાર રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved