Last Update : 10-July-2012, Tuesday

 

રૃપિયો ગગડી ૫૬.૦૭ થઈ ૫૫.૯૨ઃ કોર્પોરેટ પરિણામોની શરૃઆતે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨

નિફટીએ ૫૩૦૦ની સપાટી ગુમાવીઃ મેટલ, પાવર શેરોમાં વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
અમેરિકાના બેરોજગારીના આંકડા ગત સપ્તાહના અંતે અપેક્ષાથી વધીને આવતા ચીન દ્વારા વર્ષમાં બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરીને અર્થતંત્રને મંદીમાં ખાબકતું અટકાવવાના પગલાં છતાં ચીનના વડાપ્રધાન વેન જીઆબોએ દેશ આર્થિક ભીંસમાં હોવાની ચેતવણી સૂચક ટીપ્પણી કરતા અને યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઈસીબી) ગત અઠવાડિયે વ્યાજ દરમાં અપેક્ષીત ઘટાડો કરી યુરો ઝોન પરનું સંકટ હજુ કાયમ હોવાના આપેલા સંકેતે વૈશ્વિક બજારોમાં ધબડકા બાદ આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે પણ ચિંતાના વાદળો ઘેરાયેલા રહી નરમાઈ આગળ વધી હતી. કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૧૨ અંતના ત્રિમાસિકની વૈશ્વિક અને ભારતની સીઝન શરૃ થતા પૂર્વે ચોમાસાની ચિંતા અને ફંડામેન્ટલ નબળા હોઈ કંપનીઓના પરિણામો અને ગાઈડન્સ- ભાવિ અંદાજો નબળા રહેવાની ધારણાએ શેરોમાં આરંભથી જ નિરૃત્સાહ વચ્ચે વેચવાલી નીકળી હતી. જેમાં તેજીની ગાડી ચૂકી ગયેલા મેલી મુરાદવાળાઓએ ફરી ફરીને ચવાઈ ગયેલું શસ્ત્ર બિગબુલ વિરુધ્ધ આઈબીના પગલાં- તપાસની હવા- અહેવાલો ચગાવીને તેજીવાળાઓને સપાટામાં લેવાનો પ્રયાસ કરી હેમરીંગ કરવાની કોશીશ કરી હતી. અમેરિકી ડોલર સામે આજે રૃપિયો ઘસાઈ ૫૬ની સપાટી તોડી જઈ સવારે ઉપરમાં ૫૬.૦૭ સુધી પહોંચી જતાં એફઆઈઆઈની મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, ઓટો, રીયાલ્ટી, બેંકિંગ શેરોમાં વેચવાલી વધી હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૫૨૧.૧૨ સામે ૧૭૪૪૯.૯૩ મથાળે ખુલીને આરંભમાં ક્ષણિક ૧૭૪૮૫.૭૯ થયા બાદ જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટરલાઈટ સાથે એચડીએફસી શેરો, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મારૃતી સુઝુકી, લાર્સન, ટાટા પાવર, સિપ્લા, વિપ્રો, ભારતી એરટેલ, સન ફાર્મા સહિતમાં વેચવાલીના દબાણે ૧૭૭.૫૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૭૩૪૩.૫૫ સુધી ગબડી ગયો હતો. જે ઘટયા લેવલે ટીસીએસ, ડો. રેડ્ડીઝ લેબમાં લેવાલી બાદ છેલ્લા કલાકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કોમાં શોર્ટ કવરીંગ આંશિક ઘટાડો પચાવીને અંતે ૧૨૯.૧૪ પોઈન્ટના ઘટાડે ૧૭૩૯૧.૯૮ મથાળે બંધ હતો.
નિફટી સ્પોટ ૫૩૧૭થી તૂટી ૫૨૫૭ થઈ ૫૨૭૫ઃ ટેકનીકલી નજીકનો ટ્રેન્ડ નેગેટીવઃ ૫૧૪૦ મજબૂત સર્પોટ
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૩૧૬.૯૫ સામે ૫૨૮૩.૭૦ મથાળે ખુલીને આરંભથી જ મેટલ શેરો જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટરલાઈટ, હિન્દાલ્કો સાથે ઓટો શેરો હીરો મોટોકોર્પ, મારૃતી સુઝુકી, બજાજ ઓટો તેમજ રિલાયન્સ ઈન્ફ્રા., રેનબેકસી લેબ., કેઈર્ન ઈન્ડિયા, અંબુજા સિમેન્ટ, જેપી એસોસીયેટસ, ગ્રાસીમ, સિમેન્સ, ટાટા પાવરમાં વેચવાલીના દબાણે ૫૩૦૦.૬૦ના મથાળેથી નીચામાં ૫૨૫૭.૭૫ સુધી ગબડી ગયો હતો. જે ઘટયા મથાળે હિન્દાલ્કો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કવરીંગ સાથે ડીએલએફ, ટીસીએસ, ડો. રેડ્ડીઝ લેબમાં લેવાલીએ આંશિક ઘટાડો પચાવી અંતે ૪૧.૮૦ પોઈન્ટના ઘટાડે ૫૨૭૫.૧૫ બંધ હતો. ટેકનીકલી નિફટી બેઝડ નજીકનો ટ્રેન્ડ હવે નેગેટીવ બતાવાઈ રહ્યો છે. નિફટી સ્પોટ હવે ૫૩૨૦ ઉપર બંધ બતાવવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાવાશે. નિફટીમાં ટેકનીકલી નીચામાં ૫૧૪૦ અત્યંત મજબૂત સર્પોટ બતાવાઈ રહ્યું છે.
નિફટી જુલાઈ ફયુચર ૫૩૨૭થી તૂટી ૫૨૬૩ બોલાયોઃ ૫૪૦૦નો કોલ ૪૭.૬૫થી તૂટીને ૨૭.૯૫
ડેરીવેટીવ્ઝમાં નિફટી જુલાઈ ફયુચર ૨,૨૦,૦૬૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૫૮૪૧.૦૮ કરોના ટર્નઓવરે ૫૩૨૭.૨૦ સામે ૫૩૧૦ ખુલી ઉપરમાં ૫૩૧૮થી નીચામાં ૫૨૬૩ સુધી ગબડી જઈ અંતે ૫૨૭૮.૯૫ હતો. ટેકનીકલી સર્પોટ નિફટીમાં હવે ૫૩૨૦ ઉપર બંધ જરૃરી બતાવાઈ રહ્યું છે. નિફટી ૫૪૦૦નો કોલ ૩,૧૮,૯૨૬ કોન્ટ્રેકટસમાં રૃ.૮૬૬૧.૨૦ કરોડના ટર્નઓવરે ૯૪.૧૫ સામે ૮૫ ખુલી નીચામાં ૫૯.૮૦ સુધી ગબડી જઈ અંતે ૬૩.૮૫ હતો. નિફટી ૫૯.૮૦ સુધી ગબડી જઈ અંતે ૬૩.૮૫ હતો. નિફટી ૫૩૦૦નો કોલ ૩,૪૫,૫૨૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૯૨૭૬.૦૫ કરોડના ટર્નઓવરે ૯૪.૧૫ સામે ૮૫ ખુલી નીચામાં ૫૯.૮૦ થઈ અંતે ૬૩.૮૫ બોલાતો હતો.
નિફટી ૫૧૦૦નો પુટ ૧૮.૦૫થી ઉછળીને ઉપરમાં ૨૭.૯૦ થઈ પાછો ફરી ૨૧.૭૦
નિફટી ૫૨૦૦નો પુટ ૩૫.૪૫ સામે ૪૧.૩૦ ખુલી ઉપરમાં ૫૩.૪૫ થઈ નીચામાં ૩૮.૮૫ સુધી જઈ અંતે ૪૪.૩૫ હતો. નિફટી ૫૧૦૦નો પુટ ૧૮.૦૫ સામે ૨૨ ખુલી ઉપરમાં ૨૭.૯૦ અને નીચામાં ૧૯.૩૫ થઈ છેલ્લે ૨૧.૭૦ હતો. બેંક નિફટી જુલાઈ ફયુચર ૧૦૬૪૩.૫૫ સામે ૧૦૫૮૨ ખુલી ઉપરમાં ૧૦૬૨૦થી નીચામાં ૧૦૫૦૬ જઈ છેલ્લે ૧૦૫૭૫.૧૦ રહ્યો હતો.
જેએસડબલ્યુ સ્ટીલે રૃ.૧૧૯૦૦ કરોડનું દેવું ઓછું બતાવ્યું? જિન્દાલ શેરો તૂટયાઃ મેટલ ઈન્ડેક્ષ ૧૭૦ ગબડયો
મેટલ કંપનીઓના શેરોમાં યુરો સંકટ વચ્ચે લંડન મેટલમાં નરમાઈ સાથે સ્થાનિકમાં જેએસડબલ્યુ સ્ટીલે ૩૧, માર્ચ, ૨૦૧૨ના અંતના કંપનીનું દેવું રૃ.૧૧૯૦૦ કરોડ ઓછું બતાવ્યું હોવાના ઈક્વિટી એનાલીસ્ટના રીર્પોટની નેગેટીવ અસરે મેટલ શેરોમાં વેચવાલી નીકળી હતી. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૧૭૦.૦૭ પોઈન્ટ તૂટીને ૧૦૮૩૧.૭૯ રહ્યો હતો. હિન્દુસ્તાન ઝિંક દ્વારા નબળી માગને પગલે જસતના ભાવ ટનદીઠ રૃ.૮૦૦ ઘટાડવામાં આવતા શેર રૃ.૫.૭૫ ઘટીને રૃ.૧૧૮.૮૫, જિન્દાલ સ્ટીલ રૃ.૧૧.૬૫ તૂટીને રૃ.૪૪૩.૫૦, ટાટા સ્ટીલ રૃ.૧૦.૪૦ ઘટીને રૃ.૪૩૭.૦૫, એનએમડીસી રૃ.૩.૬૫ ઘટીને રૃ.૧૯૩.૦૫, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧.૮૫ ઘટીને રૃ.૧૦૫.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૧૧.૪૫ ઘટીને રૃ.૭૦૩.૫૫, સેઈલ રૃ.૧.૨૫ ઘટીને રૃ.૯૨.૯૦, સેસાગોવા રૃ.૨.૩૫ ઘટીને રૃ.૧૯૫.૬૫ રહ્યા હતા.
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં નફારૃપી વેચવાલીઃ રિલાયન્સ ઔઈન્ફ્રા., જેએસડબલ્યુ એનર્જી, અદાણી, લેન્કો, જીએમઆર તૂટયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોની નફારૃપી વેચવાલી વધતા બીએસઈ પાવર ઈન્ડેક્ષ ૩૦.૯૧ પોઈન્ટ ઘટીને ૧૯૮૦.૩૬, કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૧૨૬.૭૨ પોઈન્ટ ઘટીને ૧૦૦૨૫.૦૬ રહ્યા હતા. જેએસડબલ્યુ એનર્જી રૃ.૨.૮૦ ઘટીને રૃ.૫૩, જીએમઆર ઈન્ફ્રા. રૃ.૧.૩૦ ઘટીને રૃ.૨૪.૯૦, અદાણી પાવર રૃ.૨.૪૫ ઘટીને રૃ.૪૯.૧૫, લેન્કો ઈન્ફ્રા. રૃ.૧૫.૫૩, રિલાયન્સ ઈન્ફ્રા. કંપનીના દિલ્હી મેટ્રો પ્રોજેકટને ૪૫ દિવસ બંધ કરવાની ફરજના પગલે શેર રૃ.૨૦.૨૫ ઘટીને રૃ.૫૫૦.૬૫, જેપી પાવર રૃ.૧.૧૦ ઘટીને રૃ.૩૪.૬૫, આરઈસી રૃ.૫.૫૫ ઘટીને રૃ.૧૯૩.૮૦, સુઝલોન એનર્જી ૪૫ પૈસા તૂટીને રૃ.૧૯.૩૦, એબીબી રૃ.૧૭.૨૦ ઘટીને રૃ.૭૭૮, રિલાયન્સ પાવર રૃ.૨.૩૦ ઘટીને રૃ.૧૦૬.૦૫, ટાટા પાવર રૃ.૨.૦૫ ઘટીને રૃ.૧૦૧.૪૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલ ૯૯ ડોલરઃ ડોલર ફરી ૫૬ થઈ ૫૫.૯૨ઃ ઓટો શેરો તૂટયાઃ હીરો મોટો રૃ.૫૫ તૂટયો
ચોમાસાની પ્રગતિ બાદ ફરી વિલંબની ચિંતાને પગલે ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણને ફટકો પડવાના અંદાજો અને ક્રુડ ઓઈલના ભાવ વધીને ૯૯ ડોલર નજીક પ્રવર્તી રહ્યા હોવા ઉપરાંત ડોલર સામે રૃપિયો નબળો પડી આજે ઈન્ટ્રા-ડે ૫૬.૦૭ થઈ અંતે ૫૨ પૈસાના ઘટાડે ૫૫.૯૨/ ૯૩ રહેતા ક્રુડની આયાત મોંઘી બનતા પેટ્રોલના ભાવમાં વધારાનો ભય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ મોંઘવારીની ચિંતાએ વ્યાજ દરો નહીં ઘટાડવાના સંકેતે ઓટો લોન સસ્તી નહીં બનતા માગ પર અસરે ઓટો લોન સસ્તી નહીં બનતા માગ પર અસરે ઓટો શેરોમાં વેચવાલી વધી હતી. હીરો મોટોકોર્પ રૃ.૫૪.૬૫ તૂટીને રૃ.૨૦૩૦, ભારત ફોર્જ રૃ.૭.૮૦ ઘટીને રૃ.૩૦૪.૨૦, બજાજ ઓટો રૃ.૩૫.૪૦ ઘટીને રૃ.૧૫૦૪.૧૫, મારૃતી સુઝુકી રૃ.૨૭.૭૦ ઘટીને રૃ.૧૧૮૯, કયુમિન્સ ઈન્ડિયા રૃ.૧૦ ઘટીને રૃ.૪૪૨, બોશ રૃ.૧૫૭.૭૦ ઘટીને રૃ.૮૮૦૧.૭૦ રહ્યા હતા.
મોંઘવારી જોખમે રિઝર્વ બેંક વ્યાજ દર નહીં ઘટાડેઃ સ્ટેટ બેંક ગુ્રપ શેરોનું ચાલુ વર્ષે મર્જર નહીં ઃ બેંક શેરો ઘટયા
ચીન અને ઈસીબી દ્વારા વ્યાજ દરોમાં ઘટાડા છતાં ઘરઆંગણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોંઘવારીના જોખમે વ્યાજ દરો ઘટાડવાની તરફેણમાં નહીં હોવાના સ્પષ્ટ સંકેતે બેંકિંગ શેરોમાં વેચવાલી હતી. આઈડીબીઆઈ બેંક રૃ.૨.૪૫ ઘટીને રૃ.૯૫.૩૦, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૭.૭૦ ઘટીને રૃ.૩૪૪.૪૦, બીઓબી રૃ.૧૪.૪૫ ઘટીને રૃ.૭૧૧.૧૫, યુનીયન બેંક રૃ.૨.૫૦ ઘટીને રૃ.૨૦૯.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૬.૮૫ ઘટીને રૃ.૫૯૪, સ્ટેટ બેંક રૃ.૧૧.૫૦ ઘટીને રૃ.૨૨૦૬.૫૦, વિજયા બેંક રૃ.૨.૩૫ ઘટીને રૃ.૫૮.૧૦, સ્ટેટ બેંક ગુ્રપ બેંકોને ચાલુ વર્ષમાં એસબીઆઈ સાથે મર્જ નહીં કરવાના અહેવાલ વચ્ચે સ્ટેટ બેંક મૈસુર રૃ.૨૦.૧૦ ઘટીને રૃ.૫૦૯.૫૦, સ્ટેટ બેંક ત્રાવણકોર રૃ.૧૧.૮૫ ઘટીને રૃ.૫૧૬.૭૫, સ્ટેટ બેંક બીકાનેર જયપુર રૃ.૬.૨૦ ઘટીને રૃ.૩૮૬.૭૫, યુકો બેંક રૃ.૨.૫૦ ઘટીને રૃ.૭૯.૪૦, ઈન્ડિયન બેંક રૃ.૬.૪૦ ઘટીને રૃ.૧૮૩.૯૫, દેના બેંક રૃ.૨.૫૫ ઘટીને રૃ.૯૯.૮૦, પંજાબ એન્ડ સિંધ બેંક રૃ.૧.૭૦ ઘટીને રૃ.૭૦.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૯૧.૯૬ પોઈન્ટ ઘટીને ૧૨૧૭૩.૪૫ રહ્યો હતો.
બિગબુલ વિરુધ્ધ તપાસ! તેજીની ગાડી ચૂકી ગયેલા મેલીમુરાદવાળાઓનું કારસ્તાન?
તેજીની ગાડી ચૂકી ગયેલા 'મેલીમુરાદવાળાઓએ' ફરી એનું એ બુઠ્ઠુ શસ્ત્ર' બિગબુલ વિરુધ્ધ આઈબીની તપાસનું' અજમાવીને બજારમાં ગભરાટ ફેલાવી કરેકશન લાવી એન્ટ્રી લેવાનો કારસો રચ્યો હોવાનું કહેવાય છે. બિગબુલ તેનું દેવું ચૂકતે કરે અને એ પણ વર્ષ ૨૦૧૭ સુધી મૂડીબજારમાં પ્રવેશ પર પ્રતિબંધ છે છતાં તો પણ આ મેલીમુરાદવાળાઓને સમયાંતરે આ એકના એક ચવાઈ ગયેલા મુદ્દાને ચગાવી પોતાની ખીચડી પકવવાનું કામ કરી રહ્યા છે. આ તપાસના અહેવાલો પાછળ આજે ગોએન્કા ડાયમંડ રૃ.૪૦.૩૦ તૂટીને રૃ.૧૬૧.૭૫, દિવાન હાઉસીંગ ફાઈનાન્સ રૃ.૨૬.૫૦ તૂટીને રૃ.૧૫૬.૪૦, ઓર્ચિડ કેમિકલ રૃ.૬.૪૦ ઘટીને રૃ.૧૧૮.૯૫, ટીબીઝેડ રૃ.૭.૩૦ ઘટીને રૃ.૧૧૧.૮૦ રહ્યા હતા.
એફઆઈઆઈની રૃ.૨૫૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદીઃ ડીઆઈઆઈની રૃ.૨૮૮ કરોડની વેચવાલી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૨૫૨.૯૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૫૯૮.૬૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૩૪૫.૬૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૨૮૭.૬૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૬૨૭.૫૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૯૧૫.૨૦ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
સ્મોલ- મિડ કેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ ૧૭૭૨ શેરો ઘટયા છતાં ૨૨૩ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ- મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં નફારૃપી વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૭૧ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૨ અને વધનારની ૧૦૯૬ રહી હતી. અલબત ૨૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved