Last Update : 10-July-2012, Tuesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૮-૭-૨૦૧૨ રવિવારથી તા.૧૪-૭-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ. લ. ઈ.)

 

આપને શારીરિક- માનસિક વ્યગ્રતા- ચંિતા- ઉદ્વેગમાં સમય પસાર થાય. શરીરમાં કળતર, શ્રમ- થાક, અનુભવાય, નોકરી- ધંધાના કામકાજમા કટાળો આવે. સીઝનલ બીમારી, ઇન્ફેક્શન, ખાવાપીવામાં તેમજ અન્ય બીમારીની અસરમાં થાય પુત્ર- પૌત્રાદિકના વિદ્યા- ભણતર, બહાર જવા આવવાના પ્રશ્નમાં પત્નીના કામકાજમાં, આડોશપાડોશના પ્રશ્નમાં ચંિતા- અનુભવાય. તા. ૮ જુલાઈ રવિ- વિલંબમાં પડેલ કામ અંગેની ચંિતા રહે, ૯ સોમ- નોકરી- ધંધામાં ચંિતા- ઉચાટ-ઉદ્વેગ રહે, ૧૦ મંગળ- નાણાંકીય લેવડદેવડના, બેંકના કામમાં સાવધાની રાખવી, ૧૧ બુધ - ઘર- પરિવારના મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા રહે, ૧૨ ગુરૂ- નોકરી- ધંધામાં ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં, ૧૩ શુક્ર- કામકાજમાં રૂકાવટ- કંટાળો આવે, શારીરિક- માનસિક શ્રમ-થાક જણાય, ૧૪ શનિ- શાંતિથી પોતાનું તેમજ અન્યનું કામકાજ કરવું.

 

વૃષભ (બ. વ. ઉ.)

 

આપના નોકરી- ધંધાના, પુત્ર- પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે, ધંધો- આવક થવાથી નાણાંની લેવડદેવડનો વ્યવહાર જળવાઈ રહે પરંતુ સંતાનના વિવાહ- લગ્નના પ્રશ્ને, આરોગ્ય અંગે ઘ્યાન રાખવું, નોકરીમાં ઇન્ટરવ્યૂ આપેલ હોય, નોકરી ન હોય તેમને કામચલાઉ નોકરી મળે પરંતુ મહેનતના પ્રમાણમાં વળતર ઓછું પ્રાપ્ત થાય, તા. ૮ જુલાઈ રવિ- ઘર- પરિવારના- મિત્રવર્ગના કારણે વ્યસ્તતા રહે, ૯ સોમ- નોકરી- ધંધાના કામમાં પ્રગતિ, સાનુકૂળતા, ૧૦ મંગળ - કામકાજમાં ફાયદો- લાભ થાય, ૧૧ બુધ - વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૨ ગુરૂ- સંતાનના પ્રશ્નમાં ચંિતા રહે, ૧૩ શુક્ર- નોકરી- ધંધાના કામકાજ અંગે ચંિતા ખર્ચ, ૧૪ શનિ- માનસિક પરિતાપ રહે.

 

મિથુન (ક. છ. ઘ.)

 

નોકરી- ધંધાના, પત્ની- સંતાન પરિવારના કામ અંગે બહાર જવાનું થાય, કોઈને મળવાનું થાય, ધર્મકાર્ય- અઘ્યાત્મિક કાયથી હૃદય-મનની શાંતિ- રાહત જણાય. મકાન- વાહનની ખરીદી અંગે ચર્ચા વિચારણા થાય, તાત્કાલીક રીનોવેશન- રીપેરીંગનો ખર્ચ આવી જાય. અનાજ, કરિયાણાના ધંધામાં આવક થાય, ઉઘરાણીના નાણાં છૂટા થાય, તા. ૮ જુલાઈ રવિ- સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, ૯ સોમ- નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા, ૧૦ મંગળ- કામકાજમાં પ્રગતિ, ૧૧ બુધ - વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય, ૧૨ ગુરૂ- પુત્ર- પૌત્રાદિકનું કામ થઈ શકે, ૧૩ શુક્ર- નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા, ૧૪ શનિ- ચંિતા- વધારાનો ખર્ચ- બેચેની અનુભવાય.

 

કર્ક (ડ. હ.)

 

આપની ચંિતા- મુંઝવણ- મુશ્કેલીમાં ક્ષણિક હળવાશ રાહત અનુભવો, નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. મહત્ત્વના કામ અંગે, સરકારી, ખાતાકીય કામ અંગે કોઈને મળવાનું થાય પરંતુ બહારનું ખાવાપીવામાં, વાહન ચલાવવામાં બીમારી- ઇજા થાય નહી તેની તકેદારી રાખવી, કારીગરવર્ગ, નોકરચાકર વર્ગની ચંિતા- મુશ્કેલી હળવી થવાથી તમારા રોજીંદા કામની ચંિતામાં રાહત રહે. તા. ૮ જુલાઈ રવિ - ખાવાપીવામાં, વાહન ચલાવવામાં સંભાળવું, ૯ સોમ- નોકરી ધંધાના કમમાં ઘ્યાન આપી શકો, ૧૦ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૧ બુધ - કામકાજમાં સાનુકૂળતા, ૧૨ ગુરૂ- સરકારી કાનુની- ખાતાકીય કામકાજમાં ચંિતા ખર્ચ, ૧૩ શુક્ર- નોકરી ધંધાનું કામકાજ શાંતિથી કરવું, ૧૪ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

સંિહ (મ. ટ.)

 

આપ હરો ફરો- કામકાજ કરો પરંતુ શારીરિક, માનસિક શ્રમ- થાક કંટાળો અનુભવો અનિચ્છાએ કામગીરી જવાબદારી સંભાળી રહ્યા છો તેમ લાગે. સીઝનલ બીમારીથી સંભાળવું, બહારનું ખાવાપીવામાં તકલીફ થાય, પગ, હાથના સાંધામાં, કાંડામાં, થાપામાં કમરમાં દર્દપીડાના કારણે તમારું રોજીંદું કામ વિલંબથી થાય. રૂકાવટ, મુશ્કેલી અનુભવો. મકાન, વાહનના પ્રશ્ને ચંિતા- ખર્ચ- તકલીફ પડે, મકાન બાંધકામનો ધંધો હોય અનાજ કરિયાણાનો, ખાણીપીણીનો ધંધો હોય તેમણે સાવધાની ચોકસાઈ રાખવી, નોકરી માટે જવા આવવાની દોડધામ ન થાય તે પ્રમાણે સમયનું આયોજન રાખવું તા. ૮ જુલાઈ રવિ- કામકાજમાં સાનુકૂળતા, ૯ સોમ- આકસ્મિક ચંિતા- ઉપાધિ, ૧૦ મંગળ- નોકરી ધંધાના કામમાં સાવચેતી સાવધાની રાખવી, ૧૧ બુધ- તન-મન- ધનથી વાહનથી સંભાળવું, ૧૨ ગુરૂ- ચંિતા વ્યથા હળવી થતી જાય, ૧૩ શુક્ર- નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપી શકો, ૧૪ શનિ- ચંિતા- ઉચાટ ઉદ્વેગ રહે.

 

કન્યા (પ. ઠ. ણ.)

 

આપને કામની વ્યસ્તતા છતાં કામના ઉકેલથી હળવાશ, રાહત રહે પરંતુ ખભામાં, હાથમાં દર્દપીડાના કારણે બેચેની અનુભવો, વાહન ચલાવવામાં કે કોઈ કામ કરવામાં દુઃખાવો પીડા અનુભવો. સીઝનલ ધંધો, આવક થાય, પુત્ર- પૌત્રાદિકના નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. સરકારી, રાજકીય, ખાતાકીય કામ ઇન્કમટેક્સનું કામ ઉકેલાય, અન્યનો સહકાર મળી રહે પત્નીના સ્વભાવ કે બીમારીના કારણે આપના સંાસારિક પ્રશ્નમાં, રોજીંદા કામમાં તકલીફ પડે. તા. ૮ જુલાઈ રવિ- કામકાજમાં વ્યસ્તતા, ૯ સોમ- માનસિક પરિતાપ રહે, ૧૦ મંગળ- કામકાજમાં સફળતા, સાનુકૂળતા, ૧૧ બુધ - દિવસ સાનુકૂળ પરંતુ સંાજ પછી વિવાદી સંભાળવું, ૧૨ ગુરૂ- શારીરિક માનસિક અસ્વસ્થતા, ૧૩ શુક્ર- નોકરી ધંધાના કામમાં, સાંસારિક પ્રશ્નમાં ચંિતા, ૧૪ શનિ- યાત્રા-પ્રવાસ મુલાકાતમાં, ખભામાં, વાહન ચલાવતા દર્દપીડાથી સંભાળવું.

 

તુલા (ર. ત.)

 

આપના પુત્ર- પૌત્રાદિકના વિદ્યા ભણતર નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય. નોકરી માટે કોઈને મળવાનું થાય, ચર્ચા-વિચારણા થાય આપના અંગત કામમાં સાનુકૂળતા રહે, પરંતુ નાણાંકીય કામમાં બેંકના કામમાં ગાફેલ રહેવું નહીં તેમજ કોઈના વિશ્વાસે રહેવું નહીં, હરિફવર્ગ, ખટપટ ઇર્ષા કરનાર તમને પરેશાન કરવા, બાનમાં રાખવાના પ્રયત્નો કરે, તા. ૮ જુલાઈ રવિ- પુત્ર- પૌત્રાદિક, સગા-સંબંધી વર્ગથી વ્યસ્તતા રહે, ૯ સોમ- નોકરી, ધંધાના કામમાં, ઘ્યાન આપી શકો, ૧૦ મંગળ- બેંકના કામમાં, નાણાંની લેવડદેવડના વ્યવહારમાં સંભાળવું, ૧૧ બુધ - બપોર પછી હળવાશ રહે, ૧૨ ગુરૂ- હૃદય-મનની પ્રસન્નતા રહે, ૧૩ શુક્ર- કામકાજમાં સાનુકૂળતા, ૧૪ શનિ- શારીરિક- માનસિક અસ્વસ્થતા.

 

વૃશ્ચિક (ન. ય.)

 

આપને વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખીને તમારા રોજીંદા કામમાં આગળ વધવું પુત્ર- પૌત્રાદિકના કામ અંગે કોઈને મળવાનું થાય. યાત્રા-પ્રવાસ થાય નોકરી- ધંધાના કામમાં આવક થાય, વિલંબમાં પડેલ કામ ઉકેલાય પરંતુ સપ્તાહના અંતમાં છત્રભંગ યોગ થાય છે તેથી બજારોની, હવામાનની તેમજ રાજકીય અસરમાં ધંધાકીય કામકાજમાં ઘ્યાન રાખવું પડે ધંધામાં નુકસાન, બગાડ થાય નહીં તેની તકેદારી, અગમચેતી રાખવી, તા. ૮ જુલાઈ રવિ- ઘરમાં, પરિવારમાં અન્યના પ્રશ્ને ચર્ચા થાય, ૯ સોમ- વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખીને નોકરી ધંધાનો નિર્ણય કરવો, ૧૦ મંગળ- યાત્રા- પ્રવાસ- મુલાકાત, ચર્ચા વિચારણા થાય, ૧૧ બુધ - વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય, ૧૨ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા, ૧૩ શુક્ર- કામકાજમાં પ્રગતિ, ધંધો, આવક થાય, ૧૪ શનિ- માનસિક પરિતાપ રહે.

 

ધન (ભ. ધ. ફ. ઢ.)

 

આપના હૃદય- મનની વ્યગ્રતા- ચંિતા ઉચાટ તમારા નજીકના સગા- સંબંધી મિત્રવર્ગના કારણે અનુભવાય. આકસ્મિક કોઈને બીમારી ચંિતાનું આવરણ આવી જવાથી આપને ઇચ્છા- અનિચ્છાએ બહાર જવાનું થાય. નોકરી- ધંધામાં કામ કરો પરંતુ આંનદ, ઉત્સાહ, સ્ફૂર્તિ જણાય નહીં, પુત્ર- પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે, પત્નીને સીઝનલ બીમારી, પગ, કમરની તકલીફ કે પડવા વાગવાથી લપસી પડવાથી દર્દપીડા અનુભવાય, તા. ૮ જુલાઈ રવિ- કામકાજમાં સાનુકૂળતા રહે, ૯ સોમ- નોકરી- ધંધાના કામમાં, સરકારી, રાજકીય, ખાતાકીય, તકલીફ મુશ્કેલી પડે, ૧૦ મંગળ- શરદી, કફ, સીઝનલ બીમારીથી સંભાળવું, ૧૧ બુધ - વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું, ૧૨ ગુરૂ- પુત્ર- પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા, ૧૩ શુક્ર- નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે, ૧૪ શનિ- બેંકના કે અન્ય નાણાંકીય કામમાં સંભાળવું.

 

મકર (ખ. જ.)

 

આપના ઘર- પરિવારના નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, મહત્ત્વના કામ અંગે ચર્ચા વિચારણા થાય, પુત્ર- પૌત્રાદિક માટે ખર્ચ ખરીદી થાય, સંતાનના વિદ્યા- ભણતરમાં ઘ્યાન આપવું પડે. શેરોની લે-વેચમાં, તાંબાના લોખંડના વેપાર- ધંધામાં, આયાત નિકાસના ધંધામાં જૂના સંબંધો તાજા થાય, નવા સંબંધ ઓળખાણ થાય. રાજકીય, સરકારી સંબંધો તાજા થાય. અન્યને આપ મદદરૂપ થઈ શકો. નોકરીમાં ધંધામાં ઓફર આવે. તા. ૮ જુલાઈ રવિ- આનંદ ઉત્સાહ રહે, ૯ સોમ- નોકરી- ધંધામાં કામ અંગે કોઈને મળવાનું થાય, ૧૦ મંગળ- પત્નીના સગા- સંબંધી, મિત્રવર્ગથી, ચંિતા ખર્ચ બહાર જવાનું થાય, ૧૧ બુધ - કામકાજમાં દ્વિધા ચંિતા રહે, ૧૨ ગુરૂ- નોકરી- ધંધાના ઘર, પરિવારના કામની વ્યસ્તતા રહે, ૧૩ શુક્ર- માતાના આરોગ્યનું ઘ્યાન રાખવું, ૧૪ શનિ- પુત્ર- પૌત્રાદિકના કામ અંગે ચંિતા રહે.

 

કુંભ (ગ. સ. શ. ષ.)

 

આપના નાણાંકીય વ્યવહાર, કૌટુંબીક પ્રશ્નમાં, આરોગ્યની બાબતમાં, નોકરી- ધંધાના પ્રશ્નમાં એક ચંિતા- ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા, ઉપાધિના કારણે, શાંતિ- રાહત જેવું જણાય નહીં, આપ હરો ફરો પરંતુ ગાલ ઉપર તમાચો મારી લાલ દેખાવાનો પ્રયત્ન કરો છતાં તમારા ચહેરા પર માનસિક દબાણ, ચંિતા વર્તાઈ આવે. સંયુક્ત ધંધામાં, સ્વતંત્ર ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં, ધંધો-આવક મેળવવામાં તકલીફ અનુભવાય, તા. ૮ જુલાઈ રવિ- માનસિક તકલીફ રહે, ૯ સોમ- નાણાંકીય કામમાં, બેંકના કામમાં સંભાળવું, ૧૦ મંગળ- આરોગ્યની કાળજી રાખવી, ૧૧ બુધ- વિલબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે, ૧૨ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા- રાહત રહે, ૧૩ શુક્ર- નોકરી- ધંધાના કામની વ્યસ્તતા રહે, ૧૪ શનિ- સગા-સંબંધી મિત્રવર્ગથી ચંિતા- વ્યથા- ઉચાટ.

 

મીન (દ. ચ. ઝ. થ.)

 

આપને વિચારોની દ્વિધા, ઉતાવળ, ગુસ્સામાં કોઈ તકલીફ થાય નહીં તેનું ઘ્યાન રાખવું, ચક્કર, બી.પી. ડાયાબીટીસની તકલીફ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી, સાંસારિક જીવનમાં બિમારી- ચંિતા- વિવાદનું આવરણ આવી જાય. નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા રહે પરંતુ કામમાં એકાગ્રતા- સ્થિરતા જળવાય નહીં. તા. ૮ જુલાઈ રવિ- સગા- સંબંધી મિત્રવર્ગનો, પરિવારનો ખર્ચ થાય, ૯ સોમ- પુત્ર- પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા રહે, ૧૦ મંગળ- નોકરી- ધંધાના કામમાં દ્વિધા- ચંિતા રહે, ૧૧ બુધ - વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો, ૧૨ ગુરૂ- કામકાજમાં સફળતા, પ્રગતિ- ૧૩ શુક્ર- વધારાનું કામકાજ થાય, આનંદ રહે ૧૪ શનિ- આક્ષેપ- અપયશ વિવાદથી સંભાળવું.

[Top]
 
 
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved