Last Update : 10-July-2012, Tuesday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૪ જુલાઈથી મંગળવાર ૧૦ જુલાઈ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૂઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૂપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવ્યું છે. ટેરટ વિશેની વિશાળ માહિતી ઈન્ટરનેટ દ્વારા ગુગલ પરથી મેળવી શકાય છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ધ ટેન ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ એક નવયુવાનને તેની આકાંક્ષાઓની પરિપૂર્ણતા કરવા હાથમાં કરામત કરી રહ્યાનું દર્શાવાયેલું ચિત્ર તમારા સપ્તાહ દરમ્યાન મહત્વનાં નિર્ણયો લઇ શકવાનું સૂચવી જાય છે. તમારી કોઇ હોબી હોય તેને વિકસાવી શકશો. તા. ૫, ૬, ૭, ૮ શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ નાઇન ઓફ વોન્ડ્‌સ હાથમાં લાઠી લઇ ઊભેલા સશક્ત વ્યક્તિનું દર્શાવાયેલુ ચિત્ર તમારા મક્કમ મનોબળ દ્વારા સપ્તાહ દરમ્યાન મુશ્કેલીઓને ઊકેલી શકવાનું સૂચવી જાય છે. તમારા વિલંબમાં પડેલા કામોને ઊકેલી શકવાનું સૂચવી જાય છે. તમારા વિલંબમાં પડેલા કામોને ઊકેલી શકવાની તક મળશે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તા. ૭, ૮, ૯, ૧૦ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ નાઈટ ઓફ સ્વોર્ડસનું હાથમાં તલવાર લઇ ઘોડા પર સવાર વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર તમારી હોંશિયારી, હંિમત અને આવડતને પૂરવાર કરી શકે તેવી ઘટના સપ્તાહ દરમ્યાન બનવાનું સૂચવી જાય છે. કોઇ આક્ષેપના ભોગ ન બની જવાય તે માટે પૂરતી કાળજી રાખવી. કૌટુંબિક પ્રશ્નો નોંધપાત્ર પૂરવાર થશે. તા. ૪, ૯, ૧૦ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ ડેવીલનું કાર્ડ શયતાનની આકૃતિ અને તેની સેવામાં હાજર સેવકોનું દર્શાવાયેલું ચિત્ર તમારી પ્રશંસા કરનારા લોકોથી સાવધાન રહેવા સૂચવી જાય છે અન્યથા સપ્તાહ દરમ્યાન સ્વજનો થકી એકાદ પ્રસંગમાં કડવાશ ઊભી થવાનો પ્રસંગ બનશે જેના કારણે તમે વ્યથિત થઇ શકશો. સ્વતંત્ર રીતે મહત્ત્વનાં કાર્યો અંગે નિર્ણય ન લેશો. તા. ૪, ૫, ૬ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ધ કીંગ ઓફ વૉન્ડસ સંિહાસન પર બિરાજમાન પ્રભાવશાળી રાજાનું દર્શાવાયેલું ચિત્ર તમારા યશમાં વધારો થવાનું સૂચવી જાય છે. વડિલ વ્યક્તિઓ સાથે મુલાકાત થશે તેમજ કૌટુંબિક કાર્યો અંગે નોંધપાત્ર નિર્ણયો લઇ શકાશે. નવાં કાર્યોની શરૂઆત કરી શકશો. કલાક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને નવી તક પ્રાપ્ત થશે. તા. ૫, ૬, ૭, ૮ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ ક્વીન ઓફ સ્વોર્ડસ હાથમાં તલવાર અને માથા પર મુગટ ધારણ કરી સંિહાસન પર બિરાજમાન જાજરમાન રાણીનું દર્શાવાયેલું ચિત્ર સપ્તાહ દરમ્યાન તમારે પત્ની, માતા કે બહેન સાથેના સંબંધો દ્વારા એકાદ પ્રસંગમાં માનસન્માન / યશ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. અવાવિહિત હોય તેઓને માટે યોગ્ય જીવનસાથીની પસંદગી અંગે તક પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળશે. તા. ૭, ૮, ૯, ૧૦ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ધ સીક્સ ઓફ વૉન્ડસ વિજય સાથે પરત ફરી રહેલા સૈનિકનું ઘોડા પર દર્શાવાયેલું ચિત્ર તમારા કોઇ મહત્ત્વનાં કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઇ કાર્યની સફળતા માટે જેની લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હશો તે પૂર્ણ થઇ શકશે. તમારી જવાબદારીઓ વધશે જે માટે તૈયારી રાખવી. તા. ૪, ૯, ૧૦ શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ હાઇપ્રીસ્ટેસ સંિહાસન પર તાજ પહેરીને બેઠેલ સુંદર સન્નારીનું ચિત્ર પત્ની, માતા, બહેન કે પરિચિત સ્ત્રી વ્યક્તિઓને સન્માન આપવા તૈયારી રાખવા સૂચવી જાય છે. દર્શાવાયેલું ચિત્ર તમને યોગ્ય નિર્ણય લેવા તેમજ પ્રણયપ્રસંગો સાથે સંકળાયેલા હો તો તેમાં વિવાહ-લગ્ન અંગે યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ કરે છે. તા. ૫, ૬ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ ટુ ઓફ સ્વોર્ડસ આંખે પાટા બાંધી બંને હાથમાં ખુલ્લી તલવાર લઇને બેઠેલા નવયુવાનનું ચિત્ર તમારા માટે સપ્તાહ દરમ્યાન કોઇ કસોટી આવવાનું સૂચવી જાય છે જેમાં વગર વિચાર્યે કોઇ નિર્ણય કરવો જોખમકારક પૂરવાર થઇ શકશે. એકાદ ઘટનામાં તમારે કોઇ મહત્વનો નિર્ણય લેવાનો આવે જેની શુભાશુભ અસર જન્મનાં ગ્રહોને આધીન રહેશે. તા. ૪, ૭, ૮ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ સેવન ઓફ પેન્ટાકલ્સ જુદા જુદા સાત સિક્કાઓને જોઇ રહેલા નવયુવાનનું દર્શાવાયેલું ચિત્ર સપ્તાહ દરમ્યાન નાણાંકીય રીતે નવાં ફેરફારો ઉદ્‌ભવી શકવાનું તેમજ આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઇ નાણાંકીય મુશ્કેલીમાં થઇ પસાર થઇ રહ્યા હશો તો તેનો ઊકેલ પ્રાપ્ત થશે. તમારા પુરૂષાર્થની કદર થઇ શકશે. તા. ૫, ૬, ૯, ૧૦ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ કીંગ ઓફ કપ્સ રાત્રિના સમયે વેશપલટો કરી ઘોડા પર સવાર રાજાનું દર્શાવાયેલું ચિત્ર તમારી જવાબદારીઓ કઇ રીતે નિભાવી શકો છો તે અંગે એકાદ ઘટના બનવાનું સૂચવી જાય છે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળશે. એકાદ નોંધપાત્ર કાર્યની સફળતા માટે પ્રયત્ન કરવાનો રહેશે. તા. ૪, ૭, ૮ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ નાઇટ ઓફ વૉન્ડ્‌સ બુકાનીધારી ઘોડા પર સવાર ઝડપથી પસાર થઇ રહેલા સૈનિકનું દર્શાવાયેલું ચિત્ર સપ્તાહ દરમ્યાન કોઇ મહત્ત્વનાં સમાચાર પ્રાપ્ત થઇ શકવાનું સૂચવી જાય છે. અણધારી મુસાફરીનો યોગ બનશે તથા કોર્ટ/કચેરી સંબંધિત જો કોઇ કાર્યો હોય તો તે મહત્ત્વનાં બનવા પામશે. કૌટુંબિક સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નશીલ બનવાનું આવશે. તા. ૪, ૫, ૬, ૯, ૧૦ શુભ.

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved