Last Update : 10-July-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૦-૦૭-૨૦૧૨, મંગળવાર
અષાઢ વદ સાતમ- સિઘ્ધિયોગ બપોરના ૨ ક. ૩૨ મિ. સુધી
આજે પંચક છે.

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યાદય ઃ ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૧ મિ. (સૂ) ૬ ક. ૫૩ મિ. (મું) ૬ ક. ૫૭ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- ઉત્તરાભાદ્રપદ બપોરના ૨ ક. ૩૨ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મિથુન, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- મીન
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ.આ/૧૯
માસ-તિથિ-વાર ઃ- અષાઢ વદ સાતમને મંગળવાર.
- આજે પંચક છે.
- સિઘ્ધિયોગ બપોરના ૨ ક. ૩૨ મિ. સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૨૭ રોજ આસમાન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નાણાંકીય જવાબદારીવાળા કામમાં, બેંકના કામમાં, સહીસિક્કા કરવામાં સાવધાની, ચોકસાઇ રાખવી. મિત્રવર્ગની વાતોમાં તકલીફ થાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધામાં કામ થાય, આવક થાય. પરંતુ વાણીથી કે લેખીત કોઇ બંધનમાં આવી ન જાવ તેની સાવચેતી રાખવી.

 

મિથુન ઃ સંયુક્ત ધંધો- મીલ્કત, મિત્રવર્ગનું ખેંચાણ, સાંસારી જીવનનો વિવાદ, છુટાછેડાનો પ્રશ્ન, પ્રેમ લાગણીનો સંબંધ ચંિતા રખાવે.

 

કર્ક ઃ આપના ધર્મકાર્યથી, આઘ્યાત્મિકતાથી આનંદ અનુભવો. શાંતિ- રાહત અનુભવાય. કૌટુંબીક ચંિતા- ખર્ચ જણાય.

 

સંિહ ઃ નોકરી-ધંધાના કામની ઉતાવળમાં, સમય જાળવણી માટેની ઉતાવળમાં ઝડપી વાહન ચલાવો કે ઉતાવળે ચાલો તો વઘુ મુશ્કેલીમાં મુકાવ.

 

કન્યા ઃ પત્નીના કારણે માનસિક પરિતાપ રહે. નોકરી-ધંધાના, ઘર-પરિવારનું કામ શાંતિથી કરવું. મસ્તકમાં, ગરદનમાં દર્દપીડા થાય.

 

તુલા ઃ પિતૃપક્ષની, વડીલવર્ગની ચંિતા રહે. નોકરી-ધંધામાં વિવાદ, નુકસાન, ખાતાકીય તકલીફ થાય તેવા નિર્ણય કરવા નહીં.

 

વૃશ્ચિક ઃ તમારા પુત્ર પૌત્રાદિક સાથે વાતવાતમાં મતભેદ, વિવાદ થઇ જાય. તેમાં પણ તમારો સંયુક્ત ધંધો હોય તેમાં ચંિતા-મુશ્કેલી અનુભવો.

 

ધન ઃ શરદી- કફ- દમ- શ્વાસની તકલીફ, છાતીમાં દર્દપીડાથી નોકરી-ધંધાના કે અન્ય કામમાં રૂકાવટ રહે. વિલંબમાં થાય.

 

મકર ઃ પત્ની પક્ષે, સાસરી પક્ષે ચંિતા જણાય, બહાર જવાનું થાય. નોકરી-ધંધાના કામમાં રૂકાવટ છતાં કામ ઉકેલવા માટે વઘુ સમય જાય.

 

કુંભ ઃ નાણાંકીય કામમાં, બેંકના કામમાં રાહત રહે. ઉઘરાણીના નાણાં છુટા થાય. ધંધો, આવક થાય. નોકરીમાં હળવાશ રહે.

 

મીન ઃ આપને પુત્રપૌત્રાદિકના, પરિવારના, સાંસારીક જીવનના પ્રશ્ને માનસિક પરિતાપ રહે. જીદ- મુમતમાં તકલીફ થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૦-૦૭-૨૦૧૨, મંગળવાર

આજથી શરૂ થતા આપના જન્મવર્ષ દરમ્યાન નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં સ્થળ-સ્થાનની, કામની ફેરફારીના સંજોગો ઊભા થાય. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ વર્ષનો ઉત્તરાર્ધ તકલીફવાળો આવતો જાય.

- આ વર્ષમાં આપની પ્રગતિ, ભાગ્યોદયમાં રૂકાવટ- મુશ્કેલીનો સમય રહે -વર્ષારંભથી વર્ષાંત સુધી આપે આપના આરોગ્યની કાળજી રાખવી.

- નાની-મોટી બિમારીના કારણે તમારા રોજીંદા કામમાં મુશ્કેલી અનુભવો. ખર્ચ- ચંિતા રહે. વ્યસ્તતા વઘુ અને ફળ ઓછું જણાય.

- સરકારી- ખાતાકીય- કાનૂની પ્રશ્ન નોકરી-ધંધાનો કે મીલ્કત પરિવારનો હોય તેમાં તકલીફ વઘુ પડે.

- સ્ત્રી વર્ષને સાંસારીક જીવનમાં, પારિવારીક પ્રશ્નમાં શાંતિ- રાહત જણાય નહીં. અવિવાહીતને મિત્રવર્ગથી સંભાળવું પડે.

- વિદ્યાર્થી વર્ગને ભણવામાં ઘ્યાન આપવું પડે. પરીક્ષાના પરિણામમાં ટકા ઓછા આવવાથી વિદ્યાશાખાના પ્રવેશમાં તકલીફ થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ અને લીલી સવારના પહોરમાં ચર્ચા કરી રહ્યા હતા...
લીલી બોલી, ‘‘તમને જોયા વિના મેં તમારી સાથે લગ્ન કર્યા... કેન યુ બીલીવ ધેટ?’’
‘‘અને મેં,’’ લલ્લુ બોલ્યો, ‘‘તને જોઈને લગ્ન કર્યા, કેન એની બડી બીલીવ ધેટ?’’

 

[Top]
 

આજ ની રેસીપી

લંચ બોક્સમાં ભરવા યોગ્ય વાનગીઓ

પનીર નાન

 

સામગ્રી ઃ મેંદો ૨૫૦ ગ્રામ, દહીં ૧/૨ ગ્રામ, પનીર ૧૦૦ ગ્રામ, ડુંગળી ૧ નંગ, એકાદ-બે લીલા મરચાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું.

 

રીત ઃ મેંદાને ચાળીને તેમાં અર્ધી ચમચી મીઠું ભેળવો. દહીં નાખીને બાંધો. ચાર-પાંચ કલાક પડી રહેવા દો.

 

પનીરને સારી રીતે મસળીને રાખો. ડુંગળી અને લીલા મરચાં બારીક કાપીને પનીરમાં ભેળવી દો. સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને લાલ મરચું બરાબર ભેળવો. મેંદાના નાના નાના લૂઆ બનાવી તેની અંદર પનીરનું મિશ્રણ ભરો. થોડું વણીને તંદૂરમાં અથવા ઓવનમાં શેકી લો.

 

આ નાન પુદીનાની ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે પૌષ્ટિક પણ છે. અલબત્ત, આ નાના બનાવવા માટે સારો એવો સમય જાય છે, એટલે સમય હોય ત્યારેઆ નાન બનાવી શકાય છે.

[Top]
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved