Last Update : 09-July-2012, Monday

 

વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ
મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સૌથી સારું કામ કરી શક્યા

 

- ૭૪ વર્ષે સુખોઈમાં પ્રવાસ અને ટી-૨૦ ટેન્કમાં પ્રવેશ ઃ વિદેશ પ્રવાસની સંખ્યાનો વિવાદ

 

દેશના નવા રાષ્ટ્રપતિ બનવાની રેસમાં ઉતરેલા પ્રણવ મુકરજી અને પી.એ. સંગમા દેશભરમાં પ્રચાર માટે પ્રવાસ કરવાના છે. બંને ગુજરાતમાં પણ આવવાના છે. રાષ્ટ્રપતિપદના આ જંગના કારણે વિદાય લેતા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે તેમની પાંચ ટર્મ દરમ્યાન મેળવેલી સિધ્ધિઓ પરત્વે પણ ધ્યાન ખેંચવું જરૃરી છે. પ્રતિભા પાટીલ જ્યારે રાજકીય સોદાબાજીના ભાગરૃપે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે દરેકે કહ્યું હતું કે તેમને લોટરી લાગી છે. લેડીલકે તેમના પર સ્મિત લહેરાવ્યું હતું.
પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે જ્યારે તેમની નિમણૂંક થઈ ત્યારે દેશના લોકોએ થોડો રોમાંચ અનુભવ્યો હતો. લોકપ્રિય એવા એ.પી.જે. અબ્દુલ કલામની જગ્યાએ દેશ સમક્ષ જ્યારે પ્રતિભા પાટીલ આવ્યા ત્યારે માથે ઓઢેલી સાડી કપાળે ચાંલ્લો અને ફુલ સ્વીવ્ઝ સાથેની સાડી એ તેમની ઓળખ બની ગઈ હતી. પ્રતિભા પાટીલની સદ્નસીબી એ હતી કે તેમણે તેમના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન એક જ વડાપ્રધાન સાથે કામ કર્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે તેઓ સુખાઈ વિમાનમાં ઉડયા છે. લશ્કરી દળોના સુપ્રીમ કમાંડર હોવાના નાતે યુદ્ધ ટેન્કમાં પણ બેઠા છે. તેમણે સૌથી વધુ વિદેશ પ્રવાસ પણ કર્યા છે અને ફાંસીની સજાની આદેશવાળા સૌથી વધુ લોકોને છોડયા છે.
પ્રતિભા પાટીલ સાથે કેટલાંક વિવાદો વણાઈ ગયા હતા. તેમની વિદેશ ટુરમાં તેમના કુટુંબીજનો પણ સાથે રહેતા હતા. મધ્યપ્રદેશના ભોપાલમાં તેમના પતિની કોલેજો સાથે વિદેશની યુનિવર્સિટીઓના એફીલીએશનનો ધંધો આ વિદેશ પ્રવાસ દરમ્યાન કરાતો હતો.
એક મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા પાટીલે મહિલાઓ માટે શું કર્યું તે પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે. તેમણે રાષ્ટ્રીય મહિલા કોષને મજબૂત બનાવવાથી માંડીને મહિલા સશક્તિકરણને આગળ ધપાવવા પ્રયાસો કર્યા હતાં. પ્રતિભા પાટીલ રાજસ્થાનમાં રાજ્યપાલ હતા ત્યારે કિસાનોની સમસ્યા નિવારવા ઘણાં પગલા ભર્યા હતાં. રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે આપઘાત કરવા કિસાનોના કુટુંબોના ઉત્કર્ષ માટે કામગીરી શરૃ કરી હતી. પ્રતિભા પાટીલ સ્પષ્ટપણે માને છે કે કિસાનને એક ઉદ્યોગ સાહસિકની કેટેગરીમાં સમાવવો જોઈએ. કેમકે તે મોટું જોખમ ઉઠાવે છે.
પ્રતિભા પાટીલે જ્યારે રાષ્ટ્રપતિ પદે આવ્યા ત્યારે તેમને ટેબલ પર ફાંસીની સજા પામેલા પૈકી ૨૩ દયાની અરજી પેન્ડીંગ હતી. દયાની અરજી પર નિર્ણય લેવામાં મોડું થાય છે તે બાબતે ઉહાપોહ પણ થયો હતો. સુપ્રીમ કોર્ટે આ બાબતે ટીકા પણ કરી હતી પરંતુ કોઈ સમય મર્યાદા બાંધી નહોતી. પ્રતિભા પાટીલની ટર્મ દરમ્યાન દયાની ૮ અરજીઓ આવી હતી. અહીં પ્રશંસાભરી વાત એ છે કે પ્રતિભા પાટીલે કોઈ ત્રાસવાદીની દયાની અરજી માન્ય નથી રાખી.
પ્રતિભા પાટીલે તેમના વધુ પડતા વિદેશ પ્રવાસના સંદર્ભે કહ્યું હતું કે મારી ટર્મ દરમ્યાન વિમાન બળતણના ભાવોમાં વધારો થયો હતો એટલે કુલ ખર્ચ વધ્યું હતું. પ્રતિભા પાટીલ તેમની સાથે વેપારીઓનું પ્રતિનિધિ મંડળ લઈ જતા હતાં. પરંતુ તેમના વધુ પડતો વિદેશ પ્રવાસ વિવાદનું કેન્દ્ર બન્યો હતો. તેમની પાંચ વર્ષની ટર્મ દરમ્યાન પ્રતિભા પાટીલ વિરોધ પક્ષના ૩૦ જેટલા પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ પ્રતિનિધિમંડળમાં એનડીએ, ડાબેરીપક્ષો, ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, તેલુગુ દેશમ્નો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિનું મૂળ કામ સાંભળવાનું હોય છે અને પછી પોતાનો ઓપીનીયન લખીને વડાપ્રધાનને મોકલી આપવાનો હોય છે.
પ્રતિભા પાટીલે એક મુલાકાતમાં જણાવ્યું હતુ ંકે મારી ટર્મ દરમ્યાન હું દોઢલાખ મુલાકાતીઓને મળી છું. સામાજીક સમસ્યાઓ અંગે તેમની સાથે પ્રતિભા પાટીલે ચર્ચા પણ કરી હતી.
તેમણે એમ્પાવર્મેન્ટ ઓફ વુમન (સ્ત્રી સશક્તિકરણ)ના મુદ્દે ખૂબ ભાર મુક્યો હતો. તેમણે રાજ્યપાલો પાસેથી તે અંગે સૂચનો મંગાવ્યા હતા. રાજ્યપાલોએ તે માટે ખાસ રાષ્ટ્રીય પંચ ઉભું કરવાનું સૂચન કર્યું હતું અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. ૨૦૧૦માં વડાપ્રધાન મનમોહનસિંહના વડપણ હેઠળ રાષ્ટ્રીય પંચ ઉભુ કરાયું હતું. ૧૯ રાજ્યોએ મીશન ફોર એમ્પાવરર્મેન્ટ ઓફ વુમન ઉભું કર્યું હતું.
લશ્કરની ત્રણેય પાંખ સાથે મનમેળ રાખનારા પ્રતિભા પાટીલે લશ્કરના ૨૦ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ૭૪ વર્ષની ઉંમરે તે સુખોઈમાં ઉડયા છે અને T-go ટેન્કમાં ઉભા રહ્યા છે. લશ્કરના ગણવેશમાં ઉભેલા જવાનો સાથે તે ગૌરવ અનુભવતા હતાં.
પ્રતિભા પાટીલની ટર્મ પુરી થવા પર હતી ત્યારે તે પૂણેમાં લશ્કરને ફાળવેલી જમીન મેળવી તેના પર નિવૃત્તિ માટેનો બંગલો બનાવવાની ઇચ્છાના કૌભાંડમાં સંડોવાયા હતા. આ અગાઉ તેમનો પુત્ર ચલણી નોટો સાથે પકડાતાં પૂછપરછ થઈ હતી. જોકે આ તો પ્રતિભા પાટીલના કુટુંબીઓ સંડોવાયા તેની વાત છે. પરંતુ પ્રતિભા પાટીલ સામે સીધો કોઈ કાદવ ઉછળ્યો નથી તે પણ હકીકત છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 

 

 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved