Last Update : 09-July-2012, Monday

 

હાઈ સ્કૂલમાં ભણતાં ૬૪ ટકા વિદ્યાર્થીઓ ફેસબુકનો ઉપયોગ કરે છે

ફેસબુક દ્વારા ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને એકાઉન્ટ ખોલી આપવાની જાહેરાત કરવામાં આવી તેનો દુનિયાભરમાંથી વિરોધ ઔથઈ રહ્યો છે

આજકાલનાં બાળકો ફેસબુક વગરની જિંદગીની કલ્પના પણ કરી શકતાં નથી. ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સત્તાવાર રીતે ફેસબુકમાં પોતાનું એકાઉન્ટ ખોલાવી શકતાં નથી, પણ એક સર્વે કહે છે કે ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં ૭૫ લાખ બાળકો પોતાની ખોટી જન્મતારીખ લખાવીને ફેસબુકનો ઉપયોગ કરે છે. તેમાંના ૫૦ લાખ બાળકો તો ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં છે. ભારતમાં મેકેફી-સિનોવેટ નામની એજન્સીએ ૯થી ૧૨ વર્ષની ઉંમરનાં બાળકોનો સર્વે કર્યો તો જાણવા મળ્યું કે તેમાંનાં ૬૪ ટકા બાળકો ફેસબેકનું એકાઉન્ટ ધરાવે છે. આ કારણે જ ફેસબુકે હવે ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પણ ફેસબુકનું એકાઉન્ટ ખોલવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, પણ તેનાં ઘણાં ભયસ્થાનો છે. ફેસબુકનો વધુ પડતો ઉપયોગ કરતાં ઘરકૂકડી બની જાય છે. તેઓ ઘરની બહાર નીકળીને બીજા સાથે વાતચીત કરવાની ક્ષમતા પણ ગુમાવી બેસે છે.
ભારતમાં ફેસબુકના આશરે પાંચ કરોડ ગ્રાહકો છે. દુનિયામાં ફેસબુકનું ત્રીજા નંબરનું માર્કેટ ભારતમાં છે. દુનિયાના અન્ય દેશોમાં સોશિયલ મિડીયાની વેબસાઈટો શરૃ થઈ ત્યારે તેની હાનિકારક અસરો બાબતમાં ઘણું ચિંતન થયું હતું અને તેનાથી બચવાના ઉપાયો પણ કામે લગાડવામાં આવ્યા હતા. ભારતમાં ક્યાંય એવું થયું નથી. માઈક્રોસોફ્ટ દ્વારા કરવામાં આવેલો એક સર્વે સૂચવે છે કે ભારતમાં જે બાળકો ફેસબુકનો ઉપયોગ કરે છે, તેમાંનાં ૫૩ ટકા બાળકોની ઓનલાઈન સતામણી થાય છે અથવા તેમને ધાકધમકી આપવામાં આવે છે. માઈક્રોસોેફ્ટે જે ઓનલાઈન સર્વે કર્યો તેમાં જણાયું હતું કે ભારતમાં આઠથી ૧૭ વર્ષ વચ્ચેનાં ૫૩ ટકા બાળકો ફેસબુક ઉપર સતામણીનો ભોગ બન્યા હતા. જે રીતે બાળકો સ્કૂલમાં અથવા તેમના ઘરે જાતીય સતામણીનો ભોગ બને છે, તેવું ઈન્ટરનેટ ઉપર પણ બની શકે છે.
ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં બેંગલોરમાં રહેતી આઈઆઈએમની એક વિદ્યાર્થીનીને તેના બોયફ્રેન્ડે ફેસબુક ઉપર દગો આપ્યો તેના આઘાતમાં તેણે આપઘાત કર્યો હતો. આજે ઘણાં બાળકો ફેસબુકનાં વ્યસનનો શિકાર બન્યાં છે, તેઓ રોજના પાંચથી છ કલાક ફેસબુક સામે બેસી રહે છે. ફેસબુક ઉપર જો મિત્રો દ્વારા તેમનું અપમાન કરવામાં આવે અથવા તેમને ફ્રેન્ડસના લિસ્ટમાંથી કેન્સલ કરવામાં આવે તો તેઓ ડિપ્રેશનનો ભોગ બની જાય છે. દિલ્હીમાં પ્રેક્ટિસ કરતાં ડો. સમીર મલહોત્રા પાસે ફેસબુકને કારણે ડિપ્રેશનનો શિકાર બનેલા બાળકોના કિસ્સાઓ પણ સારવાર માટ આવે છે. તેઓ રોજ આવાં બેથી ત્રણ બાળકોને સારવાર આપે છે.
ટીનએજરો ફેસબુકનો કેવી રીતે ઉપયોગ કરે છે એ પણ જાણવા જેવું છે. ૧૩ વર્ષની નમ્રતા દિવસમાં બેથી ત્રણ વખત ફેસબુકની વિઝીટ કરે છે. તે ફેસબુક ઉપર જઈને પોતાના મિત્રો શું કરી રહ્યા છે તેની જાણકારી રાખે છે અને સમાચારો મેળવે છે. નમ્રતાને લાગે છે કે જો તે ફેસબુકનો ઉપયોગ ન કરે તો તેની આજુબાજુની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની તેને જાણ જ ન થાય. ટેલિવિઝનમાં જે સમાચાર આવે છે તે દેશ અને દુનિયાને લગતા સમાચારો હોય છે. તેમાં આજના યંગ જનરેશનને રસ પડતો નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે થવાની છે તેના કરતાં વધુ રસ તેમને સ્કૂલની પિકનિક જ્યારે જવાની છે, એ જાણવામાં હોય છે. કર્ણાટકના રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે એ કરતાં વધુ રસ તેમની સ્કૂલમાં અમુક છોકરા-છોકરી વચ્ચે શું રંધાઈ રહ્યું છે એ જાણવામાં હોય છે. આવી માહિતી અને ગપસપ માટેનું શ્રેષ્ઠ માધ્યમ તેમને ફેસબુક જણાય છે.
આજકાલના છોકરા-છોકરીઓ તસવીરોનું એડિટીંગ કરવામાં અને તેને કેપ્શનો આપવામાં પણ કાબેલ થઈ ગયાં છે. તેઓ પોતાની લાક્ષણિક તસવીરો ફોટોશોપ કે પિકાસોનો ઉપયોગ કરીને એડિટ કરીને ફેસબુક ઉપર અપલોડ કરે છે. આ ફોટા માટેની રસપ્રદ કેપ્શનો તેઓ ગૂગલ પરથી શોધી કાઢે છે. આ તસવીરને જેટલા વધુ મિત્રો 'લાઈક' કરે એટલી તેમની છાતી ફૂલે છે. જો તેમની તસવીરને કે કોમેન્ટને ઓછા લોકો 'લાઈક' કરે તો તેઓ હતાશામાં ગરકાવ થઈ જાય છે. ઘણી વખત સ્કૂલમાં ભણતા બે મિત્રો વચ્ચે ઝઘડો થાય અને અણબનાવ વધી જાય ત્યારે તેઓ મિત્રને ગાળો આપવા અથવા પાઠ ભણાવવા તેના ફેસબુકના એકાઉન્ટનો પણ ઉપયોગ કરતાં હોય છે. ઘણી વખત કોઈ મિત્રો માટે અફવા ફેલાવવા માટે અથવા તેને બદનામ કરવા માટે પણ ફેસબુકનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્કૂલમાં ભણતી ટીનએજર કન્યાઓ અત્યંત ભોળપણમાં નાદાનિયત આચરીને પોતાની તસવીરો ફેસબુક ઉપર અપલોડ કરતી હોય છે. આ તસવીરો ઘણી વખત શૃંગારિક પણ હોય છે. આ તસવીરોને વધુ 'લાઈક્સ' મળે ત્યારે છોકરીઓ હરખાય છે, પણ તેમને ખબર નથી હોતી કે આવી તસવીરોનો દુરુપયોગ કરનારાઓ પણ નેટ ઉપર પાડયા છે. એક ૧૨ વર્ષની છોકરીએ આ રીતે પોતાની તસવીર ફેસબુક ઉપર અપલોડ કરી. આ જોઈને એક ૩૯ વર્ષનો પુરૃષ તેને મેસેજ મોકલવા લાગ્યો કે તે બહુ સેક્સી છે. તેણે આ વાતની જાણ પોતાના પપ્પાને કરી. પપ્પાએ તેને ફેસબુકનું એકાઉન્ટ જ બંધ કરી દેવાની સલાહ આપી. ફેસબુકનું એકાઉન્ટ બંધ થતાં જ છોકરી તેના મિત્રોથી કપાઈ ગઈ અને ડિપ્રેશનમાં ઉતરી ગઈ. તેની બહેનને એ વાતની જાણ થઈ ત્યારે તેણે ફેસબુકના સિક્યોરિટી સેટીંગ્સનો ઉપયોગ કરીને પેલા માણસથી છેડો ફાડી નાંખ્યો. ફેસબુકનો ઉપયોગ કરતાં મોટા ભાગનાં બાળકોને તેના સિક્યોરિટી સેટીંગ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જ્ઞાાન નથી હોતું.
ફેસબુક ઉપર ઘણા પુરૃષો પોતાની ઓળખ છૂપાવીને અથવા ઉંમર ઓછી બતાવીને એકાઉન્ટ ખોલાવે છે. તેઓ નાની કન્યાઓ સાથે દોસ્તી બાંધે છે અને પછી તેમને ફસાવે છે. ફેસબુકનો દુરૃપયોગ કરનારાઓમાં કેટલાક પેડોફિલ્સ પણ હોય છે, જેઓ બાળકની જાતીય સતામણી કરવાની વિકૃત માનસિકતા ધરાવતા હોય છે. આવી સતામણી તેઓ દ્વિઅર્થી કોમેન્ટ્સ મોકલીને પણ કરી શકે છે. ફેસબુક ઉપર કન્યાઓ દ્વારા જે નિર્દોષ તસવીરો અપલોડ કરવામાં આવે છે, તેને ઘણા પુરૃષો મોર્ફિંગ કરીને બિભત્સ બનાવી દે છે અને અપલોડ કરી દે છે. ઘણી વખત તેઓ આવી કન્યાઓના મોબાઈલ નંબરો નેટ ઉપર આપી દે છે, જેને પરિણામે તેમને બિભત્સ ફોન આવતાં થઈ જાય છે.
તાજેતરમાં ટાટા કન્સલ્ટન્સી કંપનીએ ભારતનાં ૧૨ શહેરોની હાઈ સ્કૂલોમાં ભણતાં ૧૨,૩૦૦ વિદ્યાર્થીઓનો સર્વે કર્યો તેમાં જાણવા મળ્યું કે તેમાંના ૮૫ ટકા વિદ્યાર્થીઓ એકબીજાના સંપર્કમાં રહેવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. એક જ સોસાયટીમાં રહેતાં બાળકો દરરોજ એકબીજાને રૃબરૃ મળીને વાતચીત કરવાને બદલે ઈન્ટરનેટ ખોલીને ફેસબુક ઉપર ગપસપ કરવામાં વધુ સહજતા અનુભવે છે. આજકાલ બાળકોને ઘરે કોઈ મહેમાન આવે તો તેમની સાથે પણ વાત કરવાની ફુરસદ નથી હોતી, કારણ કે તેઓ ફેસબુક ઉપર મિત્રો સાથે ચેટ કરવામાં વ્યસ્ત હોય છે. જોકે જીવનમાં કોઈ મુશ્કેલી આવે કે કટોકટી આવે ત્યારે ફેસબુકના મિત્રો કામ નથી લાગવાના એની તેમને પણ ખબર હોય છે.
ફેસબુક દ્વારા ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એકાઉન્ટ ખોલવાની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી તેનો માત્ર ભારતમાં નહીં પણ દુનિયાના ઘણા દેશોમાં વિરોધ થયો છે. વિરોધ કરનારાઓ કહે છે કે આઠ વર્ષથી વધુ ઉંમરનાં બાળકોએ તો ઘરની બહાર નીકળવું જોઈએ, લોકોને મળવું જોઈએ અને સમાજમાં હળવુંભળવું જોઈએ. તેને બદલે તેમને ફેસબુકના સભ્ય બનાવવાથી તેઓ ઘરમાં જ ભરાઈ રહેશે. ફેસબુકનો અભિગમ એવો છે કે અત્યારે પણ લાખો બાળકો ગેરકાયદે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે; તેમને સત્તાવાર રીતે ફેસબુકના સભ્ય બનાવવાથી બાળકો બાબતમાં જે સલામતી લેવાવી જોઈએ તેનો અમલ કરી શકાશે. ફેસબુક દ્વારા એવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે કે જેમાં બાળકના એકાઉન્ટમાં શી ગતિવિધિઓ ચાલી રહી છે તેની જાણ માતાપિતાને થશે અને તેનો કન્ટ્રોલ પણ તેમના હાથમાં રહેેશે.
સોશિયલ નેટવર્કીંગ સાઈટો આપણા બધાની જિંદગીનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. આપણે લાખ ઈચ્છીએ તો પણ આપણાં બાળકોને આપણે તેનાથી દૂર રાખવી શકવાના નથી. જે બાળકોનું ફેસબુકમાં એકાઉન્ટ ન હોય તેઓ પછાતમાં ખપી જાય તેવા દિવસો આવી રહ્યા છે. આ સંયોગોમાં માતાપિતાએ જાતે બાળકને ફેસબુકનું એકાઉન્ટ ખોલી આપવું પડશે. પોતાનું બાળક ફેસબુક ઉપર શું કરે છે તે જાણવા માટે માબાપે પણ ફેસબુકનું એકાઉન્ટ ખોલાવવું જોઈએ અને બાળકના 'ફ્રેન્ડ' બની જવું જોઈએ. આ માટે માબાપોએ ઈન્ટરનેટ પણ શીખવું પડશે. ઘણી વખત બાળક ઉદાસ હોય અને માબાપને જવાબ ન આપતું હોય તો તેનું કારણ જાણવા ફેસબુક ઉપર જવાની માબાપને ખબર પડે છે.
ઈન્ટરનેટ અને સોશિયલ નેટવર્કિંગને સંદેશવ્યવહારની ક્રાંતિનો એક ભાગ માનવામાં આવે છે. આ ક્રાંતિ એવી છે કે ઘરમાં રહેલાં માબાપ સાથે પોતાના દિલની વાત ખૂલીને ન કરતું બાળક સાત સમંદર પાર રહેલા ફેસબુકના ફ્રેન્ડ સાથે બધી વાત કરે છે. ઘરમાં આવેલા સંબંધીના ખબરઅંતર કદી ન પૂછનારું બાળક અજાણ્યા મિત્રોના ખબરઅંતર દરરોજ પૂછે છે. ઘરમાં માંદા પડેલા માતાપિતાની સેવા માટે જે બાળકને સમય નથી હોતો તેને મિત્રોની કોમેન્ટને 'લાઈક' કરવાનો પૂરતો સમય હોય છે. આ કયા પ્રકારનું સોશિયલ નેટવર્કિંગ છે?
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved