Last Update : 09-July-2012, Monday

 

ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ

 

- ઘરોની શોભામાં વધારે થાય એ માટે અત્યારે કાચની વસ્તુઓ દ્વારા ઘરને સુશોભિત કરવામાં આવી રહ્યા છે. માર્કેટમાં ક્રિસ્ટલની અવનવી ડિઝાઇનનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

ઘરને સુવ્યવસ્થિત રાખવા માટે અવાર નવાર અને અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેટલાક ઘરોની દિવાલો પર અવનવા પોસ્ટર લગાવતા હોય છે. તો કેટલાક અવનવી મુર્તિઓ લગાવીને પોતાના ઘરોને સુશોભિત રાખતા હોય છે. પણ હવે એક નવો ટ્રેન્ડ ઘરોમાં દેખાઈ રહ્યો છે. શહેરીજનોના ઘરોમાં હવે કાચની અવનવી વસ્તુઓથી ઘરે સજાવામાં આવી રહ્યા છે. ટેબલ, ખુરશી, ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ દ્વારા ઘરને સજાવી રહ્યા છે. ઘરોમાં જ્યાં ક્રિસ્ટલ લગાવવામાં આવ્યા હોય છે. તે જ પ્રકારની આખી ઘરમાં સજાવટ કરવામાં આવે છે. અલગ અલગ આકારની પમ સ્પેશિયલી કાચની વસ્તુઓ મુકવામાં આવી રહી છે. સાથે સાથે રાત્રી માટે કાચના જ લેમ્પ પણ લગાવામાં આવી રહ્યા છે. પહેલાં જ્યાં લાકડાની વસ્તુની મદદથી ઘરને સજાવટ કરવામાં આવતી હતી. પણ હવે તો લાકડાની જગ્યાએ કાચે લઈ લીધી છે. અત્યારે કાચની સજાવટ કરવા માટે બજારમાં પણ અવનવી વસ્તુઓ ઉપલબ્ધ બની છે. કાચના પોટ અને કાચની ફુલદાની જેની અનેક વસ્તુઓ ઘર સજાવટ માટે કાચના રૂપમાં મળવા લાગી છે. આ રીતે કાચનો ઉપયોગ વઘ્યો છે. તેનું પણ એક કારણ એ છે કે કાચને સાફ કરવામાં અને તેની કાળજી લેવામાં આસાની રહે છે. ખાસ તો આ કારણોસર અત્યારે આ ક્રિસ્ટલ હોમ ડેકોરેશન લોકોમાં ખુબ જ પ્રચલિત છે.
આ અંગે ભુમિકા ભાવસાર કહે છે કે અત્યારે આ ક્રિસ્ટલ ડેકોરેશન ખુબ જ પ્રચલિત છે, કાચના પોટ, કાચની મુર્તીઓ, કાચની ફ્રેમ, વગેરે જેવી વસ્તુઓ અત્યારે ઘરોમાં શો પીસ તરીકે ઉપયોગમાં આવી રહ્યા છે. અત્યારે ઘરોના મેઈન હોલમાં પણ કાચની વસ્તુઓના ઉપયોગથી ઘરને સુશોભિત કરવામાં આવી રહ્યા છે. પહેલાં મારા ઘરમાં પણ લાકડાનું ફર્નિચર હતુ પણ ધીરે ધીરે મેં મારા ઘરમાંથી તમામ લાકડાની વસ્તુઓ કઢાવીને હવે તમામ વસ્તુઓ કાચની કરાવી દીધી છે.
આ અંગે એક ડિઝાઈનર કહે છે કે અત્યારે તો દેખાવનો જમાનો છે. કારણ કે અને લોકો પણ હવે એ જ પ્રમાણે પોતાના ઘરને બનાવી રહ્યા છે, કાચ એક એવી વસ્તુ છે જેનાથી આખા ઘરનો લુક ચેન્જ કરી શકાય છે.
કાચની કરામત અને કારીગરી ઘરને વઘુ આકર્ષક બનાવે છે. આજે શહેરોમાં મોટાભાગના ઘરોમાં ક્રિસ્ટલને લગાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રિચેસ્ટ ફેમિલીના ઘરમાં ક્રિસ્ટલને જોઇ શકાય છે.
આજે શહેરી ગ્રાહકને કક્રિસ્ટલમાં માત્ર કલર્સને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવતું નથી પરંતુ તેની ડિઝાઇનને વઘુ મહ્‌ત્વ મળવા લાગ્યું છે. શહેરના મોટાભાગના વ્યક્તિઓ સાદા ક્રિસ્ટલને પસંદ કરતાં નથી, વેપારીઓ પણ બજારને અનુરૂપ નવા નવા અખતરા કરવા લાગ્યા છે.
ક્રિસ્ટલના વેપારી અવિનાશ પરીખ કહે છે કે માર્કેટમાં વિવિઘ સજાવટને ઘ્યાનમાં રાખીને કક્રિસ્ટલ તૈયાર કરીને મૂકવામાં આવ્યાં છે, પરંતુ આજે મોર્ડન જમાનામાં સ્ટેટસ અને દેખાદેખીને ઘ્યાનમાં રાખીને લોકો ક્રિસ્ટલને ઘરમાં રાખતાં હોય છે. પરંતુ આજે ઇટાલી, થાઇ અને ચાઇનામેડ ક્રિસ્ટલ આપણી બ્રાન્ડને ટક્કર આપે તેવા છે. અને લોકો પણ ફેન્સી ક્રિસ્ટલ પસંદ કરે છે. જો કે, આજની હાઇફાઇ સોસાયટીમાં ક્રિસ્ટલની ચીજવસ્તુઓનું પ્રમાણ વઘ્યું છે. પરંતુ કેટલીક વાર ક્રિસ્ટલની ચીજવસ્તુઓ તૂટી જવાનો પણ ભય ઉભો થાય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved