Last Update : 09-July-2012, Monday

 

રોક ઇઝ એ પ્યોર ફોર્મ ઓફ મ્યુઝિક

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી

 

- વરસાદ માણવા માટે શહેરના મ્યુઝિકલ બેન્ડસ ટેરેસ પર બેસીને કે ખુલ્લા વાતાવરણમાં રેઈની સોંગ્સ માણે છે. મોટા ભાગના યુવાનોને ‘એ ફોલ ઓફ રેઈન સોંગ્સ’ વઘુ ગમે છે.

 

રોકસ્ટાર ફિલ્મ રીલીઝ થયા બાદ મોટાભાગના યંગસ્ટર્સ પર રોકસ્ટારનું ભૂત સવાર થઇ ગયું હતું. ત્યારબાદ કેટલાંક યંગસ્ટર્સે તો ગિટાર શીખવાનું પણ શરૂ કરી દીઘુ હતું. વળી અમદાવાદમાં પણ ૧૦ જેટલાં રોક બેન્ડ છે. જેમાં એક્સ્ટસી, માઇનસ વન ડીગ્રી, ડિકેઇડ સોલ્સ, એપોસ્ટ્રોપી, મર્ડર્ડ માય સ્વીટ હાર્ટ, ટ્રેસ ક્રેસ, રેઝર પોઇન્ટ, એન્ટી મોર્ટન, હેનગ ઓવર ઇન હેલ, અશ્ક વગેરેનો સમાવેશ થાય છે. જો કે, આ તમામ બેન્ડનું એક એસોસિએસન પણ છે. જેને અમદાવાદ રોક બેન્ડ એસોસિએશન એવું નામ પણ આપવામાં આવ્યું છે. પરંતુ કેટલાંક રોકબેન્ડનું કહેવું છે કે અમદાવાદમાં રોકબેન્ડ છે પણ તેમને સારી તક મળતી નથી.
એક્સ્ટસી રોક બેન્ડના ઘ્વનિત નાયક કહે છે કે, શહેરમાં ઘણા રોક બેન્ડ જૂના અને નવા છે. લેડ ઝેપલીન અને બ્લેક રોલશ એ ૪૦થી પ૦ વર્ષ જૂના બેન્ડ છે. જેને લિઝેન્ડ કહી શકાય. પરંતુ અમારુ રોકબેન્ડ નવુ છે. જેમાં અમે કુલ છ મેમ્બર છીએ. અમને તમામને મ્યુઝિક પ્રત્યે લગાવ છે. તમામમાં એક પેશન હતું. જ્યારે અમે મ્યુઝિક સેન્ટરમાં શીખવા જતા હતા ત્યારે અમારી તમામની મુલાકાત થઇ હતી. ત્યારે અમે પોતાનું રોક બેન્ડ બનાવવાનું નક્કી કર્યું અને આજે છેલ્લા એક વર્ષથી અમારું રોક બેન્ડ ચલાવીએ છીએ. વળી અમારુ બેન્ડ ત્રણ કમ્પીટીશન પણ જીત્યુ છે. અમારા તમામમાં એક જ કોમન ઇન્ટરેસ્ટ હતો અને તે મ્યુઝિક. અમારી ઇચ્છા છે કે અમે નેશનલ લેવલે પહોંચીએ. અમે પોતે જાતે અમારા સોંગ કમ્પોઝ કરીને પર્ફોમ કરીએ છીએ. અમે ક્લાસીક રોક સાઇન્ડ પણ પર્ફોમ કરીએ છીએ. પરંતુ દુઃખની વાત એ છે કે, અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી. કોઇ હાથ પકડવા માટે તૈયાર નથી.
માઇનસ વન ડીગ્રીના સિદ્ધાર્થ કહે છે કે, રોક બેન્ડ માટે બેંગ્લોર બેસ્ટ કલ્ચર છે. રોક ઇઝ એ પ્યોર ફોર્મ ઓફ મ્યુઝિક. રોક એન્ડ રોલ અમારો ઘર્મ છે. પરંતુ કેટલાંક લોકો એવું માને છે કે રોકમાં ગાળો હોય છે. પરંતુ એવુ નથી. ખાસ કરીને રોક મ્યુઝિક એ આજના યંગસ્ટર્સમાં બહુ ફેવરીટ બન્યુ છે. વર્ષાંતે એક આલ્બમ લોન્ચ કરવાની ઇચ્છા છે. જેના રેકોર્ડીંગ માટે અમે મુંબઇ જઇશું એવું પ્લાનીંગ છે. એ વાત સાચી છે કે અમદાવાદમાં રોક બેન્ડ વિષે અવેરનેશ નથી. રોક સ્ટાર ઇઝ નોટ એ રોક મ્યુઝિક. છેલ્લા ત્રણ વર્ષથી રોક બેન્ડમાં ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. પરંતુ બેંગ્લોર અને મુંબઇમાં રોક બેન્ડને વઘુ મહત્વ આપવામાં આવે છે જેટલું અહીં આપવામાં આવતુ નથી. અમે એન્જીનીયરીંગ કોલેજ, આર્કિટેક્ટ કોલેજ, એમબીએની કોલેજ, આઇઆઇટી, આઇઆઇએમ વગેરેમાં પર્ફોમ કરીએ છીએ. આવી કોલેજોમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્‌સ કે જેઓ આઉટસાઇડના છે તેઓને રોકબેન્ડમાં ઇન્ટરેસ્ટ છે. છેલ્લા ત્રણ વર્ષથી લોકોમાં રસ જાગ્યો છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved