Last Update : 09-July-2012, Monday

 
 

ઈંગ્લેન્ડની રાણીના રાજ્યાભિષેકની હિરક જયંતિના અરસામાં વધુ એક ઉજવણી
વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

બ્રિટનના વડા પ્રધાન કેમેરોન, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર સહિતના રાજકારણીઓ અને સેલિબ્રિટીઝ ફાઇનલમાં હાજર રહ્યા

લંડન,તા.૮
ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ-ટુના રાજ્યાભિષેકની હિરક જયંતિના અરસામાં જ એન્ડી મરેએ ૧૯૩૮ પછી વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ મેળવનારા બ્રિટીશ ખેલાડી તરીકેનો રેકોર્ડ નોંધાવતા જ દેશભરમાં ભારે ઉજવણી શરૃ થઇ ગઇ હતી. વિમ્બલ્ડનની ફાઇનલમાં મરે અને ફેડરરના મુકાબલા અગાઉથી બ્રિટીશ ચાહકોએ શરૃ કરેલી ઉજવણી ફાઇનલ પુરી થયા પછી પણ મોડે સુધી ચાલુ રહી હતી. ઈંગ્લેન્ડના ટેનિસ ચાહકો અને સામાન્ય નાગરિકોને વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશીને મરેએ ઉજવણીની તક પુરી પાડી હતી. મરે અને ફેડરર વચ્ચેની વિમ્બલ્ડનની હાઇપ્રોફાઇલ ફાઇનલને આશરે ૧.૭ કરોડ લોકોએ નિહાળી હતી.
બ્રિટીશ સ્ટાર મરે ફાઇનલમાં પ્રવેશતા જ ઓલ ઈંગ્લેન્ડ કલબ ખાતે રમાતી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ વિમ્બલ્ડનની ફાઇનલની ટીકીટોની માંગ રાતોરાત વધી ગઇ હતી. કેટલાક ચાહકોએ તો જંગી રકમ ચુકવીને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૩૮ બાદ વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની ફાઇનલ રમતાં પ્રથમ બ્રિટીશ ખેલાડીને નિહાળવા માટે રોયલ બોક્સની સાથે સાથે અન્ય વીવીઆઇપી બોક્સ પણ ટોચના રાજકારણીઓ અને સેલિબ્રિટીઓથી છવાઇ ગયા હતા. બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરોન અને સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર એલેક સાલ્મન્ડે મેચ નિહાળી હતી. આ ઉપરાંત બ્રિટનના ઘણા મંત્રીઓ અને ઉચ્ચ હોદ્દેદારો પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.રોયલ બોક્સમાં પ્રિન્સ વિલિયમ્સની પત્ની અને ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ તેમજ તેની બહેન પેપા મીડલટોન, ફૂટબોલ સ્ટાર બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા, લેજન્ડરી ટેનિસ ખેલાડી રોડ લીવર, મરેની માતા જુડી અને ગર્લફ્રેન્ડ કીમ સેર્સ પણ હાજર રહ્યા હતા.
૨૫ વર્ષીય મરે છેલ્લા ત્રણ વર્ષથી સેમિ ફાઇનલ સુધીની સફર ખેડતો રહ્યો હતો, જેમાં ૨૦૦૯માં તેને રોડ્ડિકે અને ત્યાર બાદ નડાલે હરાવ્યો હતો. જો કે આ વખતે નડાલ શરૃઆતના રાઉન્ડમાં જ હારીને બહાર ફેંકાતા મરેની રાહ આસાન બની હતી.
તેણે સેમિ ફાઇનલમાં ફ્રાન્સના સોંગાને હરાવીને આગેકૂચ કરી હતી. મરે ફાઇનલમાં પ્રવેશતા જ મેન્સ સિંગલ્સની ફાઇનલની ટીકીટોના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. ૧૨૦ પાઉન્ડની ટીકીટો માટે લોકો ૪૫ હજાર પાઉન્ડ આપવા તૈયાર હતા અને છતાં તેમને ટીકીટો મળતી નહતી.
મરે ફાઇનલમાં પ્રવેશતા સ્કોટલેન્ડમાં આવેલા તેના શહેર ડનબ્લન્માં જોરદાર ઉજવણી થઇ હતી. મરે માટે સમગ્ર બ્રિટનમાંથી શુભેચ્છા સંદેશા વહેતા થઇ ગયા હતા. સોસીયલ નેટવર્કિંગ સાઇટ્સની સાથે સાથે બ્રિટીશ મીડિયાએ પણ મરેને ઐતિહાસિક ફાઇનલ માટે બેસ્ટ ઓફ લક કહ્યું હતુ. મરે માટે આ સમય ખુબ જ ભાવુક હતો. ફાઇનલ અગાઉ તેણે એક કોલમમાં લખ્યું કે, હું પડકાર ઝીલવા માટે તૈયાર છું.

આઠ વર્ષનો મરે જીવ બચાવવા બેન્ચ નીચે છુપાઇ ગયો હતો
વિમ્બલ્ડનના ઇતિહાસમાં બ્રિટનને ગૌરવ અપાવનારા એન્ડી મરેનો ૧૯૯૬માં અદ્ભૂત બચાવ થયો હતો. મરે ત્યારે આઠ વર્ષનો હતો અનેતેની સ્કૂલમાં ઘુસી જઇને એક ગન-મેને અંધાધૂંધ ગોળીબાર ચલાવ્યો હતો. જેમાં ૧૬ બાળકો અને એક ટીચરનું મોત થયું હતુ. મરે બચવા માટે ડેસ્કની નીચે છુપાઇ ગયો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved