Last Update : 09-July-2012, Monday

 

અલ્હાબાદનો આ છોકરો શાળાએ ગયો જ નથી!
૧૧ વર્ષની વયે ભાવિ ઇજનેરોને ગણિત અને વિજ્ઞાાન શીખવતો દિનેશ

IITમાં પ્રવેશ મેળવવા માગતા ૨૫૦ વિદ્યાર્થીને કોચીંગ આપે છે

અલ્હાબાદ, તા. ૮
આઇઆઇટીમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાાનના કોઇ નિષ્ણાંત મારફતે જ્ઞાાન મળતું હોય તે વાત આમ તો સામાન્ય જ લાગે. પરંતુ આ નિષ્ણાત માત્ર ૧૧ વર્ષનો છોકરો હોવાનું જાણવા મળે તો...' ઉત્તરપ્રદેશના અલ્હાબાદના નાનકડા ગામનો રહેવાસી આ છોકરો ક્યારેય શાળાએ પણ ગયો નથી છતાં આજે તે એન્જિનિયરીંગનું કોચિંગ આપે છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષમાં જ આ બાળકો ગણિતના અટપટા સમીકરણો પર જમાવેલી પકડે અનેક લોકોને નવાઇ પમાડી છે.
આ જાદુઇ બાળકનું નામ દિનેશ ત્રિવેદી છે અને તેણે દાવો કર્યો છે કે તેના માત્ર ચાર જ મહિનાના કોચિંગ દ્વારા ૧૨માંથી ૮ વિદ્યાર્થીઓ એઆઇઇઇઇમાં પસંદગી પામ્યા છે. આઇઆઇટીની તૈયારી કરતાં ૨૫૦ વિદ્યાર્થીઓ હાલ દિનેશ પાસે કોચીંગ લઇ રહ્યા છે. આ નાનકડા ગુરુજી તેમના વિદ્યાર્થીઓને ભણાવે ત્યારે તેમના હાથમાં કોઇ ચોપડી પણ હોતી નથી. દિનેશે દાવો કર્યો છે કે આઇઆઇટી સહિતની અન્ય ઇજનેરી સંસ્થાઓનો કોઇપણ પ્રાધ્યાપક તેના જ્ઞાાનની ચકાસણી કરી શકે છે.
ગણિતની ફોર્મ્યુલાનો તાગ મેળવવામાં ૨૫ વર્ષ લાગે તેજ ફોર્મ્યુલા પર દિનેશે ૧૧ વર્ષની વયે હથોટી કેળવી લીધી છે. દિનેશ અન્ય વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવવા માટે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની તૈયારી કેવી રીતે કરવી તેની 'ટ્રીક' શીખવે છે. દિનેશ પહેલાં ધોરણમાં ભણવા ગયો પણ શિક્ષકે માર મારતાં તે ભાગીને ઘરે આવી ગયો અને પછી શાળાએ ગયો જ નથી.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૦ પહેલાં દિનેશ માટે ''કાળા અક્ષર કુહાડે માર્યા'' બરાબર હતા પરંતુ પછી તે મોટાભાઇ પાસે અલ્હાબાદ આવી ગયો. ભાઇએ તેને ઘરે જ ભણાવવાનું શરૃ કર્યું અને બે જ વર્ષમાં દિનેશ બીજાને ભણાવતો થઇ ગયો. કાર્ટૂન જોવાની ઉંમરમાં દિનેશને ગણિતના સમીકરણો વધારે પસંદ છે અને તેને ઝડપથી વૈજ્ઞાાનિક બનવું છે!
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved