Last Update : 09-July-2012, Monday

 

ફેડરરે સામ્પ્રસની બરોબરી કરવાની સાથે વર્લ્ડ નંબર વનનો તાજ પાછો મેળવ્યો
ફેડરરે મરેને હરાવીને રેકોર્ડ સાતમું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું

ફાઇનલમાં ફેડરરનો ૪-૬, ૭-૫, ૬-૩, ૬-૪થી વિજય ઃ મરેનું ૧૯૩૬ બાદ વિમ્બલ્ડન જીતનારા પ્રથમ બ્રિટીશ ખેલાડી બનવાનું સ્વપ્ન રોળાયું ઃ ફેડરરે વર્લ્ડ રેકોર્ડ ૧૭મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું

લંડન,તા.૮
સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ખેલાડી ફેડરરે બ્રિટનના એન્ડી મરેને ફાઇનલમાં ૪-૬, ૭-૫, ૬-૩, ૬-૪થી હરાવીને વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતુ. ફેડરરે આ સાથે કારકિર્દીનું રેકોર્ડ સાતમું વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીતીને અમેરિકન લેજન્ડ સામ્પ્રસના રેકોર્ડની બરોબરી કરી હતી. ફેડરરે આશરે અઢી વર્ષ બાદ વર્લ્ડ રેકોર્ડ ૧૭મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતુ. ફેડરરે આ સાથે વર્લ્ડ નંબર વનનો તાજ પાછો મેળવ્યો હતો.જ્યારે એન્ડી મરે ૧૯૩૬ બાદ વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતનારા પ્રથમ બ્રિટીશ ખેલાડી તરીકેનો રેકોર્ડ સર્જવાની ઐતિહાસિક તક ચુકી ગયો હતો.
ગ્રાસ કોર્ટ પર રમાતી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ફેડરરે ત્રણ કલાક અને ૨૪ મિનિટના મુકાબલા બાદ વિજય મેળવ્યો હતો. જો કે શરૃઆતના બે સેટને બાદ ફેડરર માટે ટાઇટલ જીતવું આસાન બની ગયું હતુ. ફેડરરે ૧૨ અને મરેએ ૧૬ એસ ફટકાર્યા હતા. મરે ફાઇનલમાં પ્રવેશતા જ બ્રિટનમાં ભારે ઉજવણીનો માહૌલ સર્જાયો હતો અને બ્રિટનના ટોચના રાજનેતાઓ અને સેલિબ્રિટીઝ તેના સમર્થન માટે સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા.
સેન્ટર કોર્ટમાં શરૃ થયેલી ફાઇનલમાં મરેએ પોઝીટીવ શરૃઆત કરતાં પ્રથમ સેટ ૫૭ મિનિટના સંઘષમાં ૬-૪થી જીતી લીધો હતો. ફેડરર સામે મરે વધુ આક્રમકતાથી રમતો હતો, જેના કારણે તે ટાઇટલ જીતીને ઇતિહાસ રચશે તેમ મનાતું હતુ. જો કે વિમ્બલ્ડનમાં આઠમી ફાઇનલ રમી રહેલા અનુભવી ફેડરરે બીજા સેટમાં ૫૪ મિનિટના મુકાબલા બાદ ૭-૫થી વિજય મેળવીને મેચમાં બરોબરી મેળવી હતી. ત્રીજા સેટમાં શરૃઆતમાં જ્યારે બંને ખેલાડીઓ ૧-૧થી બરોબરી પર હતા અને ત્રીજી ગેમમાં ફેડરર તેની સર્વિસમાં પ્રભુત્વ ધરાવતો હતો ત્યારે ફાઇનલમાં વરસાદના વિધ્નને કારણે રમત અટકાવવી પડી હતી.
થોડા બ્રેક બાદ શરૃ થયેલી ફાઇનલમાં ફેડરર વધુ પોઝીટીવ જણાતો હતો. જ્યારે મરેએે બ્રેકને કારણે રિધમ ગુમાવી દીધી હોય તેમ અનુભવાતું હતુ. ફેડરરે ત્રીજો સેટ ૬-૩થી ૪૯ મિનિટમાં અને ચોથો સેટ ૬-૪થી ૪૪ મિનિટમાં જીતી લઇને આઠમું વિમ્બલ્ડન ટાઇટલ પોતાના નામે કર્યું હતુ.

 

ફેડરરના ૧૭ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ
ઓસ્ટ્રેલિયન ઓપન ઃ ૨૦૦૪, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૧૦
ફ્રેન્ચ ઓપન ઃ ૨૦૦૯
વિમ્બલ્ડન ઃ ૨૦૦૩, ૨૦૦૪, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૨
યુએસ ઓપન ઃ ૨૦૦૪, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved