Last Update : 09-July-2012, Monday

 

મતદારો અને રોકાણકારો વિશ્વાસ ગુમાવી રહ્યા છે
મનમોહન સિંહે અપેક્ષા પ્રમાણે કામ કર્યું નથી ઃ 'ટાઈમ' મેગેઝિન

યુપીએ સરકાર ભ્રષ્ટાચારથી ખદબદે છે અને દિશાવિહોણી બની ગઈ છે

ન્યુયોર્ક, તા. ૮
ભારતીય અર્થતંત્રને ખુલ્લી મુકીને વૈશ્વિકરણને માર્ગે લાવનાર વડાપ્રધાન મનમોહન સિંહને અમેરિકાના અગ્રણી 'ટાઈમ' મેગેઝિને લક્ષ્યાંક પ્રાપ્ત ન કરી શકનારા (અંડર એચીવર) વડાપ્રધાન ગણાવ્યા છે. ટાઈમ્સ મેગેઝીનની એશિયન આવૃત્તિમાં તેમનો લેખ પ્રકાશિત થવાનો છે. જેમાં તેમના વિશે લખાયું છે કે તેઓ હવે તેમના દેશને વિકાસના માર્ગે આગળ ધપાવી શકે તેવા માર્ગે ફરી મુકવાની ઈચ્છા ધરાવતા નથી.
૭૯ વર્ષીય વડાપ્રધાન 'ટાઈમ' મેગેઝીનની એશિયન આવૃત્તિમાં સ્થાન તો પ્રથમ પાને મેળવી શક્યા છે પણ તેમને લક્ષ્યાંક પ્રાપ્ત નહી કરી શકનારા વડાપ્રધાન તરીકે વર્ણવીને ભારતને ફરી વિકાસના માર્ગે આગળ ધપવા માટે વૈશ્વિકરણ કે ઉદારીકરણને માર્ગે આગળ ધપવું જોઈએ અને તેમાં વડાપ્રધાન ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત નહી કરી શકનારા વડાપ્રધાન તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ અંક અમેરિકામાં આગામી સપ્તાહે બહાર પડવાનો છે.
આ મેગેઝિનમાં તેમના વિશે લખવામાં આવેલા લેખને 'એ મેન ઈન શેડો' ટાઈટલ આપવામાં આવ્યું છે. જેમાં ભારતીય અર્થતંત્રમાં ઉભી થયેલી સમસ્યાઓ જેવી કે ઔદ્યોગીક વિકાસ દરનો ઘટાડો, અસહ્ય ભાવ વધારો, ભારે વાર્ષિક ખાધ, રૃપિયાના મુલ્યમાં થઈ રહેલું ધોવાણ વગેરે સમસ્યાઓ તો રાષ્ટ્રીય સ્તરે પરેશાન કરી જ રહી છે. પણ કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારના રોજેરોજ બહાર પડી રહેલા કૌભાંડો વગેરેથી સરકાર અત્યારે ઘેરાયેલી છે. તે સંજોગોમાં તેમની સામે આર્થિક દિશાહિનતાનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો છે.
તે લેખમાં સ્પષ્ટતા કરાઈ છે કે ભારતીય અર્થતંત્રમાં ઘર આંગણાના કે વિદેશના રોકાણકારોના પગ આ ડામાડોળ સ્થિતિને કારણે ઠંડા પડી જાય છે. મતદારોનો વિશ્વાસ પણ વધતા ફુગાવા સામે વરાળ બનીને ઉડી રહ્યો છે. કૌભાંડોને કારણે સરકારની વિશ્વસનીયતાને ભારે ઘસારો પહોંચી રહ્યો છે.
મેગેઝિનમાં જણાવાયું છે કે ગત ત્રણ વર્ષમાં તેમણે જે એક ઠંડો વિશ્વાસ જગાવ્યો હતો તેનો હવે અભાવ જણાય છે. તેઓ તેમના સાથીઓ પર કાબુ રાખવામાં નિષ્ફળ ગયા છે. તેઓ તેમના સાથીઓ પર કાબુ રાખવામાં નિષ્ફળ ગયા છે. તેમની નાણા મંત્રાલયની જવાબદારી તેમની ગરદન પર ચીટકી છે. જ્યાં હવે ઉદારીકરણનો અભાવ જણાઈ રહ્યો છે. તે સંજોગોમાં તેમણે હવે એવા કાયદા ઘડવા પડશે જે રોજગારીની તકોમાં વધારો કરી શકે. સાંસદો પણ મતદારોનો વિશ્વાસ ગુમાવી બેઠા છે તે સંજોગોમાં તેમણે ટુંકા ગાળામાં ફરી મત મેળવી શકાય તેવું સ્થાન બનાવવા, તેવા પગલાં ભરવા પડશે.
ટાઈમ મેગેઝિનમાં વડાપ્રધાનના ટીકાત્મક લેખ સંદર્ભે અહીં પણ રાજકીય પક્ષોએ મંતવ્યોની લ્હાણી ચાલુ કરી દીધી છે. જેમાં મુખ્ય વિપક્ષ ભાજપે કહ્યું હતું કે વર્તમાન સરકારે વિશ્વમાં ભારતની સરકારને ગુંચવાડાપૂર્ણ સ્થિતિમાં, કૌભાંડો અને નેતાગીરીના અભાવયુક્ત ઠરાવી છે. ભાજપના પ્રવકતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે તેમણે જે સિદ્ધિ મેળવી તે ભ્રષ્ટાચાર, કૌભાંડો અને ગેરવહિવટ છે. આ એક સૌથી ભ્રષ્ટાચારી સરકારના પ્રમાણિક વડાપ્રધાન છે.
ભાજપના જ તરૃણ વિજયે જણાવ્યું હતું કે વડાપ્રધાનને વખોડનાર સામાયીકે જ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને વખાણ્યું હતું. તેમણે રાજ્યમાં વિકાસ, સલામતિ અને માળખાગત વિકાસનો સંદેશ આપ્યો હતો.
જ્યારે કોંગ્રેસે તેમનો બચાવ કરતા કહ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં યુ.પી.એ. સરકારે દેશમાં સ્થિર વહિવટ આપ્યો છે. જ્યારે રાજદના લાલૂ પ્રસાદે પણ કોંગ્રેસને ટેકો આપ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ અહેવાલ 'અણ્ણા પ્રેરીત' લાગે છે. તેમણે સવાલ કર્યો હતો કે અમેરિકાનું પોતાનું અર્થતંત્ર વેરવિખેર છે. તે સંજોગોમાં તેઓ આપણા વિશે શું મત આપે છે? જ્યારે જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ આ ગુંચવાડો સર્જવા માટે મનમોહનને જવાબદાર ઠરાવ્યા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved